• Gujarati News
  • Utility
  • Internet Banking, UPI And YONO App Service Will Be Closed For 4 Hours This Afternoon, Get Your Work Done Quickly

SBIના ગ્રાહકો માટે અલર્ટ:ઇન્ટરનેટ બેંકિંગ, UPI અને YONO એપ સેવા આજે બપોરે 4 કલાક માટે બંધ રહેશે, ફટાફટ પતાવી લો તમારું કામ

4 મહિનો પહેલા

જો તમારું બેંક અકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં છે અને તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. SBIએ સોશિયલ મીડિયા દ્વારા તેના ગ્રાહકોને જણાવ્યું કે, રવિવારે 13 જૂન 2021ના રોજ મેન્ટેનન્સના કારણે 4 કલાક માટે UPI, ઈન્ટરનેટ બેંકિંગ, યોનો એપ ઉપરાંત યોનો લાઈટ એપ વેગેર સુવિધા ઉપલબ્ધ નહીં હોય.

બપોરે 2.40 વાગ્યાથી SBIની ઓનલાઈન બેંકિંગ સેવા ઠપ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના લાખો ખાતાધારકોને આજે 13 જૂને કેટલાક કલાકો માટે ઓનલાઈન બેંકિંગ સર્વિસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બપોરે 2.40થી સાંજના 6.40 સુધી આ બેંકિંગ સર્વિસ બંધ રહેશે. બેંકનું ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ આજે મેન્ટેનન્સના કારણે કેટલાક કલાકો માટે બંધ રાખવામાં આવ્યું છે.

SBI સસ્તી લોન આપી રહી છે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ કોરોના દર્દીઓ માટે મોટી જાહેરાત કરી છે. આ બેંકના જણાવ્યા પ્રમાણે, તે કોરોના દર્દીઓને માત્ર 8.5%ના વ્યાજ દરે લોન આપશે. તેના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોન કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની રહેશે નહીં.

5 લાખ રૂપિયા સુધીની લોન 60 મહિના એટલે કે પાંચ વર્ષ સુધી મળશે. તેના પર 8.5%ના દરે વ્યાજ ચૂકવવું પડશે. હાલમાં વ્યાજ દર સૌથી નીચલા સ્તરે છે. હોમ લોન અત્યારે 6.70%ના દરે મળી રહી છે. આવી સ્થિતિમાં બેંકે કોરોના દર્દીઓ માટે આ પ્રકારની લોન લોન્ચ કરી દીધી છે.