તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Internet Banking, UPI And YONO App Service Will Be Closed For 2 Hours On June 17, Get Your Work Done Today

બેંકિંગ:ઈન્ટરનેટ બેંકિંગ, UPI અને YONO એપ સર્વિસ 17 જૂનના રોજ 2 કલાક માટે બંધ રહેશે, આજે જ પતાવી લો તમારા જરૂરી કામ

3 મહિનો પહેલા

જો તમારું બેંક અકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં છે અને તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. SBIએ સોશિયલ મીડિયા દ્વારા તેના ગ્રાહકોને જણાવ્યું છે કે, 17 જૂન 2021ના રોજ મેન્ટેનન્સના કારણે 2 કલાક માટે UPI,ઈન્ટરનેટ બેંકિંગ, યોનો એપ સિવાય યોનો લાઈટ એપ વગેરે સુવિધા બંધ રહેશે.

SBIની ઓનલાઈન બેંકિંગ સેવા ઠપ રહેશે
SBIના અનુસાર, 17 જૂન, 2021ના રોજ 00.30 થી 02.30 સુધી સુધી મેન્ટેનન્સનું કામ કરશે. મેન્ટેનન્સ એક્વિટીના કારણે ગ્રાહકોને બે કલાક માટે ઈન્ટરનેટ બેંકિંગ, યોનો એપ, યોનો લાઈટ અને UPIનો ઉપયોગ કરી શકશે નહીં.

અગાઉ 13 જૂનના રોજ 4 કલાક માટે ઓનલાઈન બેકિંગ સેવા ઠપ થઈ હતી
13 જૂને બપોરે 2.40થી સાંજના 6.40 સુધી આ બેંકિંગ સર્વિસ બંધ હતી. બેંકના ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મના મેન્ટેનન્સના કારણે 4 કલાક માટે આ સર્વિસ બંધ રહી હતી.

SBI સસ્તી લોન આપી રહી છે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ કોરોના દર્દીઓ માટે મોટી જાહેરાત કરી છે. આ બેંકના જણાવ્યા પ્રમાણે, તે કોરોના દર્દીઓને માત્ર 8.5%ના વ્યાજ દરે લોન આપશે. તેના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોન કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની રહેશે નહીં.

5 લાખ રૂપિયા સુધીની લોન 60 મહિના એટલે કે પાંચ વર્ષ સુધી મળશે. તેના પર 8.5%ના દરે વ્યાજ ચૂકવવું પડશે. હાલમાં વ્યાજ દર સૌથી નીચલા સ્તરે છે. હોમ લોન અત્યારે 6.70%ના દરે મળી રહી છે. આવી સ્થિતિમાં બેંકે કોરોના દર્દીઓ માટે આ પ્રકારની લોન લોન્ચ કરી દીધી છે.