રોકાણ / બજારની હાલની પરિસ્થિતિમાં કંપનીની નાણાકીય મજબૂતી જોયા બાદ રોકાણ કરો

Invest in the current market situation after seeing the financial strength of the company

Divyabhaskar.com

Aug 09, 2019, 06:32 PM IST

યુટિલિટી ડેસ્ક: 5 જુલાઈએ બજેટ રજૂ થયા બાદ શેરબજાર ગગડી રહ્યુ છે. તેના મુખ્ય 2 કારણ છે. પ્રથમ, કંપનીઓ માટે ન્યૂનતમ પબ્લિક શેરહોલ્ડિંગનું પ્રાવધાન અને બીજું વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) પર સરચાર્જનો ઉમેરો કરવો. તેના કારણે બજારમાં વેચાણ કરવા માટેનું વાતાવરણ સર્જાયું છે. નિફટી વર્ષ 2019માં હાંસિલ કરેલાં તેના વધારાને ખોઈ ચૂકી છે. 7 ઓગસ્ટે નિફટી 10,855.50 પર બંધ થયું છે, જ્યારે 31 ડિસેમ્બર 2018ના રોજ તે 10,862.55 પર બંધ થયું હતું.

રોકાણ પર જોખમ
હાલની આર્થિક મંદી, કંપનીઓની મામુલી આવક અને શેરબજારની પરિસ્થિતિ જોઈને રોકાણકારો ચેતી ગયા છે. જયાં સુધી કંપનીઓની આવકમાં સુધારાના અર્થપૂર્ણ સંકેત ન મળે ત્યાં સુધી બજારની પરિસ્થિતિ થોડી નબળી જોવા મળે તેવી સંભાવના છે. જોકે અન્ય ઘટનાક્રમ પણ દેશના શેર બજારોને અસર કરે છે. રિઝર્વ બેંકે બુધવારે સતત ચોથી વખત રેપો રેટમાં ઘટાડાનું એલાન કર્યું છે.

એફપીઆઈ પર સરચાર્જ અને લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ પાછી ખેંચવાની સંભાવનાથી ગુરુવારે સેન્સેક્સમાં ઉછાળો આવ્યો હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોથી મળતી વિપરીત ખબરો બજારને અસર પહોંચાડે છે. ટ્રેડ વોરના લીધે રોકાણકારો શેરમાં રોકાણ કરવાનું જોખમ ઉઠાવા માગતા નથી. ઉપરાંત તેઓ સોનામાં અને બોન્ડ જેવા વિકલ્પોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.

દુનિયાભરના બજારોમાં સ્થિરતા જરૂરી
મોંઘવારી દર નિયંત્રણમાં છે, પરંતુ ઔદ્યોગિક ઉત્પાદનો વધવાની ગતિમાં ઘટાડો આવ્યો છે. આર્થિક મંદીથી એફએમસીજી કંપનીઓ, વાહન પરિવહન, કાપડ ઉદ્યોગના કારોબાર પર અસર પડી છે. બજાર અત્યારે પૈસાની ખોટ, નેગેટિવ સેન્ટિમેન્ટ અને ભયભીત વૈશ્વિક ઘટનાક્રમથી પસાર થઇ રહ્યું છે. જો આ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી તો, બજારમાં ઘટાડાનો દર વધતો જશે. આવી પરિસ્થિતિમાં જો બજારમાં સ્થિરતા આવી જાય તો, દુનિયાના બજારોમાં સ્થિરતા આવી શકે છે.

અમેરિકી શેર બજારનો ડાઉ જોંસ ઇન્ડેક્સ હાલમાં 26,000ની આસપાસ છે. જો તે ગગડીને 24,500ની નીચે આવી જાય તો દુનિયાભરના બજારોમાં ઘટાડો જોવા મળી શકે છે. એનએસઈના નિફટી-50 ઇન્ડેક્સની વાત કરીએ તો, તે 10,000ના સ્તર પર એક અર્થપૂર્ણ સપોર્ટ છે. આ સ્તર પર ફરીથી ખરીદી જોવા મળી શકે છે.

X
Invest in the current market situation after seeing the financial strength of the company
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી