તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Invest And Earn In SBI's Revamped Gold Deposit Scheme, You Need To Deposit At Least 30 Grams Of Gold

રોકાણ:SBIની રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરો અને કમાણી કરો, ઓછામાં ઓછું 30 ગ્રામ સોનું જમા કરાવવું જરૂરી છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેમાં રોકાણ કરીને તમને વાર્ષિક 2.50% સુધીનું વ્યાજ આપવામાં આવશે
  • સ્કીમ હેઠળ ગ્રાહકે ઓછામાં ઓછું 30 ગ્રામ સોનું જમા કરાવવું પડશે

ઘણા લોકો એવા છે જેમણે ગોલ્ડમાં રોકાણ કરીને ઘણું સોનું ભેગું કર્યું હોય છે. આ સોનું સુરક્ષિત રાખવા માટે લોકો બેંકમાં લોકર લે છે. તેનાથી તમારો વધુ ખર્ચ થાય છે. પરંતુ માની લો કે તમને ઘરમાં રાખેલા સોનાં પર વ્યાજ મળે તો કેવું રહેશે? ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમની આ જ ખાસ વાત છે. આ સ્કીમ હેઠળ બેંકમાં સોનું જમા કરીને તમે લોકરના ખર્ચથી બચવાની સાથે જ પૈસા પણ કમાઈ શકો છો. આ યોજના હેઠળ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ ચલાવે છે.

તેમાં 3 કેટેગરી હોય છે
SBIએ આ સ્કીમ હેઠળ ત્રણ પ્રકારની કેટેગરી બનાવી છે. પ્રથમ કેટેગરીમાં સોનું 1-3 વર્ષ સુધી જમા કરવામાં આવે છે. તેને શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ (STBD) કહેવામાં આવે છે. બીજી કેટેગરીને મીડિયમ ટર્ન બેંક ડિપોઝિટ (MTGD) કહેવામાં આવે છે, જેનોમેચ્યોરિટી પિરિઅડ 5થી 7 વર્ષનો છે. તેમજ, લોન્ગ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝિટ (LTGD) કેટેગરી હેઠળ સોનું 12-15 વર્ષ માટે ફિક્સ્ડ કરી શકાય છે.

ઓછામાં ઓછું 30 ગ્રામ સોનું જમા કરાવવું જરૂરી
રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ હેઠળ ગ્રાહકે ઓછામાં ઓછું 30 ગ્રામ સોનું જમા કરાવવું પડશે. જો કે, સોનું જમા કરવાની કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. એટલે કે ગમે તેટલું સોનું જમા કરાવીને તેની પર વ્યાજ મેળવી શકાય છે. આ સ્કીમ હેઠળ તેમાં 995 શુદ્ધતવાળું સોનું બેંકમાં રાખી શકાય.

સોનામાં પણ વ્યાજ લઈ શકાય છે
FDનો મેચ્યોરિટી પિરિઅડ પૂરો થયા બાદ ગ્રાહક પાસે વ્યાજ સહિત પોતાનું સોનું લેવા માટે બે ઓપ્શન મળે છે. ક્યાં તો તે પોતાનું સોનું જ પાછું લઈ શકે છે અથવા તો સોનાના હાલના ભાવની સમાન રોકડ લઈ શકે છે. જો કે, સોનાના રૂપમાં ઉપાડ પર 0.20%ના દરે એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ વસૂલવામાં આવશે.

લોક ઇન પિરિઅડ રહે છે
STBD કેટેગરી હેઠળ એક વર્ષનો લોક ઇન પિરિઅડ હોય છે. આ સમયગાળા પછી નિર્ધારિત સમય પહેલા પૈસા ઉપાડવા માટે વ્યાજ દર પર દંડ લાદવામાં આવશે. તેમજ, MTGD કેટેગરી હેઠળના રોકાણકારો 3 વર્ષ પછી ગમે ત્યારે યોજનામાંથી બહાર નીકળી શકે છે. જો કે, મેચ્યોરિટી પિરિઅડ પહેલા સ્કીમ બ્રેક કરવા પર વ્યાજ દર પર દંડ લાદવામાં આવશે. આ સિવાય, LTGD કેટેગરી હેઠળ 5 વર્ષ બાદ સોનું પાછું ખેંચી શકાય છે. વ્યાજ દર પર દંડ પણ થશે.
ટેક્સ છૂટનો લાભ મળશે આ સ્કીમ અંતર્ગત ગ્રાહકે FD કરેલા સોના પર પ્રોપર્ટી ટેક્સ નહીં ભરવો પડે. તેમજ, જો જરૂરી હોય તો આ FDના આધારે લોન પણ લઈ શકાય છે.

કોણ રોકાણ કરી શકે?
સેબી સાથે નોંધાયેલા ભારતીય વ્યક્તિઓ, પ્રોપરાઇટરશિપ ફર્મ, હિંદુ અવિભાજિત પરિવાર (HUF), મ્યુચ્યુઅલ ફંડ્સ/એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ જેવી ટ્રસ્ટ અને કંપનીઓ આ યોજના હેઠળ રોકાણ કરી શકે છે. સોનાની ફિક્સ ડિપોઝિટ જ કરી શકાય છે. આ સ્કીમ હેઠળ અત્યારે સ્ટેટ બેંકની કેટલીક સિલેક્ટેડ બ્રાંચમાં જ ગોલ્ડની ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી શકાય છે. આ બ્રાંચમાં પીબી બ્રાંચ નવી દિલ્હી, એસએમઈ બ્રાંચ ચાંદની ચોક દિલ્હી, કોઈમ્બતુર બ્રાંચ, હૈદરાબાદ મેઈન બ્રાંચ, ત્યાગરાય નગર શાખા ચેન્નાઈ, બુલિયન બ્રાંચ મુંબઇ અને બેંગ્લોર મેઇન શાખા સામેલ છે.

2015માં સ્કીમ શરૂ થઈ હતી
સરકારે આ યોજના વર્ષ 2015 માં શરૂ કરી હતી. તેનો હેતુ ઘર અને સંસ્થાઓમાં રાખેલ સોનું બહાર લાવવા અને તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવાનો છે. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ તમે જે પણ બેંકમાં આ જમા કરશો તેના પર બેંક તમને નિશ્ચિત દરે વ્યાજ ચૂકવશે.

આ યોજના અંતર્ગત આટલું સોનું ગત નાણાકીય વર્ષમાં ભેગું કર્યું
SBIએ આ સ્કીમ દ્વારા માર્ચ 2020 સુધીમાં 13,212 કિલો કૌટુંબિક અને સંસ્થાકીય સોનું એકત્રિત કર્યું હતું. રિપોર્ટ અનુસાર, દેશની સૌથી મોટી બેંકે નાણાકીય વર્ષ 2019-20માં 3,973 કિલો સોનું એકત્ર કર્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો