તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Invest In Atal Pension Scheme And Post Office Monthly Scheme And Get A Pension Of ₹ 10 Thousand Per Month

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકાણ:અટલ પેન્શન યોજના અને પોસ્ટ ઓફિસ મંથલી સ્કીમમાં રોકાણ કરો અને દર મહિને ₹10 હજારનું પેન્શન મેળવો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અટલ પેન્શન યોજના હેઠળ 60 વર્ષ થાય એટલે દર મહિને 1,000થી 5,000 રૂપિયાનું પેન્શન મળે છે
  • પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમમાં 6.6% વ્યાજ મળી રહ્યું છે

સરકારે કર્મચારીઓની પેન્શન સુવિધા બંધ કરી દીધા પછી લોકો તેમની નિવૃત્તિ અંગે એ ચિંતામાં રહેવા લાગ્યા છે કે તેઓ વૃદ્ધાવસ્થામાં કેવી રીતે માસિક આવકની વ્યવસ્થા કરશે. પરંતુ સરકાર હજી પણ લોકોને આવા અનેક વિકલ્પો પ્રદાન કરી રહી છે જેના દ્વારા તમે તમારી વૃદ્ધાવસ્થામાં આર્થિક સમસ્યાથી બચી શકો. કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના અને પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ તમારા માટે યોગ્ય રહેશે. આજે અહીં તમને આ બંને યોજનાઓ વિશે જણાવવામાં આવ્યું છે.

અટલ પેન્શન યોજના
આ યોજના શું છે?

તેના અંતર્ગત 60 વર્ષની વય થવા પર દર મહિને 1000થી 5000 રૂપિયાનું પેન્શન મળે છે. તેમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીની વ્યક્તિ રોકાણ કરી શકે છે. કોઈ વ્યક્તિ આ સ્કીમ લે છે તો તેને ઓછામાં ઓછા 20 વર્ષ રોકાણ કરવું પડશે. સ્કીમમાં સામેલ થવા માટે સેવિંગ બેંક અકાઉન્ટ, આધાર અને એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે.

તમારું કન્ટ્રીબ્યુશન કેવી રીતે નક્કી થશે?
1 હજાર રૂપિયાથી 5 હજાર રૂપિયા દર મહિને પેન્શન માટે સબસ્ક્રાઈબરને 42 રૂપિયાથી લઈને 210 રૂપિયા દર મહિને ચૂકવવા પડશે. આ ત્યારે થશે જ્યારે 18 વર્ષની ઉંમરે આ યોજના લેવામાં આવશે. બીજીબાજુ, જો કોઈ સબસ્ક્રાઈબર 40 વર્ષની ઉંમરમાં સ્કીમ લે તો તેને 291 રૂપિયાથી લઈને 1454 રૂપિયા સુધી મન્થલી કન્ટ્રીબ્યુશન કરવું પડશે. તેમાં તમે સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના ટેક્સ બેનિફિટનો ક્લેમ કરી શકશો.

કેવી રીતે કન્ટ્રીબ્યુશન આપવાનું હોય છે?
આ યોજના અંતર્ગત ઈન્વેસ્ટર્સ મંથલી, ત્રિમાસિક અથવા સેમી-એન્યુઅલ એટલે કે અર્ધ-વાર્ષિક સમયગાળામાં રોકાણ કરી શકાય છે. કોન્ટ્રીબ્યુશન ઓટો-ડેબિટ થઈ જશે. એટલે કે, તમારા અકાઉન્ટમાંથી નિયત રકમ આપમેળે કટ થઈ જશે અને તમારા પેન્શન ખાતામાં જમા થઈ જશે.

તમે યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો?
તમે કોઈપણ બેંકમાં જઈને આ બંને યોજનાઓનો લાભ લઈ શકો છો. જો તમારું ખાતું SBI બેંકમાં હોય તો તમે નેટ બેન્કિંગથી અટલ યોજનાનો લાભ મેળવી શકો છો. યોજના સંબંધિત વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

મંથલી ઇન્કમ સ્કીમ
આ મંથલી ઇન્કમ સ્કીમ શું છે?

આ એક પ્રકારની પેન્શન સ્કીમ છે, જેમાં તમે એકસાથે પૈસાનું રોકાણ કરીને તમારા માટે માસિક આવકની વ્યવસ્થા કરી શકો છો. આ સ્કીમની વિશેષ બાબત એ છે કે મેચ્યોરિટી બાદ તમને તમારા બધા પૈસા પાછા મળી જશે.

કેટલું રોકાણ કરી શકાય?
આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાશે. બીજીબાજુ, જો તમારું સિંગલ અકાઉટ હોય તો તમે રૂપિયા 4.5 લાખ સુધી જમા કરી શકો છો અને જો જોઇન્ટ ખાતું હશે તો 9 લાખ રૂપિયા જમા કરાવી શકાશે. આ સ્કીમમાં મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષ છે. સ્કીમ દર 5 વર્ષ પછી એ જ ખાતાં દ્વારા જ્યાં સુધી ઇચ્છા હોય ત્યાં સુધી કેરી ફોરવર્ડ કરી શકાશે.

દર મહિને 5,000 રૂપિયાની કમાણી થશે
આ સ્કીમ અંતર્ગત 6.6% લેખે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો તમે આ સ્કીમ હેઠળ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરશો તો તમને વાર્ષિક 6.6%ના વ્યાજ દરે વાર્ષિક 29,700 રૂપિયા વ્યાજ મળશે. તેમજ, જો તમે જોઇન્ટ અકાઉન્ટ હેઠળ 9 લાખનું રોકાણ કરો તો તમને વાર્ષિક 59,400 રૂપિયા વ્યાજ મળશે. જો તેને 12 મહિનામાં સમાનરૂપે વિતરિત કરવામાં આવે તો દર મહિને 4,950 રૂપિયા રિટર્ન મળશે. જો રિટર્ન વિથડ્રો કરવામાં ન આવે તો તેની પર પણ પોસ્ટ ઓફિસ દ્વારા વ્યાજ ચૂકવવામાં આવે છે.

અકાઉન્ટ કેવી રીતે ખૂલશે?
તમે તમારી સુવિધા અનુસાર કોઇપણ પોસ્ટ ઓફિસમાં જઇને અકાઉન્ટ ખોલાવી શકો છો. આ માટે તમારે 2 પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ, વોટર આઇડી, પાન કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી કોઇ એક ફોટો કોપી જમા કરાવવાની રહેશે. આ સિવાય, અડ્રેસ પ્રૂફ જમા કરાવવાનું રહેશે.

ક્યાં રોકાણ કરવું યોગ્ય છે?
જો તમારી ઉંમર 40 વર્ષથી ઓછી હોય તો અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવું યોગ્ય રહેશે. આમાં, તમારે એકસાથે પૈસા જમા કરાવવાની જરૂર નથી, તેમાં મંથલી પૈસા જમા કરીને તમે તમારા માટે પેન્શનની વ્યવસ્થા કરી શકો છો. બીજીબાજુ, જો તમે 40 વર્ષથી વધુ વયના હો તો તમે અટલ પેન્શન યોજનાનો લાભ નહીં લઈ શકો. તેથી, મંથલી ઇન્કમ સ્કીમ તમારા વૃદ્ધાવસ્થાનો ટેકો બની શકે છે. આ સિવાય, તમે ઇચ્છો તો બંને યોજનાઓનો લાભ પણ લઈ શકો છો. તેનાથી તમને દર મહિને આશરે 10 હજાર રૂપિયા મળશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો