તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે મુસાફરો માટે જરૂરી સમાચાર:ટ્રેનની ટિકિટ બુકિંગ અંગે IRCTCનો નવો નિયમ; ટ્રેન શરૂ થવાના પાંચ મિનિટ પહેલાં પણ સીટ મળશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા નિયમ મુજબ, હવે ટ્રેન શરૂ થવાના પાંચ મિનિટ પહેલાં પણ બેઠકો ઉપલબ્ધ થઈ શકશે

જો તમે આ દિવાળી અથવા છઠ્ઠ પૂજા પર ઘરે જવા માટે તૈયારી કરી રહ્યા હો, તો તમારા માટે જરૂરી સમાચાર છે. ઈન્ડિયન રેલવે કેટરરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC)એ ટિકિટ બુકિંગ માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમ અનુસાર, હવે ટ્રેન શરૂ થવાના પાંચ મિનિટ પહેલાં પણ બેઠકો ઉપલબ્ધ થશે.

ઈન્ડિયન રેલવે ટ્રેન ઊપડવાના અડધો કલાક પહેલાં બીજો ચાર્ટ તૈયાર કરશે, જેથી છેલ્લી ઘડીએ બેઠકો ખાલી હશે તો કેટલાક લોકોને બેઠકો ફાળવવામાં આવી શકે અને તેઓ પોતાની મુસાફરી કરી શકે. જો કે, છેલ્લા કેટલાક મહિનામાં કોરોનાવાઈરસ સંક્રમણના કારણે બીજો ચાર્ટ બે કલાક પહેલાં તૈયાર કરવામાં આવતો હતો.

ટિકિટ કેન્સલ થવા પર રિફંડ પણ મળશે
ઈન્ડિયન રેલવે તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઊપડે તેના અડધા કલાક પહેલાં તૈયાર થઈ જશે. આ દરમિયાન જો ટ્રેનની ટિકિટ કેન્સલ કરવામાં આવે છે તો રિફંડ મળી જશે. તેનાથી તે મુસાફરોને રાહત મળશે જેમનો પ્લાન અંતિમ ઘડીએ બદલાય છે અને ટ્રેનની ટિકિટ કેન્સલ કરવી પડે છે.

ટિકિટ બુકિંગનો નવો નિયમ 10 ઓક્ટોબરથી લાગુ થઈ ગયો છે. IRCTCએ ઓનલાઈન બુકિંગના બાકીના નિયમોમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેલવેના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મુસાફરોને બે કલાક પહેલાં રેલવે સ્ટેશન પર આવવું પડશે.

જાણો પહેલાં નિયમ શું હતો
કોરોના પહેલાં IRCTC પ્રથમ ચાર્ટ ટ્રેન શરૂ થવાના 4 કલાક પહેલાં બહાર પાડવામાં આવતો. બાકીની બેઠકો માટે ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવી શકાતી હતી. એટલે સુધી કે અડધો કલાક પહેલાં પણ કાઉન્ટર પરથી ટિકિટ મળી જતી હતી.

બીજો ચાર્ટ તૈયાર કરવામાં આવે તે પહેલાં ઓનલાઈન પણ ટિકિટ બુક કરી શકાતી હતી. આ બેઠકો વહેલા તે પહેલાના ધોરણે મળતી હતી. રેલવેના તમામ ઝોનમાં હવે ટ્રેન શરૂ થવાના અડધા કલાક પહેલાં બીજો રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવશે. આ મુસાફરોની સુવિધા માટે કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...