રોકાણ:સારા રિટર્ન માટે વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ અથવા ELSSમાં રોકાણ કરો, તેમાં ટેક્સ છૂટનો પણ લાભ મળશે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • VPFમાં અત્યારે EPF જેટલું એટલે કે 8.5 ટકા વ્યાજ મળી રહ્યું છે
 • ELSS કેટેગરીમાં ઘણા ફંડ હાઉસે 15% સુધી રિટર્ન આપ્યું છે

તાજેતરમાં ઘણી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં જો તમે કોઈ એવી જગ્યાએ રોકાણ કરવા માગો છો જ્યાં તમને સારા રિટર્નની સાથે ટેક્સ છૂટનો પણ લાભ મળે તો મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) અને વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF)માં રોકાણ કરીને તમે સારા રિટર્નની સાથે ટેક્સ છૂટનો પણ લાભ મળે છે. અમે તમે આ બંને સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તમારા હિસાબથી યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકશો.

વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF)

 • VPFમાં માત્ર નોકરી કરતા લોકો જ રોકાણ કરી શકે છે. EPFમાં બેઝિક સેલરીના માત્ર 12% કોન્ટ્રીબ્યુટ કરવામાં આવી શકે છે, પરંતુ VPFમાં રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી. એટલે કે કર્મચારી પોતાની ઈનહેન્ડ સેલરીમાં ઘટાડો કરીને ભવિષ્ય નિધિમાં યોગદાન વધારે છે તો આ વિકલ્પને VPF કહેવામાં આવે છે. VPFમાં 8.5% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તે EPFનું જ એક્સટેંશન છે. તેના કારણે માત્ર નોકરી કરતા લોકો જ તેને ઓપન કરી શકે છે.અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ તેનો લાભ નથી લઈ શકતા.તેમાં બેઝિક સેલરીના 100 ટકા અને DA રોકાણ કરવામાં આવી શકે છે. VPFના વ્યાજ દર સરકાર દર નાણાકીય વર્ષમાં નક્કી કરે છે.
 • તમારે તમારી કંપનીના એચઆર અથવા ફાઈનાન્સ ટીમનો સંપર્ક કરવાનો રહેશે અને VPFમાં કોન્ટ્રીબ્યુશનની રિક્વેસ્ટ કરવાની રહેશે. પ્રોસેસ થતાં જ તમારા EPF અકાઉન્ટ સાથે VPFને જોડી દેવામાં આવે. VPFનું અલગથી કોઈ અકાઉન્ટ ઓપન નથી થતું.
 • VPFના યોગદાનમાં દર વર્ષે સુધારો કરી શકાય છે. જો કે, VPF અંતર્ગત એમ્પ્લોયર દ્વારા કર્મચારીની સમાન સ્તરે EPFમાં વધારે યોગદાન માટે કોઈ પ્રતિબંધ નથી.જો તમે જોબ ચેન્જ કરો છો તો આ અકાઉન્ટને સરળતાથી ટ્રાન્સફર કરાવી શકો છો. તેના પર લોન પણ લઈ શકાય છે. બાળકોની એજ્યુકેશન, હોમ લોન, બાળકોના લગ્ન વગેરે માટે તેમાંથી લોન લઈ શકાય છે.
 • VPF અકાઉન્ટમાંથી રમકના આંશિક ઉપાડ માટે ખાતાધારકે 5 વર્ષ સુધી નોકરી કરવી જરૂરી છે, નહીં તો ટેક્સ કપાય જાય છે. VPFની સંપૂર્ણ રકમ માત્ર રિટાયરમેન્ટ પર જ ઉપાડી શકાય છે. જો તમે નોકરી બદલો છો તો VPF ફંડને પણ EPFની જેમ ટ્રાન્સફર કરી શકો છો.
 • આ સ્કીમ સરકારની છે, એટલા માટે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેમાં વ્યાજ પણ વધારે મળે છે. તેમાં મળતા વ્યાજ પર ટેક્સ નથી આપવો પડતો. તમે 100 ટકા સુધી કોન્ટ્રીબ્યુશન તેમાં કરી શકો છો.
 • VPF પર આવકવેરા કાયદાની કલમ 80C અંતર્ગત ટેક્સ ડિડક્શનનો ફાયદો મળે છે. EPFની જેમ જ VPF અકાઉન્ટમાં કરવામાં આવેલા રોકાણ પણ EEE કેટેગરીમાં આવે છે, એટલે કે રોકાણ, તેના પર મળતા વ્યાજ અને મેચ્યોરિટી પિરિઅડ પૂર્ણ થવા પર મળતા વ્યાજના પૈસા પણ ટેક્સ ફ્રી છે.

ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS)

 • દેશમાં 42 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે જે ટેક્સ બચત યોજનાઓ ચલાવે છે. દરેક કંપનીની પાસે ઈન્કમ ટેક્સ બચાવવા માટે ELSS છે. તેને ઓનલાઈન ઘરે બેઠા અથવા કોઈ એજન્ટ દ્વારા ખરીદી શકાય છે.
 • તેમાં જો ઈન્કમ ટેક્સ બચાવવા માટે એક વખત રોકાણ કરો છો તો સામાન્ય રીતે ઓછામાં ઓછું 5000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને જો તમારે દર મહિને રોકાણ કરવું હોય તો સામાન્ય રીતે મહિનામાં ઓછામાં ઓછું 500 રૂપિયાનું રોકાણ શરૂ કરી શકાય છે. જો કે, તેમાં 1.5 લાખ રૂપિયાની મહત્તમ ટેક્સ છૂટ લઈ શકાય છે, પરંતુ વધારે રોકાણની કોઈ મર્યાદા નથી.
 • તે ઈન્કમ ટેક્સ બચાવતી સ્કીમમાં રોકાણ 3 વર્ષ માટે લોકઈન રહે છે. ત્યારબાદ રોકાણકાર ઈચ્છે તો પૈસા ઉપાડી શકે છે. ત્રણ વર્ષ બાદ ઈચ્છે તો તમામ રકમ ઉપાડી શકે છે અથવા જરૂરી હોય એટલા પૈસા ઉપાડી શકે છે અને બાકીના પૈસા આ ELSSમાં રહેશે.
 • તેમાં રોકાણ પર વ્યાજ દરની જગ્યાએ માર્કેટ લિંક રિટર્ન મળે છે. છેલ્લાં 10 વર્ષમાં ELSS મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીએ લગભગ 8.46 રિટર્ન આપ્યું છે.
 • તેમાં તમે SIP (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા રોકાણ કરી શકો છો. તમે દર મહિને 500 રૂપિયાથી પણ રોકાણની શરૂઆત કરી શકો છો.

આ ELSS ફંડે પ્રીમિયમ રિટર્ન આપ્યું

ફંડનું નામ1 વર્ષમાં રિટર્ન (%)3 વર્ષમાં રિટર્ન (%)5 વર્ષમાં રિટર્ન (%)7 વર્ષમાં રિટર્ન (%)10 વર્ષમાં રિટર્ન (%)
મિરાએ એસેટ ટેક્સ સેવર16.539.49---
એક્સિસ લોન્ગ ટર્મ ઇક્વિટી14.9611.131319.1715.83
ઇનવેસ્કો ઇન્ડિયા ટેક્સ પ્લાન12.717.1411.2716.7312.43
કોટક ટેક્સ સેવર10.976.1911.1816.149.85
DSP ટેક્સ સેવર8.815.3811.6416.4711.73

સંદર્ભઃ પૈસાબાજાર.COM