તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Interest On Bank FD, RD And Savings Account Is Taxable, Find Out Which Account Is Tax Deductible And How Much Income Is Tax Free.

ટેક્સ:બેંક FD, RD અને સેવિંગ અકાઉન્ટ પર મળતા વ્યાજ પર ટેક્સ લાગે છે, કયા ખાતા પર કેટલો ટેક્સ કપાય અને આવકની કેટલી રકમ ટેક્સ ફ્રી ગણાય છે એ જાણો

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવિંગ્સ અકાઉન્ટની વાર્ષિક 10 હજાર રૂપિયા સુધીની વ્યાજની રકમ ટેક્સ ફ્રી છે
  • એક નાણાકીય વર્ષમાં બેંક RD અને FD પર મળતું વ્યાજ 40 હજાર કરતાં વધારે હોય તો એની પર ટેક્સ આપવો પડે છે

સેવિંગ અકાઉન્ટ, ફિક્સ઼્ડ ડિપોઝિટ (FD) અને રિકરિંગ ડિપોઝિટ (RD) પર મળતા વ્યાજ પર પણ ઇન્કમ ટેક્સ ભરવો પડે છે. ઇન્કમટેક્સ કાયદા હેઠળ, આ સેવિંગ સ્કીમ્સથી મળતા વ્યાજને 'અન્ય સોર્સમાંની ઇન્કમ' તરીકે ગણવામાં આવે છે. અહીં તમને જાણવા મળશે કે આ ત્રણ રોકાણ પર વ્યાજથી થતી આવક પર કેટલો ટેક્સ વસૂલવામાં આવે છે.

સેવિંગ અકાઉન્ટ
ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80TTA હેઠળ બેંક/સહકારી મંડળી/પોસ્ટ ઓફિસના સેવિંગ અકાઉન્ટના વ્યાજના કિસ્સામાં વાર્ષિક રૂ. 10 હજાર સુધીની આવક ટેક્સ ફ્રી છે. એનો લાભ 60 વર્ષથી ઓછી ઉંમરના અથવા HUF(સંયુક્ત હિન્દુ પરિવાર)ને આપવામાં આવે છે તેમજ આ છૂટ સિનિયર સિટિઝન માટે 50 હજાર રૂપિયા છે. જો આના કરતાં વધારે આવક હોય તો TDS કાપવામાં આવે છે.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD)
જો નાણાકીય વર્ષમાં બેંક FD પર મળતું વ્યાજ 40 હજાર રૂપિયાથી ઓછું હોય તો એના પર કોઈ ટેક્સ લાગતો નથી. આ લિમિટ 60 વર્ષથી ઓછી વયના લોકો માટે છે તેમજ સિનિયર સિટિઝન, એટલે કે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોની FDમાંથી થતી 50 હજાર રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી હોય છે. એનાથી વધુની આવક પર 10% TDS કાપવામાં આવે છે.

RDમાંથી મળતા વ્યાજ પર ટેક્સ
જો રિકરિંગ ડિપોઝિટ (RD)ની વ્યાજની આવક 40,000 રૂપિયા (સિનિયર સિટિઝનના કિસ્સામાં 50,000 રૂપિયા) સુધીની હોય તો તમારે એના પર કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. આની ઉપરની આવક માટે 10% TDS કાપવામાં આવે છે.

PAN ન હોય તો વધારે ટેક્સ લાગે છે
જો વ્યાજની આવક નિર્ધારિત ફ્રી લિમિટથી વધુ હોય તો બેંક દ્વારા 10% TDS કાપવામાં આવે છે, પરંતુ જો તમે પાન નંબર ન આપ્યો હોય તો પછી TDSનો દર 20% થઈ જાય છે.

જો તમારી કુલ આવક ટેક્સ ભરવામાં ન આવે તો શું કરવું?
જો તમારા બચત ખાતાંમાંથી વાર્ષિક વ્યાજની આવક, FD અથવા RD અનુક્રમે રૂપિયા 10,000, 40,000 અને 50,000 રૂપિયાથી વધુ હોય, પરંતુ કુલ વાર્ષિક આવક (વ્યાજની આવક સહિત) તેટલી હદે ન હોય, જ્યાં એની પર ટેક્સ લાગે તો બેંક TDS નથી કાપવામાં આવતો. આ માટે સિનિયર સિટિઝને બેંકમાં ફોર્મ 15H અને અન્ય લોકોને ફોર્મ 15G સબમિટ કરાવવાનું રહેશે. ફોર્મ 15G અથવા ફોર્મ 15H એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે. એમાં તમે એ જણાવી શકો છો કે તમારી આવક ટેક્સની લિમિટથી બહાર છે. જે કોઈપણ વ્યક્તિ આ ફોર્મ ભરે તેવા કિસ્સામાં ટેક્સની લિમિટથી બાકાત રાખવામાં આવે છે.

TDS શું છે?
જો કોઈની કોઈ આવક હોય તો એ આવકમાંથી ટેક્સ કાપ્યા પછી જો વ્યક્તિને બાકીની રકમ આપવામાં આવે છે તો ટેક્સ તરીકે કાપવામાં આવેલી રકમને TDS (Tax Deducted at Source) કહેવામાં આવે છે. સરકાર TDS દ્વારા ટેક્સ ભેગો કરે છે. એ વિવિધ પ્રકારના આવક સ્ત્રોતો પર કાપવામાં આવે છે, જેમ કે પગાર, કોઈપણ રોકાણ અથવા કમિશન પરના વ્યાજ વગેરે. કોઈપણ સંસ્થા (જે TDSની લિમિટમાં આવે છે) જે ચુકવણી કરતી હોય તે TDS તરીકેની ચોક્કસ રકમ કાપે છે.

અન્ય સમાચારો પણ છે...