તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Invest In Post Office Monthly Investment Scheme And Earn Rs. 5000 Per Month, Maximum Rs. 9 Lakh Can Be Invested

રોકાણ:પોસ્ટ ઓફિસની મંથલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં પૈસા ભરો અને દર મહિને 5 હજાર રૂપિયા કમાઓ, મેક્સિમમ 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાશે

દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના રોગચાળાને કારણે માર્કેટમાં ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો એવી જગ્યાએ રોકાણ કરવા માગે છે જ્યાંથી તેમને વધુ વળતર મળે અને તેમના પૈસા પણ સલામત રહે. જો તમે પણ આવું જ પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા હો તો પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ તમારા માટે યોગ્ય રહેશે.

આ મંથલી ઇન્કમ સ્કીમ શું છે?
આ એક પ્રકારની પેન્શન સ્કીમ છે, જેમાં તમે એકસાથે પૈસાનું રોકાણ કરીને તમારા માટે માસિક આવકની વ્યવસ્થા કરી શકો છો. આ સ્કીમની વિશેષ બાબત એ છે કે મેચ્યોરિટી બાદ તમને તમારા બધા પૈસા પાછા મળી જશે.

કેટલું રોકાણ કરી શકાય?
આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાશે. બીજીબાજુ, જો તમારું સિંગલ અકાઉટ હોય તો તમે રૂપિયા 4.5 લાખ સુધી જમા કરી શકો છો અને જો જોઇન્ટ ખાતું હશે તો 9 લાખ રૂપિયા જમા કરાવી શકાશે. આ સ્કીમમાં મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષ છે. સ્કીમ દર 5 વર્ષ પછી એ જ ખાતાં દ્વારા જ્યાં સુધી ઇચ્છા હોય ત્યાં સુધી કેરી ફોરવર્ડ કરી શકાશે.

દર મહિને 5,000 રૂપિયાની કમાણી થશે
આ સ્કીમ અંતર્ગત 6.6% લેખે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો તમે આ સ્કીમ હેઠળ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરશો તો તમને વાર્ષિક 6.6%ના વ્યાજ દરે વાર્ષિક 29,700 રૂપિયા વ્યાજ મળશે. તેમજ, જો તમે જોઇન્ટ અકાઉન્ટ હેઠળ 9 લાખનું રોકાણ કરો તો તમને વાર્ષિક 59,400 રૂપિયા વ્યાજ મળશે. જો તેને 12 મહિનામાં સમાનરૂપે વિતરિત કરવામાં આવે તો દર મહિને 4,950 રૂપિયા રિટર્ન મળશે. જો રિટર્ન વિથડ્રો કરવામાં ન આવે તો તેની પર પણ પોસ્ટ ઓફિસ દ્વારા વ્યાજ ચૂકવવામાં આવે છે.

બાળકોના નામે પણ ખાતું ખોલાવી શકાય છે
આ સ્કીમમાં બાળકોના નામે પણ ખાતું ખોલાવી શકાય છે. જો બાળક 10 વર્ષથી ઓછી ઉંમરનું હોય તો માતા-પિતા દ્વારા તેમના નામે ખાતું ખોલાવી શકાય છે. 10 વર્ષની ઉંમરથી બાળક પોતાનું ખાતું જાતે ઓપરેટ કરી શકે છે. તેમજ 18 વર્ષ પછી ખાતાંની સંપૂર્ણ જવાબદારી તેને મળે છે.

આ યોજનામાં પૈસા ડબલ થવામાં કેટલો સમય લાગશે?
તેમાં વાર્ષિક 6.6% લેખે વ્યાજ મળી રહ્યું છે. એવામાં રુલ ઓફ 72 અનુસાર, જો તમે આ સ્કીમમાં પૈસા રોકશો તો પૈસા ડબલ થવામાં 10 વર્ષ અને 10 મહિનાનો સમય લાગશે.

મેચ્યોરિટી પિરિઅડ પહેલા પૈસા ઉપાડ્યા તો ચાર્જ લાગશે
જો તમે મેચ્યોરિટી પિરિઅડ પહેલા પૈસા ઉપાડવા માગતા હો તો તમે રોકાણના 1 વર્ષ પછી પૈસા ઉપાડી શકો છો. જો કે, આવું કરવાથી તમારી ડિપોઝિટ પર 2% ચાર્જ લગાવવામાં આવશે. તેમજ, જો તમે 3 વર્ષ પછી પૈસા ઉપાડશો તો ડિપોઝિટ પર 1% ફી લેવામાં આવશે.

તેમાં કેવી રીતે રોકાણ કરવું?
પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ અકાઉન્ટ ખોલાવવા માટે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો. અહીં તમારે મંથલી ઇન્કમ સ્કીમ માટે એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ તમારું ખાતું ખૂલી જશે.