તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • IPPB Bank Launches New Facility, Home Deposit Can Now Be Deposited In Post Office RD Account

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:IPPB બેંકે નવી સુવિધા શરૂ કરી, પોસ્ટ ઓફિસ RD અકાઉન્ટમાં હવે ઘેરબેઠાં પૈસા જમા કરાવી શકાશે

16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોસ્ટ ઓફિસ RD પર 5.8% વ્યાજ મળી રહ્યું છે
 • RD સ્કીમમાં તમે મિનિમમ 100 રૂપિયાથી રોકાણ કરી શકો છો

જો તમારું રિકરિંગ ડિપોઝિટ (RD) અકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં છે તો હવે તમારે તેમાં પૈસા જમા કરાવવા માટે પોસ્ટ ઓફિસમાં જવું નહીં પડે. તમે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એપ્લિકેશન દ્વારા પોસ્ટ ઓફિસ RDમાં ઓનલાઇન પૈસા જમા કરાવી શકો છો. તમારા માસિક હપ્તા આ એપ્લિકેશન દ્વારા તમારા RD અકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે તમારે IPPB એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી જરૂરી છે.

એપથી પૈસા ડિપોઝિટ કરવાની પ્રોસેસ

 • તમારા બેંક અકાઉન્ટમાંથી IPPB અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો.
 • DOP પ્રોડક્ટ્સ પર જાઓ અને અહીં રિકરિંગ ડિપોઝિટ પસંદ કરો.
 • RD અકાઉન્ટ નંબર લખો અને પછી DOP કસ્ટમર ID.
 • ઇન્સ્ટોલેશન પિરિઅડ અને અમાઉન્ટ દાખલ કરો.
 • ત્યારબાદ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તમને IPPB એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલ પેમેન્ટ ટ્રાન્સફર માટે સૂચિત કરશે.
 • તમે ઈન્ડિયા પોસ્ટ દ્વારા ઓફર કરવામાં આવતી અન્ય સ્કીમ્સમાં પણ IPPB સેવિંગ અકાઉન્ટ સેવિંગ અકાઉન્ટના માધ્યમથી નિયમિત ચૂકવણી પણ કરી શકો છો.

RD શું છે?
RD મોટી બચત માટે મદદ કરી શકે છે. તમે તેનો ઉપયોગ પિગી બેંક તરીકે કરી શકો છો. અર્થાત તમે પગાર પછી દર મહિને તેમાં એક નિશ્ચિત રકમ જમા કરી શકો છો અને મેચ્યોર થવા પર તમારા હાથમાં મોડી રકમ હશે. પોસ્ટ ઓફિસ RD પર 5.8% વ્યાજ મળી રહ્યું છે

100 રૂપિયાથી રોકાણ કરી શકાય
આ RD સ્કીમમાં તમે દર મહિને મિનિમમ 100 રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે તેનાથી વધારે 10ના મલ્ટિપલમાં કોઈપણ રકમ જમા કરાવી શકો છો. મેક્સિમમ ડિપોઝિટની કોઈ મર્યાદા નથી.

IPPB 2018માં શરૂ થઈ હતી
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક 1 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી. IPPB 1.55 લાખ પોસ્ટ ઓફિસ અને દેશભરમાં 3 લાખ પોસ્ટલ કર્મચારીઓ દ્વારા સેવાઓ પૂરી પાડે છે. ગ્રામીણ વિસ્તારોમાં તેની 1.35 લાખ પોસ્ટ ઓફિસ આવેલી છે. IPPB અત્યારે 13 ભાષાઓમાં તેની સેવાઓ આપી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser