ટૂર / રામોજી ફિલ્મ સિટી જોવા IRCTC ટૂર પેકેજ લઇને આવ્યું છે, પ્રવાસ અમદાવાદથી જ શરૂ થશે

IRCTC tour package to see ramoji Film City, tour will start from Ahmedabad

Divyabhaskar.com

Sep 10, 2019, 02:10 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ જો તમે ક્યાંક બહારગામ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો હૈદરાબાદ સારો વિકલ્પ છે. હૈદરાબાદ એક સુંદર અને ઐતિહાસિક શહેર હોવાની સાથે ટૂરિસ્ટ ફ્રેન્ડલી પણ છે. IRCTC તમને આ શહેરમાં ફેરવવા એક ટૂર પેકેજ લઇને આવ્યું છે. આ પ્રવાસ ઓક્ટોબરના અંતમાં શરૂ થશે અને નવેમ્બરના પ્રારંભમાં પૂરું થશે. ‘હૈદરાબાદ વિથ રામોજી ફિલ્મ સિટી’ નામનું આ ટૂર પેકેજ 5 રાત અને 6 દિવસનું રહેશે. આ પેકેજમાં હૈદરાબાદ ઉપરાંત રામોજી ફિલ્મ સિટી જોવાની તક મળશે.

ભાડું કેટલું રહેશે?
આ ટૂર પેકેજની કિંમત સિંગલ શેરિંગ માટે 23,390 રૂપિયા હશે. જો તમે ડબલ શેરિંગ કરો તો તેના માટે વ્યક્તિ દીઠ 16,470 રૂપિયા ખર્ચ થશે. તેમજ ટ્રીપલ શેરિંગ માટે રૂ. 14,650 રહેશે.

જો તમારું બાળક હોય અને તેની ઉંમર 5થી 11 વર્ષની હોય તો તમારે એક્સ્ટાર બેડ સાથે 13,990 રૂપિયા ચુકવવા પડશે. જો અલગ બેડ ન લેવો હોય તો 12,510 રૂપિયા રહેશે.

ટૂર પેકેજ ક્યારે શરૂ થશે?
આ પ્રવાસ અમદાવાદથી શરૂ થશે. ટ્રેનમાં કમ્ફર્ટ ક્લાસમાં મુસાફરી કરાવવામાં આવશે. આ પ્રવાસ 29 ઓક્ટોબર 2019થી શરૂ થશે અને 3 નવેમ્બર 2019ના રોજ પૂરો થશે.

ક્યાં ફરી શકાશે?
હૈદરાબાદમાં પ્રવાસ દરમિયાન કુતુબ શાહી મકબરા, ગોલકોન્ડા ફોર્ટ, રામોજી ફિલ્મ સિટી, બિરલા મંદિર, સાલારજંગ મ્યુઝિયમ અને ચૌમુલ્લા પેલેસ ફરી શકાશે.

તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.

X
IRCTC tour package to see ramoji Film City, tour will start from Ahmedabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી