• Gujarati News
  • Utility
  • Invest In ELSS Scheme If You Want A Good Return With Tax Savings, It Has Returned Up To 102% In Last 1 Year

તમારા ફાયદાની વાત:ટેક્સ બચાવવાની સાથે જો સારું રિટર્ન જોઈતું હોય તો ELSS સ્કિમમાં રોકાણ કરો, તેને છેલ્લા 1 વર્ષમાં 102% સુધી રિટર્ન આપ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આ દિવસોમાં જો તમે ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન બનાવી રહ્યા હો તો ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કિમ એટલે કે ELSSમાં રોકાણ કરી શકો છો. ટેક્સ બચાવવા અને સારું રિટર્ન મેળવવા માટે ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. આ કેટેગરીએ છેલ્લા 1 વર્ષમાં 102% સુધીનું રિટર્ન આપ્યું છે. અમે તમને ELSS વિશે જણાવી રહ્યા છીએ.

સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટ
એક નાણાકીય વર્ષમાં તમે 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ ઉઠાવી શકો છો. એટલે કે 1 નાણાકીય વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર તમે ટેક્સ છૂટ લઈ શકો છો. તે ઉપરાંત ELSSમાં રોકાણ કરવા પર લાભ અને રિડમ્પશન (રોકાણ યુનિટને વેચવા)થી મળતી રકમ પણ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે.

500 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકાય છે
ELSSમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા 500 રૂપિયાથી પણ રોકાણની શરૂઆત કરી શકાય છે. તેમજ રોકાણની મહત્તમ કોઈ મર્યાદા નથી. રોકાણકારોને આ ફંડમાં બે પ્રકારના ઓપ્શન મળે છે. તેમાં પહેલા ગ્રોથ આવે છે અને બીજો ડિવિડન્ડ પે આઉટ આવે છે. ગ્રોથ ઓપ્શનમાં પૈસા સતત સ્કિમમાં રહે છે.

3 વર્ષનો લોકઈન પિરિઅડ રહે છે
ELSSમાં 3 વર્ષનો લોક-ઈન પિરિઅડ રહે છે એટલે કે તમે જે પૈસા તેમાં ઈન્વેસ્ટ કરશો તે 3 વર્ષ બાદ ઉપાડી શકશો. આ સ્કિમનું એક સારું ફીચર છે. અન્ય સ્કિમની તુલનામાં તેનો લોકઈન પિરિઅડ ઘણો ઓછો છે. જો કે આ લોકઈન પિરિઅડ પૂરો થયા બાદ રોકાણકારો તેને ચાલુ રાખી શકે છે. ELSSમાં લાંબા સમય માટે રોકાણ કરવું વધારે ફાયદાકારક માનવામાં આવે છે.

1 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં
એક વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાંથી પ્રાપ્ત થતી 1 લાખ રૂપિયા સુધીની આવક લોન્ગ ટર્મ કેપિટલ ગેન (LTCG)ને આવકવેરામાંથી છૂટ મળે છે. એટલે કે તમારે 1 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. આ મર્યાદાથી વધારાની આવક પર 10%ના દરે ટેક્સ આપવો પડે છે.

ટેક્સ સેવિંગની સાથે સારું રિટર્ન પ્રાપ્ત કરવા માટે ELSS એક સારો ઓપ્શન
પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના ફાઉન્ડર અને CEO પંકજ મઠપાલ જણાવે છે કે, ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કિમ એટલે કે ELSSના ઘણા ફંડ્સે છેલ્લા 1 વર્ષમાં 70% કરતા વધારે રિટર્ન આપ્યું છે. તે ઉપરાંત તેમાં રોકાણ કરવા પર એક નાણાકીય વર્ષમાં તમે 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ઈન્કમ ટેક્સ એક્ટ સેક્શન 80c અંતર્ગત ટેક્સ છૂટનો લાભ ઉઠાવી શકો છે. તેથી તે સારું રિટર્ન મેળવવા અને ટેક્સ બચાવવાનો શાનદાર ઓપ્શન છે.

આ ELSS ફંડ્સે છેલ્લા કેટલાક વર્ષોમાં સારું રિટર્ન આપ્યું​​​​​​​

ફંડ હાઉસ1 વર્ષમાં રિટર્ન (%)છેલ્લાં 3 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન ​​​​​​​ (%)છેલ્લાં 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન ​​​​​​​ (%)
ક્વાંટ ટેક્સ સેવર ફંડ102.440.326.3
IDFC ટેક્સ એડવાન્ટેજ ડાયરેક્ટ પ્લાન86.026.220.3

BOI AXA ટેક્સ એડવાન્ટેજ ફંડ

71.732.722.2
DSP ટેક્સ સેવર ડાયરેક્ટ પ્લાન71.226.918.1
મિરાએ એસેટ ટેક્સ સેવર ફંડ68.529.223.4

​​​​​​​​​​​​​​