તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Investing In A Monthly Income Scheme In The Name Of The Children Can Cover Other Expenses Including School And Tuition Fees.

સુરક્ષિત રોકાણ:બાળકોના નામ પર મંથલી ઈનકમ સ્કીમમાં રોકાણ કરવાથી સ્કૂલ અને ટ્યુશન ફી સહિત અન્ય ખર્ચા કવર કરી શકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સ્કીમ હેઠળ 6.66% વ્યાજ મળે છે
  • સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો છે

જો તમે હાલ પોતાના બાળકો માટે ક્યાંક ઈન્વેસ્ટ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો કે જ્યાં તમારા બાળકના મંથલી ખર્ચ જેમ કે સ્કૂલ અને ટ્યુશન ફી સહિત અન્ય ખર્ચ કવર થઈ જાય તો તમે પોસ્ટ ઓફિસની મંથલી ઇનકમ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમની સૌથી સારી વાત એ છે કે તેમાં તમે બાળકના નામે અકાઉન્ટ ખોલાવી શકો છો. નિયમ પ્રમાણે, જો બાળકની ઉંમર 10 વર્ષથી ઓછી છે તો તેના માતા-પિતા તરફથી ખાતું ખોલાવી શકાય છે. 10 વર્ષ થતા બાળક પોતાનું અકાઉન્ટ જાતે હેન્ડલ કરી શકે છે.

મંથલી ઈનકમ સ્કીમ શું છે?
આ એક પ્રકારની પેન્શન સ્કીમ છે, તેમાં તમે અમુક રકમ જમા કરીને મંથલી ઇનકમ ભેગી કરી શકો છો. ખાસ વાત એ છે કે, સ્કીમ પૂરી થયા પછી તમે રૂપિયા પરત લઈ શકો છો. આ સ્કીમ હેઠળ 6.66% વ્યાજ મળી રહ્યું છે.

9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો
આ સ્કીમ હેઠળ મિનિમમ 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો. જો તમારું અકાઉન્ટ સિંગલ હોય તો મેક્સિમમ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જોઈન્ટ અકાઉન્ટ હોય તો તેમાં મેક્સિમમ 9 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.

દર મહીને બાળકોને 5 હજાર રૂપિયા મળશે
આ યોજના હેઠળ જો તમે 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને વાર્ષિક 6.66% વ્યાજ પ્રમાણે 29,700 રૂપિયાનું વ્યાજ મળશે. જો તમે જોઈન્ટ અકાઉન્ટ હેઠળ 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો વર્ષે 59,400 રૂપિયાનું વ્યાજ મળશે. 12 મહિનાની ગણતરીએ દર મહીને 4,950 રૂપિયાનું રીટર્ન મળશે.

5 વર્ષનો મેચ્યોરિટી પીરિયડ
મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો છે. સ્કીમ હેઠળ દર 5 વર્ષ પછી અકાઉન્ટનો સમયગાળો વધારી શકાય છે. જો તમે મેચ્યોરિટી પીરિયડ પહેલાં રૂપિયા ઉપાડવા ઈચ્છો છો તો રોકાણ કર્યાને એક વર્ષ પછી પૈસા ઉપાડી શકો છો. જો કે, આમ કરવા પર તમારી જમા રકમ પર 2% ફી વસૂલવામાં આવશે અને 3 વર્ષ પછી પૈસા ઉપાડો છો તો 1% ફી વસૂલવામાં આવશે.

બાળકોના નામ પરથી અકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકાય?
પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ ખાતું ખોલાવવા માટે તમે નજીકની પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરી શકો છો. અહીં મંથલી ઈનકમ સ્કીમ માટે એક ફોર્મ ભરવાનું રહેશે. એ પછી તમારું ખાતું ચાલુ થઈ જશે. આ માટે આધાર નંબર હોવો જરૂરી છે.