તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Institute Released Revised Schedule For CA Examinations, Foundation Exam Starts From July 24 And Intermediate Examination From July 6

ICAI CA 2021:ઈન્સ્ટિટ્યુટે CA પરીક્ષાઓ માટે રિવાઈઝ્ડ શિડ્યુલ જાહેર કર્યું, 24 જુલાઈથી ફાઉન્ડેશન અને 6 જુલાઈથી ઈન્ટરમીડિએટ પરીક્ષા યોજાશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પહેલાં 24થી 30 જૂન વચ્ચે CA ફાઉન્ડેશનની પરીક્ષા યોજાવાની હતી
  • ઉમેદવારો 9 જૂનથી 11 જૂન સુધી પરીક્ષા માટે શહેર બદલી શકશે

ICAI (ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા)એ CA ફાઉન્ડેશનની પરીક્ષાઓ સ્થગિત કરી છે. સાથે જ ઈન્સ્ટિટ્યુટે જુલાઈમાં થનારી ઈન્ટરમીડિએટ અને CA ફાઈનલ પરીક્ષાઓ માટે ડેટ શીટ જાહેર કરી છે. રિવાઈઝ્ડ શિડ્યુલ પ્રમાણે CA ફાઉન્ડેશનની પરીક્ષા હવે 24 જુલાઈથી શરૂ થશે.

6 જુલાઈથી ઈન્ટરમીડિએટ પરીક્ષા
આ સિવાય જુલાઈમાં થનારી CA ઈન્ટરમીડિએટ અને ફાઈનલ પરીક્ષાઓ માટે જાહેર થયેલાં રિવાઈઝ્ડ શિડ્યુલ પ્રમાણે, જૂના અને નવા કોર્સ માટે ઈન્ટરમીડિએટ પરીક્ષા 6થી 20 જુલાઈ વચ્ચે યોજાશે. જ્યારે જૂના અને નવા કોર્સની ફાઈનલ પરીક્ષા 5થી 19 જુલાઈએ યોજાશે. ઉમેદવારો ઈન્સ્ટિટ્યુટની ઓફિશિયલ વેબસાઈટ icaiexam.icai.orgનાં માધ્યમથી શિડ્યુલ ચેક કરી શકે છે.

24 જુલાઈએ CA ફાઉન્ડેશનની પરીક્ષા યોજાશે
ICAIએ દેશમાં કોરોનાના કેસને જોતાં CA ફાઉન્ડેશનની પરીક્ષા સ્થગિત કરી હતી. પહેલાં CA ફાઉન્ડેશનની પરીક્ષા 24, 26, 28 અને 30 જૂને યોજાવાની હતી. હવે નવા શિડ્યુલ પ્રમાણે આ પરીક્ષાનું આયોજન 24 જુલાઈથી શરૂ થશે. તો મોડ્યુલ 1થી 5 માટે ઈન્શ્યોરન્સ રિસ્ક મેનેજમેન્ટ ટેક્નિકલ એક્ઝામ 5,7, 9 અને 11 જુલાઈએ થશે.

2 શિફ્ટમાં યોજાશે પરીક્ષા

પરીક્ષા 2 શિફ્ટમાં યોજાશે. પેપર-1 અને પેપર-2 બપોરે 2થી 5 વાગ્યે જ્યારે પેપર-3 અને પેપર-4 બપોરે 2થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. ICAIએ જણાવ્યું કે, એક્ઝામ માટે પરીક્ષા શહેર બદલવા માટેની વિન્ડો 9 જૂનથી 11 જૂન સુધી ઓપન રહેશે. ઉમેદવારો icaiexam.icai.org નાં માધ્યમથી એક્ઝામિનેશન માટે શહેર બદલી શકશે.

અન્ય સમાચારો પણ છે...