• Gujarati News
  • Utility
  • Investing In Voluntary Provident Fund Or PPF For Better Returns, Both Of These Schemes Have The Benefit Of Tax Exemption.

પર્સનલ ફાઈનાન્સ:વધુ સારા વળતર માટે વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ અથવા PPFમાં રોકાણ કરવું, આ બંને યોજનામાં ટેક્સ છૂટનો લાભ મળે છે

2 વર્ષ પહેલા
  • PPF અકાઉન્ટ પર 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે
  • VPFમાં 8.5 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે

ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમે કોઈ એવી જગ્યાએ રોકાણ કરવા માગો છો જ્યાં તમારા પૈસા પણ સુરક્ષિત રહે અને તમને ટેક્સ છૂટનો પણ લાભ મળે તો વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF) અથવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ કરી શકો છો. આ બંને યોજનાઓ વિશે જાણીને તમે તમારા હિસાબથી કોઈ પણ જગ્યાએ રોકાણ કરી શકો છો. 

વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF)થી સંબંધિત ખાસ બાબતો

  • EPFમાં બેસિક સેલરીના માત્ર 12% કોન્ટ્રીબ્યુટ કરવામાં આવી શકે છે, પરંતુ VPFમાં રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી. એટલે કે કર્મચારી પોતાની ઈનહેન્ડ સેલરીમાં ઘટાડો કરીને ભવિષ્ય નિધિમાં યોગદાન વધારે છે તો આ વિકલ્પને VPF કહેવામાં આવે છે. VPFમાં  8.5% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 
  • તે EPFનું જ એક્સટેંશન છે. તેના કારણે માત્ર નોકરી કરતા લોકો જ તેને ઓપન કરી શકે છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ તેનો લાભ નથી લઈ શકતા. તેમાં બેસિક સેલરીના 100 ટકા અને DA રોકાણ કરવામાં આવી શકે છે. VPFના વ્યાજ દર સરકાર દર નાણાકીય વર્ષમાં નક્કી કરે છે. 
  • તમારે તમારી કંપનીના એચઆર અથવા ફાઈનાન્સ ટીમનો સંપર્ક કરવાનો રહેશે અને VPFમાં કોન્ટ્રીબ્યુશનની રિક્વેસ્ટ કરવાની રહેશે. પ્રોસેસ થતાં જ તમારા EPF અકાઉન્ટ સાથે VPFને જોડી દેવામાં આવે. VPFનું અલગથી કોઈ અકાઉન્ટ ઓપન નથી થતું. 
  • VPFના યોગદાનમાં દર વર્ષે સુધારો કરી શકાય છે. જો કે, VPF અંતર્ગત એમ્પ્લોયર દ્વારા કર્મચારીની સમાન સ્તરે EPFમાં વધારે યોગદાન માટે કોઈ પ્રતિબંધ નથી.
  • જો તમે જોબ ચેન્જ કરો છો તો આ અકાઉન્ટને સરળતાથી ટ્રાન્સફર કરાવી શકો છો. તેના પર લોન પણ લઈ શકાય છે. બાળકોની એજ્યુકેશન, હોમ લોન, બાળકોના લગ્ન વગેરે માટે તેમાંથી લોન લઈ શકાય છે.
  • VPF અકાઉન્ટમાંથી રમકના આંશિક ઉપાડ માટે ખાતાધારકે 5 વર્ષ સુધી નોકરી કરવી જરૂરી છે, નહીં તો ટેક્સ કપાય જાય છે. VPFની સંપૂર્ણ રકમ માત્ર રિટાયરમેન્ટ પર જ ઉપાડી શકાય છે. જો તમે નોકરી બદલો છો તો VPF ફંડને પણ EPFની જેમ ટ્રાન્સફર કરી શકો છો. 
  • આ સ્કીમ સરકારની છે, એટલા માટે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેમાં વ્યાજ પણ વધારે મળે છે. તેમાં મળતા વ્યાજ પર ટેક્સ નથી આપવો પડતો. તમે 100 ટકા સુધી કોન્ટ્રીબ્યુશન તેમાં કરી શકો છો. 
  • VPF પર આવકવેરા કાયદાની કલમ 80C અંતર્ગત ટેક્સ ડિડક્શનનો ફાયદો મળે છે. EPFની જેમ જ VPF અકાઉન્ટમાં કરવામાં આવેલા રોકાણ પણ EEE કેટેગરીમાં આવે છે, એટલે કે રોકાણ, તેના પર મળતા વ્યાજ અને મેચ્યોરિટી પિરિઅડ પૂર્ણ થવા પર મળતા વ્યાજના પૈસા પણ ટેક્સ ફ્રી છે. 
  • ફાઈનાન્સ રૂલ ઓફ 72 અંતર્ગત જોવા જઈએ તો તેમાં પૈસા સાઢા 8 વર્ષ પહેલાં ડબલ થઈ જાય છે. VPFમાં અત્યારે 8.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. 72/8.5=8.47 વર્ષમાં પૈસા ડબલ થઈ જાય છે. 

PPF સંબંધિત ખાસ બાબતો

  • આ સ્કીમને બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કોઈપણ જગ્યાએ ખોલાવી શકાય છે. તે ઉપરાંત કોઈપણ બેંકમાં અથવા કોઈપણ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે.
  • તેને માત્ર 100 રૂપિયામાં ઓપન કરાવી શકાય છે, પરંતુ બાદમાં દર વર્ષે 500 રૂપિયા એક વખત જમા કરાવવા જરૂરી છે. આ અકાઉન્ટમાં દર વર્ષે વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા જ જમા કરી શકાય છે. 
  • આ સ્કીમ 15 વર્ષ માટે છે, જેમાંથી વચ્ચે રકમ ઉપાડી શકાય છે. પરંતુ 15 વર્ષ બાદ 5-5 વર્ષ સુધી લંબાવી શકાય છે.
  • તેને 15 વર્ષ પહેલા બંધ કરી શકાતું નથી, પરંતુ 3 વર્ષ પછી, આ ખાતાના બદલે લોન લઈ શકાય છે. જો કોઈ ઇચ્છે તો તે નિયમો હેઠળ 7મા વર્ષથી આ અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે. 
  • સરકાર દર ત્રણ મહિને વ્યાજ દરની સમીક્ષા કરે છે. આ વ્યાજ દર ઓછા હોય છે અથવા વધારે હોઈ શકે છે. અત્યારે આ અકાઉન્ટ પર 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે.
  • આ યોજનામાં રોકાણ દ્વારા 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ પર ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે. તેમાં કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકે છે. 
  • PPFમાં અત્યારે વાર્ષિક 7.1% વ્યાજ મળી રહ્યું છે ફાઈનાન્સના રૂલ ઓફ  72 અંતર્ગત જોવા જઈએ તો તેમાં પૈસા ડબલ થવામાં 10 વર્ષથી પણ વધારે સમય લાગશે. એટલે કે VPFમાં દોઢ વર્ષ પહેલા જ તમારા પૈસા ડબલ થઈ જશે. 

ક્યાં રોકાણ કરવું?
બંને જગ્યાએ રોકાણ કરીને ઈન્કમ ટેક્સથી બચી શકાય છે. તે ઉપરાંત બંનેની સ્કીમની પોતાની વિશેષતા અને ખામી છે. જો તમે નોકરી કરો છો તો  VPFમાં રોકાણ કરવું વધારે યોગ્ય રહેશે કેમ કે અહીં તમને PPF કરતા વધારે વ્યાજ મળશે. તેમજ જો તમારો પોતાનો વ્યવસાય છે તો તમે પોતાના દીકરા અથવા દીકરીના નામે રોકાણ કરવા માગો છો તો તમે PPFમાં રોકાણ કરી શકો છો. 

અન્ય સમાચારો પણ છે...