કન્યાદાન યોજના / માત્ર 121 રૂપિયાથી આ યોજનામાં રોકાણ કરો, દીકરીના લગ્ન સમયે 27 લાખ રૂપિયા મળશે

Invest in this scheme only from 121 rupees, get 27 lakh rupees for daughter's wedding

Divyabhaskar.com

Jun 07, 2019, 03:10 PM IST

યુટિલિટી ડેસ્કઃ સામાન્ય રીતે લોકોને પોતાની દીકરીના લગ્નની ચિંતા રહેતી હોય છે. જો તમે પણ અત્યારથી તમારી દીકરીના લગ્ન વિશે વિચારવા લાગ્યા હો તો હવે ચિંતા કરવાનું છોડી દો. દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઇફ ઈન્શ્યોરન્સ કંપની (LIC)એ ખાસ સ્કીમ કાઢી છે. જો તમે આ યોજનામાં દરરોજ ફક્ત રૂ. 121 જમા કરશો તો 25 વર્ષ પછી તમને રૂ. 27 લાખ મળશે.


આ છે LICની સ્કીમ
LICએ કન્યદાન યોજના નામની એક ખાસ પોલિસી કાઢી છે. આ યોજનામાં પ્રતિ દિવસ 121 રૂપિયા દરરોજના હિસાબે આશરે 3600 રૂપિયાનાં માસિક પ્રીમિયમ પર આ પ્લાન મળી શકે છે. પરંતુ જો કોઈ આનાથી વધારે કે ઓછું પ્રીમિયમ આપવા પણ માગે તો પણ આ પ્લાન મળી શકે છે. આ ફાયદા પ્રમાણે તેનું પ્રીમિયમ પણ વધી અથવા ઘટી શકે છે.


દુર્ઘટના થાય તો દર વર્ષે પૈસા મળશે અને પ્રીમિયમ પણ નહીં ભરવું પડે
આ ઉપરાંત જો તમે પોલિસી લીધા બાદ મરી જાઓ તો પરિવારે આ પોલિસીનું પ્રીમિયમ ભરવાનું નહીં રહે અને દર વર્ષે પરિવારને 1 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. આ ઉપરાંત, 25 વર્ષ પૂરાં થયા પછી પોલિસીનાં નોમિનીને 27 લખ રૂપિયા અલગથી મળશે. પિતાનું મૃત્યુ થવા પર પરિવારને તરત 10 લાખ રૂપિયા મળી જશે. તેમજ જો પિતાનું મૃત્યુ અકસ્માતમાં થયું તો 20 લાખ રૂપિયા મળશે.


કઈ ઉંમરે આ પોલિસી મળશે?
કન્યદાન યોજના પોલિસી લેવા માટે ગ્રાહકની લઘુતમ ઉંમર 30 વર્ષ અને દીકરીની ઉંમર 1 વર્ષ હોવી જોઇએ. આ યોજના 25 વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. પરંતુ પ્રીમિયમ ફક્ત 22 વર્ષ માટે જ આપવાનું રહેશે. પરંતુ તમારી અને દીકરીની અલગ-અલગ ઉંમર પ્રમાણે પણ આ પોલિસી મળતી રહે છે. પુત્રીની ઉંમર અનુસાર આ પોલિસીની સમય મર્યાદા ઘટી પણ શકે છે.

X
Invest in this scheme only from 121 rupees, get 27 lakh rupees for daughter's wedding
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી