• Gujarati News
 • Utility
 • Internal Injury Can Also Occur After Getting Electrocuted, Be Careful Not To Get Electrocuted

કામના સમાચાર:કરંટ લાગ્યા બાદ પણ થઇ શકે છે આંતરિક ઇજા, કરંટ ન લાગે તે માટે રાખો સાવધાની

20 દિવસ પહેલા

ચોમાસામાં કરંટ લાગવાની ઘટના બનતી રહે છે. કરંટ લાગવાનું જોખમ ઘરે અને બહાર બંને જગ્યાએ રહે છે. જો તમે થોડી પણ લાપરવાહી કરો છો તો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. આજે કામના સમાચારમાં અમે તમને જણાવીશું કે, કરંટ ન લાગે તે માટે શું કરવું જોઈએ અને કરંટ લાગ્યા બાદ ક્યાં ઉપાય કરવા જોઈએ. જો તમારી આજુબાજુ કે તમારા પરિવારજનને કરંટ લાગે છે તો આ સ્ટેપને ફોલો કરો.

તમને આ સ્ટેપ વિશે તો ખબર જ હશે આમ છતાં પણ મુશ્કેલીના સમયમાં આપણે ભૂલી જઈએ છીએ.

 • આસપાસના વિસ્તારમાં તપાસ કરો કે કરંટ છે કે નહીં. જો હોય તો તે વિસ્તારમાં ધ્યાન રાખો.
 • સ્વિચ બોર્ડ બંધ કરવા માટે લાકડાની વસ્તુઓનો ઉપયોગ કરો.
 • જો કોઈ વ્યક્તિ કરંટને કારણે ચોંટી જાય છે તો લાકડાના સ્ટૂલ પર ઉભા રહો અને તેને સૂકા લાકડાના સ્ટિકથી અલગ કરવાનો પ્રયાસ કરો.
 • જે વ્યક્તિ કરંટને કારણે ચોંટી ગયું છે તે અડતા પહેલાં રબરના મોજા પહેરો.

ઘરની બહાર આ વસ્તુઓમાંથી કરંટ આવી શકે છે.

 • ATM
 • ઇલેક્ટ્રિકના થાંભલા
 • હાઈ ટેન્શન વાયર
 • ઇલેક્ટ્રિક મશીન

ચોમાસામાં ઘરની અંદરની આ વસ્તુઓને તેમાંથી કરંટ લાગવાનો સૌથી વધુ ખતરો રહે છે.

 • ઘરની બહાર રાખવામાં આવેલું કૂલર
 • સ્વીચ બોર્ડ
 • વોશિંગ મશીન
 • નળ
 • ફ્રિજ
 • ઘરની બહાર મોટર

નાના બાળકોને કરંટથી વધુ ડર લાગે
12 વર્ષથી નાના બાળકોને વિજળીના તારથી દુર રાખો. આ ઉંમરના બાળકોને જમીન પર ઘુંટણથી ચાલતા હોય છે અને કોઇ પણ વસ્તુને અડી લે છે. તે સમયે વિજળીના તારને ન અડકે તે માટે સ્વિચ બોર્ડને ઢાંકીને રાખો. ભુલથી પણ બાળકોને વિજળીના તારથી રમવા ન દો. અર્થિંગ જરૂર કરો.

આ 6 વાતનું જરૂર ધ્યાન રાખો.

 • ડેમેજ એક્સ્ટેંશન કોર્ડનો ઉપયોગ કરશો નહીં.
 • ખરાબ ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરશો નહીં.
 • જા બ્રેડ ટોસ્ટરમાં ફસાઈ જાય, તો પ્લગને દૂર કરતા પહેલાં તેને દૂર કરી લો.
 • લાઈટ કે બલ્બ બદલતા પહેલા લાઈટ બંધ કરી દો અથવા તો લેમ્પને અનપ્લગ કરી દો.
 • દિવાલમાં કાણા હોય તે પહેલાં ચેક કરો કે ત્યાં વાયર છે કે નહીં.
 • બાથરૂમમાં ભીના શરીરના હેર ડ્રાયરનો ઉપયોગ કરશો નહીં.

જો કોઇને કરંટ લાગે છે તો ત્રણ પ્રકારની ઇજા થાય છે.

ફ્લશ એટલે કે ત્વચામાં ઇજા :
કરંટની અસર થોડા સમય માટે હોય છે, તેનાથી શરીરને થોડી જ ઇજા થાય છે. પરંતુ જ્યારે થોડો વધારે કરંટ લાગે ત્યારે કપડાં બળી જાય છે અને ત્વચા પણ બળી જાય છે જેને ફ્લશ કહેવામાં આવે છે.

હળવી ઇજા :
જયારે કરંટ લાગે છે તે ખૂબ જ ઓછા સમય માટે આઘાત લે છે, પરંતુ કરંટ આખા શરીરમાં જાય છે.

ટ્રુ ઇન્જરી :
આ ઇન્જરીથી માણસનું શરીર ઇલેક્ટ્રિક સર્કિટનો ભાગ બની જાય છે.

કરંટ લાગ્યા બાદ આ સાધારણ સમસ્યા થઇ શકે છે.

 • આંખમાં ધુંધળું દેખાઈ છે
 • હાથ-પગમાં ખાલી ચઢવી
 • માથાનો દુખાવો
 • ગભરાટ
 • સાંભળવામાં મુશ્કેલી
 • મોઢામાં ચાંદા પડવા

કરંટ કેમ લાગે છે, આવો જાણીએ આ પાછળનું વૈજ્ઞાનિક કારણ
જ્યારથી આપણે સમજણા થયા ત્યારથી સાંભળ્યું છે કે બધી વસ્તુઓ અણુઓની બનેલી હોય છે. અણુ ત્રણ વસ્તુઓનો બનેલો હોય છે - ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યૂટ્રોન. આ ઈલેક્ટ્રોનનો ઋણ ભાર હોય છે.

 • જે ચીજો Good Conductor હોય છે તે ઇલેક્ટ્રૉનને સહેલાઈથી બહાર જવા દેતી નથી. તેથી ઇલેક્ટ્રોન અણુમાં ચાલતા રહે છે અને તે વસ્તુમાં કરંટ રહે છે.
 • જે વસ્તુઓ વિદ્યુતની Bad Conductor હોય છે, તે ઇલેક્ટ્રોનને બહાર જતા અટકાવી શકતી નથી. ઘણી વખત તેમાં ઇલેક્ટ્રોન એકઠાં થાય છે. પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જને પોતાના તરફ ખેંચે છે. ઉદાહરણ તરીકે, કાંસકો કાગળના ટુકડાઓને તેની બાજુ પર ખેંચે છે.

જ્યારે કોઈ વસ્તુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, ત્યારે નેગેટિવ ચાર્જ પણ વધે છે. પછી જો કોઈ માણસ આ પ્રકારની કોઈ વસ્તુને સ્પર્શે છે, તો તેના શરીરના પોઝિટિવ ઇલેક્ટ્રોન તેની તરફ આગળની વસ્તુના ઇલેક્ટ્રોનને ખેંચવાનું શરૂ કરે છે. આ ઈલેક્ટ્રોનની ઝડપી ગતિને કારણે કરંટ લાગે છે.

કરંટને કારણે કેટલીક વાર મોત પણ થઇ શકે છે.
હકીકતમાં, ટ્રુ અને લાઈટ ઇન્જરી માણસો માટે જોખમી સાબિત થઇ શકે છે. આ બંને પરિસ્થિતિમાં વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી જોઈએ. કરંટથી મૃત્યુનું કારણ એ છે કે હૃદય યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી. આવી સ્થિતિમાં, હૃદય ન તો લોહીને પંપ કરે છે અને ન તો લોહી ત્યાં અટકે છે, તેને એટ્રિયલ અને વેન્ટ્રિક્યુલર ફેબ્રિકેશન કહેવામાં આવે છે. તેનાથી મોત પણ થઇ શકે છે. ઘણી વખત દર્દી કોમામાં પણ જતો રહે છે, ત્યારબાદ શ્વાસ થંભી જાય છે. તેને કાર્ડિયો-પલ્મોનરી અરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.