જો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પૈસાનું રોકાણ કરીને સારું એવું રિટર્ન પ્રાપ્ત કરવા માગતા હોવ તો મિડ-કેપ ઈક્વિટી ફંડમાં રોકાણ કરી શકાય છે. આ ફંડ કેટેગરીએ છેલ્લા 1 વર્ષમાં 93% સુધી રિટર્ન આપ્યું છે. પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ્સના અનુસાર, જો તમે રિસ્ક લઈ શકો છો તો મિડ-કેપ ઈક્વિટી ફંડમાં રોકાણ કરવાથી તમને સારું રિટર્ન મળી શકે છે.
સૌથી પહેલા જાણો મિડ-કેપ ઈક્વિટી ફંડ શું છે?
મિડ-કેપ ઈક્વિટી ફંડ અથવા મિડ-કેપ ફંડ મ્યુચ્યુઅલ ફંડ છે મુખ્ય રીતે મિડ કેપ કંપનીઓના શેરોમાં રોકાણ કરે છે. સેબી દ્વારા નિર્ધારિત નિયમોના અનુસાર, માર્કેટ કેપિટલાઈઝેશનમાં 101થી 250 સૌથી મોટી કંપનીઓની વચ્ચે છે. આ ફંડોમાં જોખમ અને રિટર્નનું યોગ્ય મિશ્રણ છે કારણ કે આ કંપનીઓના શેરોમાં રોકાણ કરો છો અને માર્કેટમાં ફેરફાર થાય છે તો રોકાણમાં પણ ફેરફાર થાય છે.
તેમાં કોણે રોકાણ કરવું જોઈએ?
મિડ-કેપ ફંડમાં લાર્જ-કેપ ફંડ્સની તુલનામાં વધારે જોખમ રહે છે. તે ઉપરાંત તેમાં લાંબા સમય માટે રોકાણ કરવું યોગ્ય રહે છે. આવી સ્થિતિમાં જો તમે લાંબા ગાળા માટે એટલે કે 2થી 5 વર્ષ માટે રોકાણ કરવા માગો છો તો તેમાં રોકાણ કરી શકો છો. ઐતિહાસિક રીતે મિડકેપે ઊભરતા માર્કેટમાં લાર્જ-કેપ કરતાં સારું પ્રદર્શન કર્યું છે. માર્કેટમાં ઘટાડો થવાથી તે નીચે આવી શકે છે.
તેમાં તમારા પોર્ટફોલિયોનો કેટલો હિસ્સો રોકાણ કરી શકાય છે?
રૂંગટા સિક્યોરિટીઝમાં CFP અને પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ હર્ષવર્ધન રૂંગટાના જણાવ્યા પ્રમાણે, તેમાં પોર્ટફોલિયોના 20થી 30% રોકાણ કરવું યોગ્ય રહેશે. એટલે કે જો તમારી પાસે રોકાણ કરવા માટે કુલ 100 રૂપિયા છે તો તમે 20થી 30 રૂપિયા સુધી તેમાં રોકાણ કરી શકો છો. તેમાં લોન્ગ ટર્મ માટે રોકાણ કરવું ફાયદાકારક રહેશે.
SIP દ્વારા રોકાણ કરવું યોગ્ય રહેશે
મ્યુચ્યુઅલ ફંડમાં એક સાથે પૈસાનું રોકાણ કરવાની જગ્યાએ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા રોકાણ કરવું જોઈએ. SIP દ્વારા તમે દર મહિને એક નિશ્ચિત અમાઉન્ટ તેમાં રોકાણ કરી શકો છો. તેનાથી રિસ્ક ઘટી જાય છે કેમ કે તેના પર બજારના ઉતાર-ચઢાવની વધારે અસર નથી થતી.
મિડ કેપ ફંડ્સમાં રોકાણના ફાયદા
આ મિડ કેપ ફંડ્સે છેલ્લા કેટલાય વર્ષોમાં શાનદાર રિટર્ન આપ્યું
ફંડનું નામ | છેલ્લા 1 વર્ષમાં રિટર્ન (%) | છેલ્લાં 3 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં) | છેલ્લાં 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં) |
PGIM ઈન્ડિયા મિડકેપ અપોર્ચ્યુનિટી ફંડ | 93.4 | 26.4 | 19.3 |
એડલવાઈઝ મિડકેપ ફંડ | 83.5 | 19.7 | 18.1 |
કોટક ઈમર્જિંગ ઇક્વિટી ફંડ | 78.2 | 20.8 | 17.6 |
ICICI પ્રુડેન્શિયલ મિડ કેપ ફંડ | 77.6 | 17.2 | 15.4 |
BNP પરિબાસ મિડ કેપ | 75.6 | 21.1 | 15.3 |
ટાટા મિડ કેપ ગ્રોથ ફંડ | 68.8 | 20.7 | 16.5 |
ઈનવેસ્કો ઈન્ડિયા મિડ કેપ ફંડ | 63.8 | 19.8 | 17.5 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.