• Gujarati News
  • Utility
  • Invest Only Rs 95 Per Day In Rural Postal Life Insurance Scheme, Get Rs 14 Lakh On Maturity

પોસ્ટ ઓફિસની યોજના:રૂરલ પોસ્ટલ લાઇફ ઈન્શ્યોરન્સ સ્કીમમાં દરરોજ માત્ર 95 રૂપિયાનું રોકાણ કરો, મેચ્યોરિટી થવા પર 14 લાખ રૂપિયા મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ સ્કીમ અંતર્ગત પોસ્ટ ઓફિસ 6 વિવિધ વીમા યોજનાઓ રજૂ કરે છે
  • 5 વર્ષની પોલિસીમાં 6 વર્ષ, 9 વર્ષ અને 12 વર્ષ પૂરા થયા બાદ 20-20 ટકા મની બેક મળે છે

પોસ્ટ ઓફિસમાં ઘણી જીવન વીમા યોજનાઓ છે અને તેમાંથી એક સ્કીમ છે ગ્રામ સુમંગલ રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ સ્કીમ . આ એક એન્ડોવમેન્ટ સ્કીમ છે, જે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને મનીબેકની સાથે ઈન્શ્યોરન્સ કવર પણ આપે છે. આ સ્કીમ અંતર્ગત બે પ્રકારના પ્લાન આવે છે.

આ યોજનાનો બીજો ફાયદો એ છે કે જો તમે તેમાં ફક્ત 95 રૂપિયામાં દરરોજનું રોકાણ કરો છો, તો તમે આ સ્કીમના અંત સુધી 14 લાખ રૂપિયા મેળવી શકો છો. રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ સ્કીમની શરૂઆત 1995માં થઈ હતી. આ સ્કીમ અંતર્ગત પોસ્ટ ઓફિસ 6 વિવિધ વીમા યોજનાઓ રજૂ કરે છે. તેમાંથી એક છે ગ્રામ સુમંગલ.

શું છે ગ્રામ સુમંગલ સ્કીમ
આ પોલિસી તે લોકો માટે ફાયદાકારક છે જેમને સમયાંતરે પૈસાની જરૂર પડે છે. મનીબેક ઈન્શ્યોરન્સ પોલિસી ગ્રામ સુમંગલ યોજનામાં મહત્તમ 10 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ મળે છે. પોલિસી લીધા પછી જો વ્યક્તિ પોલિસીના સમયગાળા દરમિયાન મૃત્યુ પામતો નથી, તો તેને મનીબેકનો ફાયદો નથી મળતો. વ્યક્તિનું મૃત્યુ થવાના કિસ્સામાં નોમિને સમ અશ્યોર્ડની સાથે બોનસની રકમ પણ આપવામાં આવે છે. ​​​​​​​

કોણ પોલિસી લઈ શકે છે
પોલિસી સુમંગલ સ્કીમ બે સમયગાળા માટે ઉપલબ્ધ છે. તેમાં 15 વર્ષ અને 20 વર્ષ સામેલ છે. આ પોલિસી માટે લઘુત્તમ વય 19 વર્ષ હોવી જોઈએ. મહત્તમ 45 વર્ષની વ્યક્તિ 15 વર્ષની અવધિ માટે આ સ્કીમને લઈ શકે છે. 20 વર્ષ માટે આ પોલિસી 40 વર્ષની વ્યક્તિ જ લઈ શકે છે.

મનીબેકનો નિયમ
15 વર્ષની પોલિસીમાં 6 વર્ષ, 9 વર્ષ અને 12 વર્ષ પૂરા થયા બાદ 20-20 ટકા મની બેક મળે છે. તેમજ મેચ્યોરિટી પર બોનસ સહિત બાકીના 40 ટકા પૈસા આપવામાં આવશે. આવી જ રીતે 20 વર્ષની પોલિસીમાં 8 વર્ષ, 12 વર્ષ અને 16 વર્ષની અવધિ પર 20-20 ટકા પૈસા મળે છે. બાકીના 40 ટકા પૈસા બોનસની સાથે મેચ્યોરિટી પર આપવામાં આવશે.

માત્ર 95 રૂપિયા દરરોજનું પ્રીમિયમ
પ્રીમિયમની વાત કરીએ તો જો 25 વર્ષની વ્યક્તિ 7 લાખ રૂપિયાના સમ એશ્યોર્ડની સાથે આ પોલિસીને 20 વર્ષ માટે લે છે તો તેને દર મહિને 2853 રૂપિયાનું પ્રીમિયમ આપવું પડશે, એટલે કે દરરોજના હિસાબથી લગભગ 95 રૂપિયા હશે. ત્રિમાસિક પ્રીમિયમ 8449 રૂપિયા હશે, છ માસિક પ્રીમિયમ 16715 રૂપિયા અને વાર્ષિક પ્રીમિયમ 32735 રૂપિયા હશે.

આવી રીતે 14 લાખ રૂપિયા મળશે
પોલિસીમાં 8મા, 12મા, અને 16મા વર્ષમાં 20-20 ટકાના હિસાબથી 1.4-1.4 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. અંતમાં 20મા વર્ષમાં 2.8 લાખ રૂપિયા સમ એશ્યોર્ડ તરીકે પણ મળશે. જ્યારે પ્રતિ હજાર વાર્ષિક બોનસ 48 રૂપિયા છે, 7 લાખ રૂપિયાના સમ એશ્યોર્ડ પર વાર્ષિક બોનસ 33600 રૂપિયા થશે. એટલે કે સંપૂર્ણ પોલિસીની અવધિ એટલે કે 20 વર્ષમાં બોનસ 6.72 લાખ રૂપિયા હશે. 20 વર્ષમાં કુલ 13.72 લાખ રૂપિયાનો ફાયદો થશે. તેમાં મની બેક તરીકે 4.2 લાખ રૂપિયા પહેલાથી જ મળશે અને મેચ્યોરિટી પર એક સાથે 9.52 લાખ રૂપિયા આપવામાં આવશે.