- Gujarati News
- Utility
- Investing In PPF, Kisan Vikas Patra, Monthly Income Scheme, ELSS Or FD Brings Good Returns Along With Tax Savings.
ઇન્વેસ્ટમેન્ટ:PPF, કિસાન વિકાસ પત્ર, મંથલી ઈન્કમ સ્કીમ, ELSS અથવા FDમાં રોકાણ કરવાથી ટેક્સ સેવિંગની સાથે સારું રિટર્ન પણ મળે છે
- PPF અકાઉન્ટ પર 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે
- DCB બેંક ટેક્સ સેવિંગ FD પર 6.95% વ્યાજ આપે છે
જો તમે અત્યારે એવી કોઈ જગ્યાએ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો જ્યાં રોકાણ કરીને તમને સારા રિટર્નની સાથે ઈન્કમ ટેક્સ છૂટનો પણ લાભ મળે તો એવી ઘણી યોજનાઓ છે, જ્યાં આ બંને ફાયદાઓ મળશે. તમે ટેક્સ સેવિંગ FD, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, કિસાન વિકાસ પત્ર, મંથલી ઈન્કમ સ્કીમ અથવા મ્યુચ્યુઅલ ફંડની ELSS કેટેગરીમાં રોકાણ કરી શકો છો. આજે અમે તમને આ પાંચ સ્કીમ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેથી તમે તમારા અનુસાર યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકો.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
- આ સ્કીમને બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કોઈપણ જગ્યાએ ખોલાવી શકાય છે. તે ઉપરાંત તેને કોઈપણ બેંકમાં અથવા કોઈપણ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે.
- તેને ઓપન માત્ર 100 રૂપિયાથી ઓપન કરી શકાય છે, પરંતુ બાદમાં દર વર્ષે 500 રૂપિયા એક વખત જમા કરાવવા જરૂરી છે. આ અકાઉન્ટમાં દર વર્ષે મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.
- આ યોજના 15 વર્ષ માટે છે. જેમાંથી પૈસા અધવચ્ચે ઉપાડી નથી શકાતા. પરંતુ 15 વર્ષ પછી આ યોજના 5-5 વર્ષ માટે લંબાવી શકાય છે.
- આ ખાતું 15 વર્ષ પહેલાં બંધ નહીં કરાવી શકાય. પરંતુ 3 વર્ષ પછી આ ખાતાં સામે લોન લઈ શકાય છે. જો કોઈ ઇચ્છે તો આ અકાઉન્ટના 7મા વર્ષથી નિયમો હેઠળ પૈસા ઉપાડી શકે છે.
- સરકાર દર ત્રણ મહિને વ્યાજ દરની સમીક્ષા કરે છે. આ વ્યાજ દર વધુ કે ઓછો થઈ શકે છે. અત્યારે આ ખાતાંમાં 7.1% વ્યાજ મળી રહ્યું છે.
- આ યોજનામાં રોકાણ દ્વારા રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ છૂટ 80C હેઠળ મેળવી શકાય છે.
- તેમાં કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે.
કિસાન વિકાસ પત્ર (KVP)
- કિસાન વિકાસ પત્ર (KVP) બચત સ્કીમમાં અત્યારે 6.9% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
- KVPમાં રોકાણની મહત્તમ મર્યાદા નથી. જો કે, તમારું મિનિમમ રોકાણ 1,000 રૂપિયા હોવું જોઈએ.
- રોકાણકારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી આવશ્યક છે. તેમાં સિંગલ અકાઉન્ટ સિવાય જોઇન્ટ અકાઉન્ટની સુવિધા પણ છે.
- સગીરને પણ આ સ્કીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ તે અકાઉન્ટ તેમના માતા-પિતાએ સંભાળવું પડશે.
- જો તમે તમારું રોકાણ ઉપાડવા માગતા હો તો તમારે ઓછામાં ઓછી 2.5 વર્ષ રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક ઇન પિરિઅડ રાખવામાં આવ્યો છે.
- આ અંતર્ગત જમા થયેલ રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ છૂટ મળે છે.
પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ
- પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવા પર 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે
- જો તમારું ખાતું સિંગલ હોય તો તમે 4.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. બીજીબાજુ, જો તમારું જોઇન્ટ અકાઉન્ટ હોય તો તેમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા થઈ શકે છે. મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષ છે.
- આ સ્કીમ હેઠળ વ્યાજ વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે, પરંતુ તેની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે.
- સગીરના નામે અને 3 પુખ્ત વયના લોકોના નામે જોઇન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.
- પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ અકાઉન્ટ ખોલવા માટે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો.
ટેક્સ સેવિગ FD
5 વર્ષની FDમાં રોકાણ કરવા પર ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે. આવી સ્થિતિમાં તમે તેમાં રોકાણ કરી શકો છો. જાણો કઈ બેંકમાં ટેક્સ સેવિંગ FD પર કેટલું વ્યાજ મળી રહ્યું છે.
બેંક | વ્યાજ દર |
DCB બેંક | 6.95% |
ઇન્ડસઇન્ડ બેંક | 6.75% |
RBL બેંક | 6.50% |
યસ બેંક | 6.00% |
SBI | 5.40% |
ICICI | 5.50% |
HDFC | 5.50% |
ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ યોજના (ELSS)
- દેશમાં 42 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે જે ટેક્સ બચત યોજનાઓ ચલાવે છે. દરેક કંપનીની પાસે ઈન્કમ ટેક્સ બચાવવા માટે ELSS છે. તેને ઓનલાઈન ઘરે બેઠા અથવા કોઈ એજન્ટ દ્વારા ખરીદી શકાય છે.
- તેમાં જો ઈન્કમ ટેક્સ બચાવવા માટે એક વખત રોકાણ કરો છો તો સામાન્ય રીતે ઓછામાં ઓછું 5000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને જો તમારે દર મહિને રોકાણ કરવું હોય તો સામાન્ય રીતે મહિનામાં ઓછામાં ઓછું 500 રૂપિયાનું રોકાણ શરૂ કરી શકાય છે. જો કે, તેમાં 1.5 લાખ રૂપિયાની મહત્તમ ટેક્સ છૂટ લઈ શકાય છે, પરંતુ વધારે રોકાણની કોઈ મર્યાદા નથી.
- આ ઈન્કમ ટેક્સ બચાવતી સ્કીમમાં રોકાણ 3 વર્ષ માટે લોકઈન રહે છે. ત્યારબાદ રોકાણકાર ઈચ્છે તો પૈસા ઉપાડી શકે છે. ત્રણ વર્ષ બાદ ઈચ્છો તો તમામ રકમ ઉપાડી શકાય છે અથવા જરૂરી હોય એટલા પૈસા ઉપાડી શકાય છે અને બાકીના પૈસા આ ELSSમાં રહેશે.
- તેમાં રોકાણ પર વ્યાજ દરની જગ્યાએ માર્કેટ લિંક રિટર્ન મળે છે. છેલ્લાં 10 વર્ષમાં ELSS મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીએ લગભગ 8.46 રિટર્ન આપ્યું છે.
આ ELSS ફંડે શાનદાર રિટર્ન આપ્યું
ફંડનું નામ | છેલ્લાં 1 વર્ષમાં રિટર્ન (%) | છેલ્લાં 3 વર્ષમાં રિટર્ન (%) | છેલ્લાં 5 વર્ષમાં રિટર્ન (%) | ગત 2019માં રિટર્ન (%) |
BOI AXA ટેક્સ એડ વોન્ટેજ ફંડ | 23.3 | 7.9 | 12.5 | 14.6 |
DSP બ્લેકરોક ટેક્સ સેવર ફંડ | 16.7 | 11.2 | 11.9 | 10.7 |
કેનરા રોબેકો ઇક્વિટી ટેક્સ સેવર | 6.1 | 5.2 | 11.3 | 14.8 |
મોતીલાલ ઓસવાલ લોન્ગ ટર્મ ઇક્વિટી ફંડ | 1.9 | 3.3 | 11.0 | 13.2 |
HDFC લોન્ગ ટર્મ એડ વોન્ટેજ ફંડ | 4.7 | 4.2 | 11.0 | 10.1 |