• Gujarati News
  • Utility
  • Invest Rs 100 Per Day In A Recurring Deposit Scheme And Raise A Fund Of ₹ 5 Lakh, Earning Interest At 5.8%

રોકાણ:રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરો અને ₹5 લાખનું ફંડ ભેગું કરો, 5.8% લેખે વ્યાજ મળશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RD સ્કીમમાં દર મહિને તમે મિનિમમ 100 રૂપિયાનું રોકાણ કરી શકો છો
  • પોસ્ટ ઓફિસ RD પર 5.8% વ્યાજ આપે છે

ઓછો પગાર હોય એવી વ્યક્તિ માટે મોટું ફંડ ભેગું કરવું સરળ નથી હોતું. પરંતુ પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ આ કાર્યને વધુ સરળ બનાવી શકે છે. આ યોજના હેઠળ તમે નાની બચત કરીને પણ મોટી રકમ ભેગી કરી શકો છો. દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરીને તમે 4.86 લાખ રૂપિયાનું ફંડ ઊભું કરી શકશો.

RD શું છે?
RD મોટી બચત માટે મદદ કરી શકે છે. તમે તેનો ઉપયોગ પિગી બેંક તરીકે કરી શકો છો. અર્થાત તમે પગાર પછી દર મહિને તેમાં એક નિશ્ચિત રકમ જમા કરી શકો છો અને મેચ્યોર થવા પર તમારા હાથમાં મોડી રકમ હશે.

બાળકના નામે કેવી રીતે અકાઉન્ટ ખોલાવી શકાય છે?
જો તમારું બાળક 10 વર્ષથી નાનું છે તો તમે તેની તરફથી RD અકાઉન્ટ ખોલાવી શકો છો, પરંતુ તેનું સંચાલન તમારે કરવું પડશે. જો તમારું બાળક 10 વર્ષથી મોટું છે તો તમારું બાળક જાતે પોતાનું અકાઉન્ટ ઓપરેટ કરી શકે છે.

100 રૂપિયાથી રોકાણ કરી શકાય
આ RD સ્કીમમાં તમે દર મહિને મિનિમમ 100 રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે તેનાથી વધારે 10ના મલ્ટિપલમાં કોઈપણ રકમ જમા કરાવી શકો છો. મેક્સિમમ ડિપોઝિટની કોઈ મર્યાદા નથી.

ક્યાં ખોલાવી શકાય છે RD અકાઉન્ટ?
RD એક પ્રકારની સ્મોલ સેવિંગ સ્કીમ છે. કોઈપણ વ્યક્તિ પોસ્ટ ઓફિસ ઉપરાંત બેંકોમાં પણ અકાઉન્ટ ખોલાવી શકે છે. પોસ્ટ ઓફિસ RDનો સમયગાળો 5 વર્ષનો છે. જ્યારે બેંકમાં તમે 6 મહિનાથી લઈને 10 વર્ષ સુધી તેમાં રોકાણ કરી શકો છો.

પોસ્ટ ઓફિસમાં RD પર 5.8% વ્યાજ મળી રહ્યું છે
ઈન્ડિયા પોસ્ટની RDમાં 5.8 ટકા વ્યાજ મળે છે. તમે તેના માટે દર મહિને 3000 રૂપિયા એટલે કે દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને કેટલા વર્ષ બાદ કેટલા પૈસા મળશે.

દર મહિને રોકાણ5 વર્ષ પછી કેટલું રિટર્ન મળશે10 વર્ષ પછી કેટલું રિટર્ન મળશે
1000 રૂ.69 હજાર રૂ.1.61 લાખ રૂ.
3000 રૂ.2.08 લાખ રૂ.4.86 લાખ રૂ.
5000 રૂ.3.47 લાખ રૂ.8.09 લાખ રૂ.

નોંધઃ- આ ગણતરી આશરે અંદાજથી આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસ દર 3 મહિને RD પર મળતા વ્યાજની સમીક્ષા કરે છે.