• Gujarati News
  • Utility
  • Invest In Sovereign Gold Bond Scheme Till January 14, Get 2.50% Interest On Issue Price

સોનેરી તક:14 જાન્યુઆરી સુધી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરી શકાશે, ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે 1 ગ્રામ સોનાંની કિંમત 4,786 રૂપિયા છે
  • છેલ્લા 6 વર્ષમાં સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં 82%નું રિટર્ન મળ્યું

જો તમે સોનાંમાં રોકાણ કરવા માગતા હો તો સોવરેન ગોલ્ડ બોન્ડમાં પૈસા રોકી શકે છે. સરકારે ફરી એક વખત આ સ્કીમ ઓપન કરી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 હેઠળ 10થી 14 જાન્યુઆરી સુધી સોનાંમાં રોકાણ કરી શકાશે.

આ વખતે સોનાંની કિંમત 4,786 રૂપિતા પ્રતિ ગ્રામ નક્કી કરાઈ છે. ઓનલાઈન અરજી કરવા પર અને ડિજિટલ પેમેન્ટ કરવા પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. અર્થાત 1 ગ્રામ સોનું તમને 4736 રૂપિયામાં મળશે.

RBI આ બોન્ડ જાહેર કરે છે
RBI આ બોન્ડ ભારત સરકાર વતી જાહેર કરે છે. RBIના જણાવ્યા અનુસાર, બોન્ડની કિંમત 999 શુદ્ધતાવાળા સોના માટે છેલ્લા 3 વર્કિંગ ડેઝમાં સરેરાશ બંધ ભાવ (ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત) મૂલ્ય પર આધારિત છે. ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ પેમેન્ટ કરનારા લોકોને ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતામાં જમા થઈ જાય છે. જો કે, તેના પર સ્લેબના હિસાબથી ટેક્સ ચૂકવવો પડે છે.

શુદ્ધતા અને સલામતીની કોઈ ચિંતા નહિ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં શુદ્ધતાની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ)ના જણાવ્યાનુસાર, ગોલ્ડ બોન્ડની કિંમત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિઅશન દ્વારા પ્રકાશિત 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત સાથે લિંક હોય છે. આ સાથે જ તેને ડીમેટ રૂપમાં રાખવામાં આવી શકે છે, જે એકદમ સુરક્ષિત છે અને કોઈ ખર્ચ પણ નથી થતો.

આટલો ટેક્સ આપવો પડશે
સોવરેન 8 વર્ષની મેચ્યોરિટી પિરિયડ પછી તેના લાભ પર કોઈ ટેક્સ લાગતો નથી. જો તમે 5 વર્ષ પછી પૈસા ઉપાડો છો તો તેના લાભ પર LTCG (લોન્ગ ટર્મ કેપિટલ ગેન) ટેક્સ લાગે છે. LTCG પર 20.80% ટેક્સ લાગે છે. તેમાં સેસ પણ સામેલ છે.

ઓફલાઈન પણ રોકાણ કરી શકાય છે
RBIએ આ સ્કીમમાં રોકાણ માટે અનેક ઓપ્શન આપ્યા છે. બેંકની શાખા, પોસ્ટ ઓફિસ, SHCIL (સ્ટોક એક્સચેન્જ અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)નાં માધ્યમથી તેમાં રોકાણ કરી શકાય છે. રોકાણકારે અરજી માટે એક ફોર્મ ભરવું પડે છે. ત્યારબાદ તેમનાં અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. ડીમેટ અકાઉન્ટમાં આ બોન્ડ ટ્રાન્સફર કરવામાં આવે છે. રોકાણ કરવા માટે PAN આપવો જરૂરી છે.

છેલ્લા 6 વર્ષમાં 82%નું રિટર્ન
2015-16માં સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ લોન્ચ થઈ હતી. તે સમયે 1 ગ્રામ સોનાની કિંમત 2684 રૂપિયા હતી. તેના પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ હતું અર્થાત કિંમત ઘટીને 2634 રૂપિયા થઈ ગઈ હતી. હાલની સિરીઝમાં સોનાનો ભાવ 4765 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ સાથે તેની કિંમત હવે 4791 રૂપિયા છે. અર્થાત આ સ્કીમે છેલ્લા 6 વર્ષમાં 82%નું રિટર્ન મળ્યું છે.

આ સ્કીમમાં રોકાણ સરળ
કેડિયા કોમોડિટીના ડાયરેક્ટરર અજય કેડિયા કહે છે કે, સોનામાં લાંબા સમય સુધી રોકાણ કરવું સારું રહે છે. કારણ કે તેના પર થયેલાં ઉતાર ચઢાવ પર અસર થતી નથી અને તેમને યોગ્ય રિટર્ન મળે છે. સોનામાં મિનિમમ 3થી 5 વર્ષનું રોકાણ કરવા પર રિટર્ન સારું મળે છે. આગામી 1 વર્ષમાં સોનાની કિંમત 58થી 60 હજાર સુધી થઈ શકે છે. તેવામાં આ સ્કીમમાં રોકાણ કરવો એ યોગ્ય નિર્ણય રહેશે.