તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્શ્યોરન્સમાં ગેરંટી રિટર્ન:વીમા કંપનીઓ નિશ્ચિત રિટર્નવાળી વધુ પ્રોડક્ટ લાવશે, PFRDAના ચેરમેને સંકેત આપ્યો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુમાં વધુ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે
  • એક્ચુરિઅલ પ્રોફેશનલ્સ પાસેથી વીમા ઉત્પાદનોની ડિઝાઈનિંગમાં મદદની વિનંતી કરી

પેન્શન ફંડ રેગ્યુલેટર ફંડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) રિટાયરમેન્ટ બેનિફિટવાળા ઈનોવેટિવ ઉત્પાદનો પર કામ કરી રહી છે. તેમાં ઉપભોક્તાઓને નિશ્ચિત રિટર્નવાળા વીમા ઉત્પાદનો ઉમેરવાનું પણ સામેલ છે. તેનો હેતુ વધુને વધુ ગ્રાહકોને આકર્ષિત કરવાનો છે. PFRDAના ચેરમેન સુપ્રતિમ બંદોપાધ્યાયે આ વાત કહી છે.

સૌથી પહેલા નિશ્ચિત રિટર્નવાળા ઉત્પાદન રજૂ કરવાનું લક્ષ્યાંક
બંદોપાધ્યાયે કહ્યું કે, નેશનલ પેન્શન સ્કિમ (NPS) અને અટલ પેન્શન યોજના (APY) ઉપરાંત અમે ઈનોવેટિવ વીમા ઉત્પાદનો રજૂ કરવા જઈ રહ્યા છીએ. બંદોપાધ્યાયે ઈન્સ્ટિટ્યૂટ ઓફ એક્ટ્યુરીઝ ઓફ ઈન્ડિયાની તરફથી યોજાયેલી વર્ચ્યુઅલ એક્ટ્યુરિયલ કોન્ક્લેવમાં કહ્યું કે, વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે આ ઈનોવેટિવ ઉત્પાદનો રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે સૌથી પહેલા નિશ્ચિત રિટર્નવાળા ઉત્પાદનને રજૂ કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે.

એક્ચુરિઅલ પ્રોફેશનલ પાસેથી મદદ માગી
PFRDAના ચેરમેનના જણાવ્યા પ્રમાણે, વર્તમાનમાં પેન્શન ફંડ માર્ક-ટૂ-માર્ક (MTM) અકાઉન્ટિંગ મેથડના અનુસાર મેનેજ કરવામાં આવે છે. તેથી જ તે ગેરંટી આપે છે. તેમણે વીમા ઉત્પાદનોની ડિઝાઈનિંગ માટે નવી સ્કિલ અને વિચારોને આગળ આવવા માટે કહ્યું. બંદોપાધ્યાયે એક્ચુરિઅલ પ્રોફેશનલને વિનંતી કરી છે કે તેઓ નવા વીમા ઉત્પાદનોની ડિઝાઈનિંગમાં PFRDAની મદદ કરે.

એન્યુટી રેટ વધરવા પર ફોકસ કરી રહી છે PFRDA
સુપ્રતિમ બંદોપાધ્યાયે કહ્યું કે, PFRDA પેન્શનમાં એન્યુટી રેટ વધારવા પર ફોકસ કરી રહી છે. તેનાથી સબસ્ક્રાઈબર્સને NPSમાંથી બહાર આવવા પર વધારે રિટર્ન મળશે. વર્તમાન સમયમાં NPSમાંથી બહાર આવવા પર માત્ર એક ઓપ્શન મળે છે. તેના અંતર્ગત સબસ્ક્રાઈબરને રિટાયરમેન્ટ કોર્પસના 40% એન્યુટીઈજ્ડ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, માર્કેટના વ્યાજ દર પરઆધારિત એન્યુટી રેટ વર્તમાન સમયમાં નીચે આવી ગયો છે.

ઓછા એન્યુટી રેટના કારણે લોકોનો રસ ઘટી રહ્યો છે
તેમણે કહ્યું કે, ઓછા એન્યુટી રેટના કારણે જૂના જમાનાના લોકોનો પેન્શન ઉત્પાદનો પ્રત્યે રસ ઘટી રહ્યો છે. બંદોપાધ્યાયે કહ્યું, શું આપણે એવા ઉત્પાદન ઉપબલ્ધ કરાવી શકીએ છીએ જેમાં એન્યુટી રેટ માર્કેટના બેંચમાર્ક સાથે જોડાયેલા હોય? તેમણે કહ્યું કે, રેગ્યુલેટરી અત્યારે એન્યુટીને પેઆઉટનો ઓપ્શન ઉપલબ્ધ કરાવવા પર વિચાર કરી રહી છે.

લોકડાઉન દરમિયાન APYમાં 70 લાખ નવા સબસ્ક્રાઈબર જોડાયા
PFRDA ચેરમેને કહ્યું કે, ફેબ્રુઆરીના અંતમાં વાર્ષિક આધાર પર NPS અને APYમાં 20 ટકાનો ગ્રોથ રહ્યો છે. અત્યારે APYમાં 3 કરોડથી વધારે સબસ્ક્રાઈબર જોડાઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે, લોકડાઉન દરમિયાન જ્યારે અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ હતો, ત્યારે એકલા APYમાં 70 લાખથી વધારે નવા સબસ્ક્રાઈબર જોડાયા હતા.