• Gujarati News
  • Utility
  • Invest In ELSS, FD Or Time Deposit Scheme To Get Good Returns With Tax Savings, Also Get Tax Exemption

રોકાણ:ટેક્સ સેવિંગ સાથે સારું રિટર્ન મેળવવા ELSS, FD અથવા ટાઇમ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરો, ટેક્સ છૂટ પણ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટાઇમ ડિપોઝિટમાં 5 વર્ષ માટે રોકાણ કરવા પર વાર્ષિક 6.7% લેખે વ્યાજ મળશે
  • DCB બેંક ટેક્સ સેવિંગ FD પર 6.95 % લેખે વ્યાજ આપી રહી છે
  • ગત 10 વર્ષમાં ELSS મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીએ આશરે 8.5% રિટર્ન આપ્યું છે

જો તમે કોઈ એવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા હો જ્યાં રોકાણ કરવા પર તમને સારું રિટર્ન મળવાની સાથે ઇન્કમ ટેક્સ છૂટનો પણ લાભ મળે તો ટેક્સ સેવિંગ FD, પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડની ELS કેટેગરીમાં રોકાણ કરી શકો છો. આજે અહીં તમને આ ત્રણ સ્કીમ્સ વિશે જણાવવામાં આવ્યું છે. જે તમને તમારા પૈસા યોગ્ય રીતે ઇન્વેસ્ટ કરવામાં મદદ કરશે.

પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ

  • આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ (FD) છે. તેમાં એક નક્કી અવધિ માટે એક સાથે પૈસાનું રોકાણ કરીને તમે નિયત વળતર અને વ્યાજની ચૂકવણીનો લાભ લઈ શકો છો.
  • પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે 5.5થી 6.7 ટકાના વ્યાજ આપે છે.
  • ભારતીય પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઈટના https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspx જણાવ્યા અનુસાર, 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ હેઠળ રોકાણ કરવા પર આવકવેરા કાયદા, 1961ની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો લઈ શકે છે.
  • તેમાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. તેમજ રોકાણની મહત્તમ મર્યાદા નથી.
  • જે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોય તે આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આમાં જોઇન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકાશે.

ટેક્સ સેવિંગ FD
5 વર્ષની FDમાં રોકાણ કરવા પર ઇન્કમ ટેક્સની કલમ 80 હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળે છે. આવી સ્થિતિમાં, તમે તેમાં રોકાણ કરી શકો છો. અહીં જણાવવામાં આવ્યું છે કે કઈ બેંકમાં ટેક્સ સેવિંગ FD પર કેટલું વ્યાજ મળી રહ્યું છે.

બેંકવ્યાજ દર
DCB બેંક6.95%
ઇન્ડસઇન્ડ બેંક6.75%
RBL બેંક6.50%
યસ બેંક6.00%
SBI5.40%
ICICI5.50%
HDFC5.50%

ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS)

  • દેશમાં 42 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે જે ટેક્સ બચત યોજનાઓ ચલાવે છે. દરેક કંપનીની પાસે ઈન્કમ ટેક્સ બચાવવા માટે ELSS છે. તેને ઓનલાઈન ઘરે બેઠા અથવા કોઈ એજન્ટ દ્વારા ખરીદી શકાય છે.
  • તેમાં જો ઈન્કમ ટેક્સ બચાવવા માટે એક વખત રોકાણ કરો છો તો સામાન્ય રીતે ઓછામાં ઓછું 5000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને જો તમારે દર મહિને રોકાણ કરવું હોય તો સામાન્ય રીતે મહિનામાં ઓછામાં ઓછું 500 રૂપિયાનું રોકાણ શરૂ કરી શકાય છે. જો કે, તેમાં 1.5 લાખ રૂપિયાની મહત્તમ ટેક્સ છૂટ લઈ શકાય છે, પરંતુ વધારે રોકાણની કોઈ મર્યાદા નથી.
  • આ ઈન્કમ ટેક્સ બચાવતી સ્કીમમાં રોકાણ 3 વર્ષ માટે લોકઈન રહે છે. ત્યારબાદ રોકાણકાર ઈચ્છે તો પૈસા ઉપાડી શકે છે. ત્રણ વર્ષ બાદ ઈચ્છે તો તમામ રકમ ઉપાડી શકે છે અથવા જરૂરી હોય એટલા પૈસા ઉપાડી શકે છે અને બાકીના પૈસા આ ELSSમાં રહેશે.
  • ELSS માત્ર 3 વર્ષ માટે લોકઈન હોય છે, પરંતુ રોકાણકાર તેમાં ડિવિડન્ડ પેઆઉટનો ઓપ્શન પસંદ કરે છે તો તેને વચ્ચે પૈસા મળતા રહેશે. જો કે, ઈન્કમ ટેક્સ બચાવતી ELSS સ્કીમમાંથી વચ્ચેથી પૈસા ઉપાડી શકાતા નથી.
  • તેમાં રોકાણ પર વ્યાજ દરની જગ્યાએ માર્કેટ લિંક રિટર્ન મળે છે. છેલ્લાં 10 વર્ષમાં ELSS મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીએ લગભગ 8.46 રિટર્ન આપ્યું છે.

આ ELSS ફંડે પ્રીમિયમ રિટર્ન આપ્યું

ફંડનું નામછેલ્લાં 1 વર્ષમાં રિટર્ન (%)છેલ્લાં 1 વર્ષમાં રિટર્ન (%)છેલ્લાં 1 વર્ષમાં રિટર્ન (%)ગત 2019માં રિટર્ન (%)
BOI AXA ટેક્સ એડ વોન્ટેજ ફંડ23.37.915.514.6
DSP બ્લેકરોક ટેક્સ સેવર ફંડ16.711.211.910.7
કેનરા રોબેકો ઇક્વિટી ટેક્સ સેવર6.15.211.314.8
મોતીલાલ ઓસવાલ લોન્ગ ટર્મ ઇક્વિટી ફંડ1.93.311.013.2
HDFC લોન્ગ ટર્મ એડ વોન્ટેજ ફંડ4.74.211.010.1
અન્ય સમાચારો પણ છે...