ટિપ્સ:PPF અને ડેટ ફંડમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે, કઈ સ્કીમમાં પૈસા રોકવાથી વધારે રિટર્ન મળશે જાણો

એક વર્ષ પહેલા
 • PPF અકાઉન્ટ પર 7.1% લેખે વ્યાજ આપવામાં આવી રહ્યું છે
 • ડેટ મ્યુચ્યુઅલ ફંડે ગયા વર્ષે 12% સુધીનું રિટર્ન આપ્યું છે

દરેક વ્યક્તિ રોકાણ માટે કોઈ એવી સ્કીમ શોધી રહી છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા પર સારું રિટર્ન મળે. જો તમે પણ આવી જ કોઈ સ્કીમ શોધી રહ્યા હો તો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અથવા ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. આજે અમે તમને આ બંને યોજનાઓ વિશે જણાવી રહ્યાં છીએ જેથી, તમે તેમાં રોકાણ કરીને વધુ નફો મેળવી શકો.

PPF સ્કીમ

 • આ યોજના હેઠળ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાય છે. આ સિવાય તેને કોઈપણ બેંક અથવા કોઈપણ પોસ્ટ ફિક્સમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે.
 • આ ખાતું ફક્ત 100 રૂપિયાથી જ ખોલાવી શકાય છે. પરંતુ પછી દર વર્ષે 500 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. આ ખાતામાં દર વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
 • આ યોજના 15 વર્ષ માટે છે. જેમાંથી પૈસા અધવચ્ચે ઉપાડી નથી શકાતા. પરંતુ 15 વર્ષ પછી આ યોજના 5-5 વર્ષ માટે લંબાવી શકાય છે.
 • આ ખાતું 15 વર્ષ પહેલાં બંધ નહીં કરાવી શકાય. પરંતુ 3 વર્ષ પછી આ ખાતાં સામે લોન લઈ શકાય છે. જો કોઈ ઇચ્છે તો આ અકાઉન્ટના 7મા વર્ષથી નિયમો હેઠળ પૈસા ઉપાડી શકે છે.
 • સરકાર દર ત્રણ મહિને વ્યાજ દરની સમીક્ષા કરે છે. આ વ્યાજ દર વધુ કે ઓછો થઈ શકે છે. અત્યારે આ ખાતાંમાં 7.1% વ્યાજ મળી રહ્યું છે.
 • આ યોજનામાં રોકાણ દ્વારા રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ છૂટ 80C હેઠળ મેળવી શકાય છે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડ

 • આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડ હેઠળ રોકાણની રકમનો 65% ભાગ ગવર્મેન્ટ બોન્ડ, કંપની બોન્ડ અને કોર્પોરેટ FDમાં રોકવામાં આવે છે.
 • 65% સિવાય બચેલાં નાણાં ઇક્વિટીમાં રોકવામાં આવે છે. ડેટ ફંડ્સના પૈસા ફિક્સ્ડ રિટર્ન આપતા બોન્ડમાં લગાવવામાં આવે છે. તેથી, તેમાં નુકસાનની સંભાવના ખૂબ ઓછી છે.
 • ડેટ ફંડને 3 વર્ષ પછી વિમોચન પર લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ (LTCG) લાગે છે. તેમજ, 3 વર્ષ પહેલાં ઉપાડવા પર શોર્ટ ટર્મ કેપિટલ નેન ટેક્સ (STCG) લાગે છે.
 • ઉદાહરણ તરીકે, જો કોઈએ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણ માટે 50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે. રોકાણકારના આવકવેરાના સ્લેબ મુજબ, શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ લગાવવામાં આવશે. 50 હજાર રૂપિયાની ટેક્સેબલ આવકમાં જોડવામાં આવશે અને તે પ્રમાણે ટેક્સ લગાવવામાં આવશે.
 • જો કોઈ રોકાણકાર 3 વર્ષના રોકાણ પછી પોતાના પૈસા ઉપાડે તો 20% લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ લગાવવામાં આવે છે, જેમાં ઇન્ડેક્સેશન પણ હોય છે. ઇન્જેક્સેશન તમારા રોકાણ પર ફુગાવાની અસરને દર્શાવવા મેળવેલા સંપૂર્ણ નફાનું મૂલ્ય ઘટાડે છે.
 • ટૂંકા ગાળાના નાણાકીય લક્ષ્યોને પહોંચી વળવા રોકાણકારો તેમાં રોકાણ કરી શકે છે. 5 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે તેમાં રોકાણ કરવું યોગ્ય છે. આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ શેર્સ કરતાં ઓછાં જોખમી છે.

રોકાણ કરવા માટે બેસ્ટ ડેટ ફંડ

ફંડનું નામછેલ્લાં 6 મહિનાનું રિટર્ન (%)છેલ્લાં 1 વર્ષનું રિટર્ન (%)છેલ્લાં 3 વર્ષનું રિટર્ન (%)2019નું રિટર્ન (%)
ICICI પ્રુડેન્શિયલ લોન્ગ ટર્મ પ્લાન5.712.39.010.2
આદિત્ય બિરલા સન લાઇફ કોર્પોરેટ બોન્ડ ફંડ6.311.89.39.6
HDFC કોર્પોરેટ બોન્ડ ફંડ6.011.59.210.3
HDFC બેંકિંગ એન્ડ PUS ડેટ ફંડ5.810.48.410.2
UTI બેંકિંગ એન્ડ PUS ડેટ ફંડ4.09.04.7-1
એક્સિસ ક્રેડિટ રિસ્ક ફંડ5.38.25.94.4
આદિત્ય બિરલા સન લાઇફ સેવિંગ ફંડ3.87.37.78.5

સંદર્ભઃ ફિનકેશ.કોમ

ક્યાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
જો તમે થોડું રિસ્ક લઈ શકતા હો તો તમારા માટે ડેટ ફંડ એક સારો વિકલ્પ હોઈ શકે છે. આમાં SIPના માધ્યમથી પૈસા રોકવા જોઇએ, જેમાં દર મહિને રોકાણ કરવામાં આવે છે. આનાથી રોકાણ પરનું જોખમ ઓછું થાય છે અને સારું રિટર્ન મળવાની શક્યતા પણ વધી જાય છે. બીજીબાજુ, જો તમે માર્કેટ રિસ્કથી દૂર રહેવા માગતા હો તો PPFમાં રોકાણ કરવું યોગ્ય રહેશે. આ સિવાય, જો તમે ટૂંકા સમય માટે રોકાણ કરો તો ડેટ ફંડ એક વધુ સારો વિકલ્પ છે કારણ કે, PPFમાં 15 વર્ષનો લોકઇન પિરિઅડ રહે છે.