તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હવે ટ્રેનની ટિકિટ બુકિંગ કરવાનું વધુ સરળ બનશે. ટૂંક સમયમાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઈટ એક નવા રંગરૂપની સાથે તમારી સામે આવશે. હકીકતમાં રેલવે મંત્રી 31 ડિસેમ્બર 2020ના રોજ બપોરે 12 વાગે IRCTCની નવી વેબસાઈટ લોન્ચ કરશે. આ નવી વેબસાઈટ પર ટિકિટ બુક કરવાનું એકદમ સરળ અને ઝડપી હશે.
મુસાફરો સરળતાથી ટિકિટ બુક કરી શકશે
રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, IRCTCની વેબસાઈટ અને એપ અપગ્રેડ થઈ ગયા બાદ મુસાફરો પહેલા કરતા વધારે ઝડપી અને કોઈપણ તકલીફ વગર સરળતાથી ટિકિટ બુક કરાવી શકશે. જણાવી દઈએ કે, વેબસાઈટમાં હવે પહેલા કરતા વધારે એડ પણ દેખાશે. તેનાથી IRCTCને વધારે રેવેન્યુ મળવાની પણ શક્યતા છે.
દરરોજ 10000થી વધારે ટિકિટ બુક થશે
IRCTCની નવી વેબસાઈટ પર દર મિનિટે 10000થી વધારે ટિકિટ બુક થઈ શકશે. અગાઉ દર મિનિટે 7500 ટિકિટ બુક થઈ શકતી હતી. રેલવેની ઈ-ટિકિટિંગ વેબસાઈટનો હેતુ મુસાફરોને તેમની ટ્રેનની મુસાફરી માટે સંપૂર્ણ સુવિધા પૂરી પાડવાનો છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.