તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Don't Stop Investing In Mutual Funds Due To Lack Of Money, Take Advantage Of 'Pause' Facility

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્સનલ ફાઈનાન્સ:પૈસાની તંગીના કારણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બંધ ન કરો, ‘પોઝ’ સુવિધાનો લાભ લો

2 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેના કારણે ઘણા લોકોની આવક પર અસર થઈ છે અને લોકો રોકાણ બંધ કરીને પોતાના પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ રોકવાનું વિચારી રહ્યા તો તેને બંધ કરવાને બદલે ‘પોઝ’ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો. તેનાથી તમારે 1થી 6 મહિના સુધી SIPમાં પૈસા જમા કરાવવાના નહીં રહે. મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ હાઉસ આ સુવિધા આપી રહ્યા છે.

‘પોઝ’ સુવિધા શું છે?
આ સુવિધા હેઠળ તમે થોડા સમય માટે રોકાણ કરવાનું બંધ કરી શકો છો. પહેલાં આ સુવિધા 1થી 3 મહિનાની હતી. પરંતુ હવે કેટલાક ફંડ હાઉસ 1થી 6 મહિના માટે આ સુવિધા આપી રહ્યા છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે જો તમે 6 મહિના માટે SIP ‘પોઝ’ કરશો તો 6 મહિના પછી SIP આપમેળે જ કપાઈ જશે. આ સુવિધા માટે કોઈ વધારાનું વ્યાજ ચૂકવવું પડશે નહીં.

મોટાભાગના ફંડ હાઉસ 6 મહિના માટે આ સુવિધા આપે છે
રૂંગટા સિક્યોરિટીઝમાં CFP અને પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ હર્ષવર્ધન રૂંગટાના જણાવ્યા પ્રમાણે, જો તમે પણ SIP ‘પોઝ’ની સુવિધા લેવા માગો છો તો અસેટ મેનેજમેન્ટ કંપનીને મેઈલ અથવા ફોન દ્વારા તેની જાણકારી આપવી પડશે.

જો કંપની 1થી 6 મહિના માટે આ સુવિધા આપી રહી છે તો તમે ઓછામાં ઓછા 1 મહિના અને વધુમાં વધુ 6 મહિના માટે જ SIP પોઝ કરી શકો છો. મેઈલમાં તમારે તમારા ફોલિયો નંબરની જાણકારી આપવી પડશે. ત્યારબાદ કંપની તમને આ સુવિધા આપશે. ‘પોઝ’ પિરિઅડ પૂરો થયા બાદ ફરીથી તમારા હપ્તા કટ થવા લાગશે. કોઈપણ વ્યક્તિ તેનો લાભ લઈ શકે છે.

રોકાણ બંધ કરવું યોગ્ય નથી
SIP બંધ ન કરવી જોઇએ કારણ કે, આગામી દિવસોમાં બજારમાં સુધારો થવાની અપેક્ષા છે. જો તમે હવે આ સુવિધાનો લાભ લો તો તમારે 3થી 6 મહિના સુધી SIPમાં પૈસા આપવાની જરૂર રહેશે નહીં. જો તમને લાગે કે ‘પોઝ’ પિરિઅડ પછી માર્કેટના સેન્ટિમેન્ટ્સ સુધરી રહ્યા છે તો ત્યારબાદ તમે SIP ચાલુ રાખી શકો છો. જો બજારમાં બધુ બરાબર ન લાગતું હોય તો તમે આ ઇન્વેસ્ટમેન્ટ બંધ કરાવી શકો છો.

હર્ષવર્ધન રૂંગટાના જણાવ્યા પ્રમાણે, જો તમે પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છો તો તમે મ્યુચ્યુઅલ ફંડ હાઉસને કહીને નવા રોકાણ (SIP)ને બંધ કરી શકો છો. તેનાથી તમારું નવું રોકાણ નહીં થાય અને તમારા જૂના રોકાણ પર રિટર્ન મળતું રહેશે. ​​​​​​​

કયા ફંડ હાઉસ આ સુવિધા આપી રહ્યા છે

ફંડ હાઉસકેટલા મહિના માટે સુવિધા મળશે
બરોડા મ્યુચ્યુઅલ ફંડ3 થી 6 મહિના સુધી
BNP પરીબાસ મ્યુચ્યુઅલ ફંડ3 થી 6 મહિના સુધી
ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ1 થી 6 મહિના સુધી
LIC મ્યુચ્યુઅલ ફંડ1 થી 6 મહિના સુધી
મીરા એસેટ મ્યુચ્યુઅલ ફંડ3 થી 6 મહિના સુધી
નિપ્પોન ઇન્ડિયા મીરા એસેટ મ્યુચ્યુઅલ ફંડ1 થી 6 મહિના સુધી
પ્રિન્સિપાલ મ્યુચ્યુઅલ ફંડ1 થી 6 મહિના સુધી
UTI મ્યુચ્યુઅલ ફંડ1 થી 6 મહિના સુધી
એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ3 મહિના
એડલવાઈઝ મ્યુચ્યુઅલ ફંડ3 થી 6 મહિના સુધી
કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ1 થી 6 મહિના સુધી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો