હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ કોરોનાની વેક્સિનેશન પર થતા ખર્ચની ભરપાઈ કરવા માટે તૈયાર નથી. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAIએ વીમા કંપનીઓને તેનો ખર્ચ ચૂકવવા કહ્યું હતું. પરંતુ વીમા કંપનીઓ તેનો સ્વીકાર કરવાની ના પાડી રહી છે.
IRDAIએ કવર કરવાનો આદશે આપ્યો
રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ કોવિડ-19ની વેક્સિનેશનને હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત કવર કરવાનો આદેશ કર્યો છે. રેગ્યુલેટરીએ સેવા આપતી કંપનીઓને કહ્યું કે કોરોનાની ઇમ્યુનાઇઝેશનને હેલ્થ ઈન્શ્યોરન્સ અંતર્ગત કરવામાં આવે. પરંતુ જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલ (GIC)એ તેનો વિરોધ કર્યો છે. તેને IRDAIના નિર્ણય પર કહ્યું કે, ઈન્શ્યોરન્સ પોલિસીમાં માત્ર હોસ્પિટલાઈઝેશનનો ખર્ચ જ કવર કરી શકાય છે. આ ખર્ચ કોરોના સંબંધિત હોવો જોઈએ.
GICએ પહેલાં જ સ્વીકારવાનો ઇનકાર કરી ચૂકી છે
GIC જનરલ અને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓની એક સ્ટેચ્યુરી બોડી છે. GICએ અગાઉ પણ કહ્યું છે કે, કોવિડ વેક્સિશેનનો ખર્ચ હેલ્થ ઈન્શ્યોરન્સ અંતર્ગત કવર નહીં કરવામાં આવે. IRDAIએ 13 જાન્યુઆરીએ જનરલ અને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓને કહ્યું હતું કે, તેઓ કોરોનાની સારવારના ખર્ચને સ્વાસ્થ્ય કંપનીઓની સાથે એગ્રીમેન્ટ કરે. આવા પ્રકારના એગ્રીમેન્ટ બાદ GIC કાઉન્સિલ રાજ્ય સરકારોની સાથે એક રેટ નક્કી કરી શકે છે.
ઘણા રાજ્યોએ એક દર નક્કી કર્યા છે
કોરોનાની સારવારને લઈને ઘણા રાજ્યોએ એક દર નક્કી કર્યો છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધારે હતું ત્યારે હોસ્પિટલો દ્વારા આવા દરોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલે એક એક દિવસમાં 25-25 હજારના બિલ બનાવ્યા હતા. હોસ્પિટલો તે દર્દીઓને દાખલ કરવાની ના પાડી હતી જેમની પાસે રોકડ રકમ નહોતી. હેલ્થ પોલિસી લેનાર લોકોને હોસ્પિટલ બાદમાં દાખલ કરતી હતી. હોસ્પિટલોનું કહેવું હતું કે, વીમા કંપનીઓ તેમના સંપૂર્ણ બિલમાં 25 ટકા કપાત કરીને પેમેન્ટ કરી રહી છે.
વીમા કંપનીઓ સંપૂર્ણ બિલનું પેમેન્ટ નથી કરતી
આ અંગે વીમા કંપનીઓની દલીલ હતી કે હોસ્પિટલ બિલમાં સાફ સફાઈ, PPE કીટમાં માસ્ક અથવા ગ્લવ્ઝને અલગથી ઉમેર છે. તે સિવાય તેઓ ઘણા પ્રકારના એવા ચાર્જ બિલમાં ઉમેરે છે જે અમારા અંતર્ગત નથી આવતા. તેના કારણે હોસ્પિટલ બીલવાળા દર્દીઓને દાખલ કરવામાં આનાકાની કરતી હતી. પરંતુ હવે ફરી રેગ્યુલેટરી અને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓની વચ્ચે મામલો બગડતો હોય તેવું લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.