આ દિવસોમાં, જો તમે પૈસા રોકાણ કરવા માટે કોઈ એવો ઓપ્શન શોધી રહ્યા છો જ્યાંથી તમને સારા રિટર્નની સાથે ટેક્સ છૂટનો પણ ફાયદો મળી શકે તો તમે ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કિમ એટલે કે ELSSમાં રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડની આ સ્કિમે છેલ્લા એક વર્ષમાં 93% સુધી રિટર્ન આપ્યું છે. તે ઉપરાંત તેમાં રોકાણ કરીને તમે ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ પણ લઈ શકો છો.
3 વર્ષનો લોકઈન પિરિઅડ રહે છે
ELSSમાં 3 વર્ષનો લોકઈન પિરિઅડ રહે છે એટલે કે તમે જે પૈસા તેમાં રોકાણ કરશો તે 3 વર્ષ બાદ ઉપાડી શકશો. તે આ સ્કિમનું એક સારું ફીચર છે. અન્ય સ્કિમ્સની તુલનામાં તેનો લોકઈન પિરિઅડ ઘણો ઓછો છે. જો કે, આ લોકઈન પિરિઅડ સમાપ્ત થયા બાદ રોકાણકારો તેને ચાલુ રાખી શકે છે. ELSSમાં લાંબા સમય માટે રોકાણ કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટ મળે છે
એક નાણાકીય વર્ષમાં તમે 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો. તે સિવાય ELSSમાં રોકાણ પર થતો લાભ અને રિડમ્પશન (રોકાણ યુનિટને વેચવા)થી મળતી રકમ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે.
500 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો
ELSSમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા 500 રૂપિયાથી પણ રોકાણની શરૂઆત કરી શકાય છે. તેમજ તેમાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. રોકાણકારોને આ ફંડમાં બે પ્રકારના ઓપ્શન મળે છે. તેમાં પહેલો છે ગ્રોથ અને બીજો છે ડિવિડન્ડ પે આઉટ. ગ્રોથ ઓપ્શનમાં પૈસા સ્કિમમાં રહે છે.
તેમાં કોણે રોકાણ કરવું જોઈએ?
રૂંગટા સિક્યોરિટીઝના CFP અને પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ હર્ષવર્ધન રૂંગટાના જણાવ્યા પ્રમાણે, જો તમે થોડું રિસ્ક લઈ શકો છો તો તમારે ELSSમાં રોકાણ કરવું જોઈએ. કેમ કે અહીં રોકાણ કરવા પર તમને સારા રિટર્નની સાથે ટેક્સ છૂટનો ફાયદો પણ મળશે. તેમાં લાંબા સમય માટે રોકાણ કરવું યોગ્ય રહેશે.
SIP દ્વારા રોકાણ કરવું યોગ્ય રહેશે
હર્ષવર્ધન રૂંગટાના જણાવ્યા પ્રમાણે, મ્યુચ્યુઅલ ફંડમાં એક સાથે પૈસાનું રોકાણ કરવાની જગ્યાએ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા રોકાણ કરવું જોઈએ. SIP દ્વારા તમે દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો. તેનાથી રિસ્ક ઓછું થઈ જાય છે કેમ કે તેના પર બજારના ઉતાર-ચઢાવની વધારે અસર નથી થતી.
આ ફંડ્સે છેલ્લા કેટલાય વર્ષોમાં શાનદાર રિટર્ન આપ્યું
ફંડનું નામ | છેલ્લા 1 વર્ષમાં રિટર્ન (%) | છેલ્લાં 3 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં) | છેલ્લાં 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં) |
કવાંટ ટેક્સ સેવર ફંડ | 93.3 | 32.4 | 23.9 |
IDFC ટેક્સ એડવાન્ટેજ ફંડ | 73.3 | 17.5 | 18.4 |
BOI AXA ટેક્સ એડવાન્ટેજ ફંડ | 67.7 | 20.4 | 20.6 |
DSP ટેક્સ સેવર ફંડ | 65.7 | 19.5 | 17.5 |
મિરાએ એસેટ ટેક્સ સેવર | 62.8 | 21.7 | 22.4 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.