તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Invest In HDFC, ICICI Or Bank Of Baroda Special Scheme Till March 31 For Higher Interest On FDs.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિનિયર સિટીઝન માટે રોકાણ:31 માર્ચ સુધીમાં HDFC, ICICI અથવા બેંક ઓફ બરોડાની સ્પેશિયલ સ્કીમમાં રોકાણ કરીને FD પર મેળવો વધારે વ્યાજ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

HDFC, બેંક ઓફ બરોડા અને ICICI બેંક સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ચલાવી રહી છે. તેના અંતર્ગત આ બેંક સિનિયર સિટીઝનને સામાન્ય FDની તુલનામાં વધારે વ્યાજ ઓફર કરી રહી છે. જો તમે સિનિયર સિટીઝન છો તો 31 માર્ચ સુધી આ યોજનાનો ફાયદો ઉઠાવી શકો છો. અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ.

HDFC બેંકની સિનિયર સિટીઝન કેર સ્કીમ
HDFC બેંકે સિનિયર સિટિઝન માટે ‘સિનિયર સિટીઝન કેર FD’ નામની સ્કીમ શરુ કરી છે. બેંક પ્રમાણે વરિષ્ઠ નાગરિકને 5 વર્ષથી વધારે અને 10 વર્ષના સમયગાળાની FD પર સામાન્ય ગ્રાહકને મળતા વ્યાજ કરતાં 0.75 ટકા વ્યાજ વધારે મળશે. 5 વર્ષની જમા રકમ પર અન્ય કરતાં 0.50 ટકા વ્યાજ વધારે મળશે. અત્યારે HDFC બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.50% મહત્તમ વ્યાજ આપી રહી છે, આ સ્કીમ અંતર્ગત રોકાણ કરવા પર 6.25% મહત્તમ વાર્ષિક વ્યાજ મળશે. બેંક FD પર કેટલું વ્યાજ આપી રહી છે.

સમયગાળોસામાન્ય લોકો માટે વ્યાજ દર(% માં)સ્કીમમાં સિનિયર સિટીઝન માટે વ્યાજ દર (% માં)
1 વર્ષ4.905.65
1 વર્ષ 1 દિવસથી 2 વર્ષ4.905.65
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ5.155.90
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ5.305.80
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ5.506.25

ICICI બેંકની ગોલ્ડન યર્સ FD સ્કીમ
ICICI બેંકે વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ‘ગોલ્ડન યર્સ FD’ નામની એક ખાસ ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમમાં રોકાણ કરનારાને સામાન્ય FD કરતાં 0.80 ટકા વ્યાજ વધારે મળશે. અત્યારે ICICI બેંક 5થી વધારે અને 10 વર્ષ સુધીની અવધિની FD પર સૌથી વધારે વ્યાજ 5.50% વ્યાજ આપી રહી છે. એટલે કે હવે વરિષ્ઠ નાગરિકોને આ સ્કીમ અંતર્ગત મહત્તમ 6.30% વ્યાજ મળશે. આ સ્કીમ 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધી માટે 2 કરોડ રૂપિયા સુધીના જમા પર લાગુ થશે. આ સ્કીમ નવી FDની સાથે જૂની FDને રિન્યુ કરાવવા પર પણ લાગુ થશે. આ સ્કીમ પર ક્રેડિટ કાર્ડ પણ લઈ શકાય છે. બેંક FD પર કેટલું વ્યાજ આપી રહી છે.

સમયગાળોસામાન્ય લોકો માટે વ્યાજ દર (% માં)સ્કીમમાં સિનિયર સિટીઝન માટે વ્યાજ દર (% માં)
185 દિવસથી 364 દિવસ સુધી4.405.20
390 દિવસથી 17 મહિના 29 દિવસ સુધી4.905.70
18 મહિનાથી 2 વર્ષ5.105.90
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ5.155.95
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ5.356.15
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ5.506.30

બેંક ઓફ બરોડા 1% વધારે વ્યાજ આપી રહી છે
બેંક ઓફ બરોડા સ્પેશિયલ ઓફર અંતર્ગત 5 વર્ષથી વધારે અને 10 વર્ષ સુધીના સમયગાળાની FD પર બેંક સિનિયર સિટીઝનને માર્ચ 2021 સુધી 1% વધારે વ્યાજ આપી રહી છે. બેંક ઓફ બરોડામાં સિનિયર સિટીઝન માટે આ સમયે FD પર 3.30થી લઈને 6.25% સુધી વાર્ષિક વ્યાજ લાગુ છે. બેંક FD પર કેટલું વ્યાજ આપી રહી છે.

સમયગાળોસામાન્ય લોકો માટે વ્યાજ દર (% માં)સ્કીમમાં સિનિયર સિટીઝન માટે વ્યાજ દર (% માં)
271 દિવસથી 364 દિવસ સુધી4.405.40
1 વર્ષ4.905.90
1 વર્ષ 1 દિવસથી 400 દિવસ5.006.00
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ5.106.10
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ5.256.25
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ5.256.25
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો