• Gujarati News
  • Utility
  • Internship School Announces Free Online Training To Children Of All Health Workers In India

કોવિડ-19:ઈન્ટર્નશાળા દ્વારા ભારતના તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓના બાળકોને મફતમાં ઓનલાઈન ટ્રેનિંગની જાહેરાત કરવામાં આવી

દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક. ઇન્ટર્નશાળા ટ્રેનિંગ દ્વારા ભારતના સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓના બાળકોને મફતમાં ઓનલાઈન ટ્રેનિંગ પ્રદાન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ દ્વારા ઇન્ટર્નશાળા સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રમાં કામ કરનાર તમામ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરે છે, જે કોવિડ-19ની સામે ભારતની લડાઈમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. આ તમામ કર્મચારીઓના બાળકોને 15 એપ્રિલ 2020ના રોજ લોકડાઉન સમાપ્ત થાય ત્યાં સુધી ઇન્ટર્નશાળાના ઓનલાઈન ટ્રેનિંગ પ્રોગ્રામમાં નોંધણી માટે મફત પ્રવેશ આપવામાં આવશે.

ઘણા ફિલ્ડમાં ટ્રેનિંગ આપવામાં આવશે
પબ્લિક અથવા પ્રાઈવેટ, સરકારી માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં કામ કરનાર કર્મચારીઓ જેમ કે, ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી, એમ્બ્યુલન્સ ડ્રાઇવરો, રિસેપ્શનિસ્ટ્સ, બિલિંગ  ડાયગ્નોસ્ટિક અને હોસ્પિટલના અન્ય કોઈ વિભાગમાં કામ કરતા લોકોના બાળકોને સરકારી માન્યતા પ્રાપ્ત સ્કૂલ અથવા કોલેજ (પબ્લિક અથવા પ્રાઈવેટ)માં અભ્યાસ કરી રહ્યા છે તેઓ આ પહેલનો લાભ ઉઠાવી શકશે. આ ટૂંકા સમયગાળામાં પહેલ 1000 યોગ્ય વિદ્યાર્થીઓને આ સુવિધા પૂરી પાડવામાં આવશે અને ધીમે-ધીમે ભારતના તમામ વિદ્યાર્થીઓ જેમના માતા-પિતા સ્વાસ્થ્ય સેવા કર્મચારી છે, તેઓ લાભ ઉઠાવી શકશે. 

હાલના સમયમાં મદદરૂપ થશે
ઈન્ટર્નશાળાના સ્થાપક અને સીઈઓ સર્વેશ અગ્રવાલે આ પહેલની જાહેરાત કરતાં કહ્યું કે, “આ સંકટના સમયમાં જ્યારે આપણે આપના ઘરોમાં સુરક્ષિત છીએ ત્યારે, આપણા સ્વાસ્થ્ય સેવા
કર્મચારીઓ કોવિડ -19 ના દર્દીઓની તપાસ અને સારવારમાં સમય આપી રહ્યા છે તથા આપણી સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ પહેલ દ્વારા અમે તેમના બાળકોની મદદ કરીને તેમનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ" . તેમણે આગળ કહ્યું કે, કોવિડ 19ની સ્થિતિમાં જ્યારે વિદ્યાર્થીઓ તેમના નિયમિત રીતે શાળામાં કે કોલેજમા જઈ શકતા નથી, ત્યારે આ પહેલ દ્વારા તેઓ પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કરીને નવી સ્કિલ શીખી શકે છે અથવા પ્રોજેક્ટ બનાવી શકે છે. યુનેસ્કોના એક રિપોર્ટ અનુસાર, સમગ્ર દુનિયામાં 1.37 બિલિયન વિદ્યાર્થીઓ કોવિડ-19ના કારણે સ્કૂલ અથવા કોલેજ નથી જઈ શકતા એટલા માટે આ વિકટ પરિસ્થિતિમાં ઓનલાઈન લર્નિંગ વિદ્યાર્થીઓ માટે મદદગાર સાબિત થઈ શકે છે.

ઈન્ટર્નશાળા વિશે
ઈન્ટર્નશાળા (https://internshala.com)ની સ્થાપના 2010માં થઈ હતી. તે ભારતમાં સૌથી મોટી ઈન્ટર્નશાળા અને ટ્રેનિંગ પ્લેટફોર્મ છે, જેમાં 80 લાખથી વધારે વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ છે. ઈન્ટર્નશાળાનું લક્ષ્ય દરેક વિદ્યાર્થીને ઈન્ટર્નશાળા અને ઓનલાઈન ટ્રેનિંગ દ્વારા જરૂરી સ્કિલ્સ શીખવાડવાનો તથા પ્રેક્ટિકલ અનુભવ પ્રદાન કરવાનો છે. 
વધુ જાણકારી માટે અહીં ક્લિક કરોઃ https://bit.ly/Internshala-Initiative

અન્ય સમાચારો પણ છે...