તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Invest In 3 Schemes Including National Savings Certificate And Time Deposit Scheme For Tax Saving And Return, Get Fixed Interest And Benefit

રોકાણ:ટેક્સ સેવિંગ અને રિટર્ન માટે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને ટાઇમ ડિપોઝિટ સ્કીમ સહિત 3 સ્કીમમાં રોકાણ કરો, નિશ્ચિત વ્યાજ અને ફાયદો મળશે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ પર વાર્ષિક 6.8% લેખે વ્યાજ મળી રહ્યું છે
 • ટાઇમ ડિપોઝિટમાં 5 વર્ષ માટે રોકાણ કરવા પર વાર્ષિક 6.7% લેખે વ્યાજ મળશે

જો તમે એવી જગ્યામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો જ્યાં તમને રોકાણ પર વધુ રિટર્નની સાથે ઇન્કમ ટેક્સ છૂટનો લાભ પણ મળે તો તમે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને ટાઇમ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરી શકાય છે. આજે અહીં તમને જણાવવામાં આવી રહ્યું છે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, ટાઇમ ડિપોઝિટ સ્કીમ અને ટેક્સ સેવિંગ FD વગેરેમાંથી ક્યાં રોકાણ કરવું યોગ્ય રહેશે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

 • પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવા પર 6.8% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે
 • તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણના સમયગાળો થવા પર આપવામાં આવે છે
 • નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં જમા રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ મળે છે
 • NSC અકાઉન્ટ ખોલવા માટે તમારે ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
 • આ અકાઉન્ટને સગીરના નામે અને 3 પુખ્ત વયના નામે જોઈન્ટ પણ ખોલાવી શકાય છે.
 • 10 વર્ષથી વધારે ઉંમરના માઇનોરના નામ પણ માતા-પિતાનાં નિરીક્ષણમાં ખાતું ખોલાવી શકાય છે.
 • તમે NSCમાં ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની મહત્તમ મર્યાદા નથી.

ટાઇમ ડિપોઝિટ સ્કીમ

 • આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ (FD) છે. તેમાં એક નક્કી અવધિ માટે એક સાથે પૈસાનું રોકાણ કરીને તમે નિયત વળતર અને વ્યાજની ચૂકવણીનો લાભ લઈ શકો છો.
 • પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષ સુધીની અવધી માટે 5.5થી 6.7 ટકાના વ્યાજ આપે છે.
 • ભારતીય પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઈટના https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspx અનુસાર, 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ હેઠળ રોકાણ કરવા પર આવકવેરા કાયદા, 1961ની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો લઈ શકે છે.
 • તેમાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. તેમજ રોકાણની મહત્તમ મર્યાદા નથી.
 • કોઈપણ સગીરના નામે અને બે પુખ્ત વયના નામે જોઈન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.
 • આ સ્કીમ અંતર્ગત વાર્ષિક આધાર પર વ્યાજ આપવામાં આવે છે, પરંતુ તેની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે.

ટેક્સ સેવિંગ FD 5 વર્ષવાળી FDમાં રોકાણ પર ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ લઈ શકાય છે. આવી સ્થિતિમાં, તમે આ સ્કીમ્સમાં રોકાણ કરી શકો છો. કઈ બેંકમાં ટેક્સ સેવિંગ FD પર કેટલું વ્યાજ મળી રહ્યું છે જાણો.

બેંકવ્યાજ દર (%)
DCB બેંક6.95
ઇન્ડસઇન્ડ બેંક6.75
RBL બેંક6.50
યસ બેંક6.00
SBI5.40
ICICI5.50
HDFC5.50
અન્ય સમાચારો પણ છે...