ફાઈનાન્શિયલ ગોલને પૂરો કરવા માટે યોગ્ય જગ્યાએ રોકાણ જરૂરી હોય છે. પરંતુ ઘણી વખતે વધતી મોંઘવારીને નજર અંદાજ કરીને તમે પૈસાનું રોકાણ એવી જગ્યા કરો છો જ્યાંથી નેગેટિવ રિટર્ન મળે છે. તેની સીધી અસર ફાઈનાન્શિયલ ગોલ પર પડે છે. આવી સ્થિતિમાં ફાઈનાન્શિયલ પ્લાનરની સલાહ માનીને રોકાણકારોએ પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
નેગેટિવ રિટર્ન શું છે? અને તેનાથી કેવી રીતે બચી શકાય છે જાણો...
સૌથી પહેલા સમજો નેગેટિવ રિટર્ન શું હોય છે?
જ્યારે તમને તમારા રોકાણ પર મોંઘવારી દરની તુલનામાં ઓછું રિટર્ન મળે છે તો તેને નેગેટિવ રિટર્ન કહેવામાં આવે છે. ધારો કે, તમે કોઈ બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવી છે જેના પર તમને 5% વાર્ષિક રિટર્ન મળી રહ્યું છે પરંતુ રિટેલ મોંઘવારી દર 6%ની આસપાસ છે. એટલે કે મોંઘવારી દરની તુલનામાં તમને તમારા રોકાણ પર 1% ઓછું રિટર્ન મળી રહ્યું છે.
નેગેટિવ રિટર્નથી પૈસાની વેલ્યુ ઘટી જાય છે
ધારો કે, તમે ક્યાંક 100 રૂપિયાનું રોકાણ કર્યું છે જ્યાંથી તમને 5% રિટર્ન મળે છે. આવી સ્થિતિમાં જો મોંઘવારી દર 6%થી વધારે છે તો તમારા પૈસાની વેલ્યુ વાર્ષિક રીતે 1% ઘટી જશે. એટલે કે તમારા 100 રૂપિયાની વેલ્યુ 99 રૂપિયા થઈ જશે.
ઉદાહરણથી સમજોઃ અત્યારે મોંઘવારી દર 6% ની આસપાસ છે. એટલે કે જે વસ્તુ અત્યારે 100 રૂપિયાની છે તે 1 વર્ષ બાદ 106 રૂપિયાની થઈ જશે. જો તમને રોકાણ પર 5% રિટર્ન મળે છે તો તમારા 100 રૂપિયા 1 વર્ષ બાદ 105 રૂપિયા થઈ જશે. એટલે કે તમે નુકસાનમાં રહેશો.
રૂલ ઓફ 70 તમને નેગેટિવ રિટર્નથી બચાવવામાં મદદ કરશે
આ નિયમના અનુસાર, 70ને વર્તમાન મોંઘવારી દરથી ભાગાકાર કરીને એ જાણી શકાય છે કે તમારા રોકાણનું મૂલ્ય કેટલી ઝડપથી ઘટીને અડધું થઈ ગયું. ઉદાહરણ માટે, જેમ કે અત્યારે મોંઘવારી દર 6 ટકા છે તો તમારા પૈસાનું મૂલ્ય લગભગ સાઢા 11માં ઘટીને અડધું થઈ જશે. એટલે કે જો તમે તમારા 100 રૂપિયાની વેલ્યુ 100 રૂપિયા જ જાળવી રાખવા માગો છો તો તમારે એવી જગ્યાએ રોકાણ કરવું પડશે જ્યાંથી તમને વાર્ષિક 6% રિટર્ન મળે.
નેગેટિવ રિટર્નથી બચવા માટે ક્યાં રોકાણ કરવું?
બેંક અને પોસ્ટ ઓફિસની એવી ઘણી સ્કિમ છે, જેમાં 6% થી વધારે રિટર્ન મળી રહ્યું છે. તેમાં PPF,નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને કિસાન વિકાસ પત્ર સહિત અન્ય સ્કિમ્સ સામેલ છે. તે સિવાય જો તમે થોડું રિસ્ક લઈ શકો છો તો મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ અથવા સ્ટોક માર્કેટમાં પણ રોકાણ કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.