તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Invest In These 6 Post Office Schemes Including Sukanya Samrudhi And PPF And Get Higher Interest Than Bank FD

રોકાણ:સુકન્યા સમૃદ્ધિ અને PPF સહિત પોસ્ટ ઓફિસની આ 6 સ્કીમ્સમાં રોકાણ કરો અને બેંક FD કરતાં વધારે વ્યાજ મેળવો

દિલ્હી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર 7.4% વ્યાજ મળી રહ્યું છે
  • PPF અકાઉન્ટ પર 7.1% વ્યાજ મળી રહ્યું છે

તાજેતરમાં જ SBI, HDFC અને બેંક ઓફ બરોડા સહિતની ઘણી બેંકોએ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ ઘટાડ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે એવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા હો જ્યાં તમને વધારે વ્યાજ મળે અને તમારા પૈસા પણ સલામત હોય તો તમે પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરી શકો છો. અહીં તમને પોસ્ટ ઓફિસની આવી 8 સ્કીમ વિશે જણાવવામાં આવ્યું જેમાં રોકાણ કરવાથી તમને બેંક FD કરતાં વધારે વ્યાજ મળશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના
આ અંતર્ગત બાળકીના જન્મ પછી 10 વર્ષની વયે અકાઉન્ટ ખોલાવી શકાય છે. તમે આ ખાતું ફક્ત 250 રૂપિયામાં ખોલી શકો છો. તેમાં વાર્ષિક 7.6%ના દરે વ્યાજ ચૂકવે છે, જે ફિક્સ ડિપોઝિટ કરતાં ઘણું વધારે છે. ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. આ યોજનામાં રોકાણ કરવાથી 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મેળવી શકે છે. આ અકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંકની અધિકૃત શાખામાં ખોલાવી શકાય છે.

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ
આ યોજનામાં વાર્ષિક 7.4%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો વ્યાજની રકમ વાર્ષિક 10,000 રૂપિયાથી વધુ હોય તો સોર્સ પર ટીડીએસ કાપવામાં આવે છે. આ યોજના હેઠળ રોકાણ કરવા પર ઇન્કમ ટેક્સ કાયદા, 1961ની કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ મળે છે. 60 વર્ષ કે તેથી વધુ વય પછી આ અકાઉન્ટ ખોલાવી શકાય છે. તેમજ, VRS લેતી વ્યક્તિ જેની ઉંમર 55 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તે પણ આ અકાઉન્ટ ખોલાવી શકે છે. આ યોજના અંતર્ગત 5 વર્ષ સુધી નાણાંનું રોકાણ કરી શકાય છે. મેચ્યોરિટી પછી આ સ્કીમ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. આ યોજના હેઠળ તમે વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.

પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતાંમાં ડિપોઝિટ પર 7.1% વ્યાજ મળી રહ્યું છે. ડિપોઝિટ પરના વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે, જેનો અર્થ છે કે તે દર વર્ષે મૂળ ધનમાં ઉમેરવામાં આવે છે. PPF આવકવેરાની EEE કેટેગરી હેઠળ આવે છે. આનો અર્થ છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન, મેચ્યોરિટી રકમ અને વ્યાજથી થતી આવકમાંથી ટેક્સ છૂટ મળે છે. આ અકાઉન્ટ 15 વર્ષ માટે ખોલાવી શકાય છે, જેને આગળ 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. PPFમાં ન્યૂનતમ 500 રૂપિયા સાથે ખાતું ખોલાવી શકાય છે. ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે, જ્યારે તમે એક વર્ષમાં એક એકાઉન્ટમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા રોકાણ કરી શકો છો.

કિસાન વિકાસ પત્ર (KVP)
કિસાન વિકાસ પત્ર (KVP) સેવિંગ સ્કીમમાં અત્યારે 6.9% વ્યાજ મળે છે. KVPમાં રોકાણ કરવાની મહત્તમ મર્યાદા નથી. જો કે, તમારું લઘુતમ રોકાણ 1,000 રૂપિયા હોવું જોઈએ. આમાં, રોકાણકારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી આવશ્યક છે. તેમાં સિંગલ અકાઉન્ટ સિવાય જોઇન્ટ અકાઉન્ટ ખોલવાની સુવિધા પણ છે. સગીરને પણ આ યોજનામાં સામેલ કરી શકાય છે. પરંતુ તે અકાઉન્ટ તેના માતા-પિતાએ સંભાળવું પડશે. જો તમે તમારું રોકાણ પાછું ખેંચવા માગતા હો તો તમારે ઓછામાં ઓછી 2.5 વર્ષ રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોકઇન પિરિઅડ હોય છે. આ અંતર્ગત જમા થયેલ રકમ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ છૂટ મળે છે.

પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણકારોને હાલમાં વાર્ષિક ધોરણે 6.8% વ્યાજ મળી રહ્યું છે. આમાં વાર્ષિક ધોરણે વ્યાજની ગણતરી કરવામાં આવે છે, પરંતુ વ્યાજની રકમ રોકાણનો સમયગાળો પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે. NSCમાં જમા કરાયેલ રકમ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટ મેળવે છે. NSC ખાતું ખોલાવવા માટે તમારે ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમે NSCમાં કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો. રોકાણની મહત્તમ મર્યાદા નથી.

પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ
તે એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) છે. તેમાં નિશ્ચિત સમયગાળા માટે એક મોટી રકમ જમા કરાવીને તમે નિશ્ચિત રિટર્ન અને વ્યાજની ચૂકવણીનો લાભ લઈ શકો છો. પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે 5.5%થી 6.7% વ્યાજ દર આપે છે. ઈન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર, કોઈપણ વ્યક્તિ 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ હેઠળ રોકાણ કરવા માટે આવકવેરા કાયદા, 1961ની કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો ફાયદો મેળવી શકે છે. તેમાં ઓછામાં ઓછું 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. રોકાણની મહત્તમ મર્યાદા નથી.

અન્ય સમાચારો પણ છે...