તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Institute Re Opens The Application Window For Exams To Be Held In June, Candidates Will Be Able To Apply Till May 22

ICSI CS 2021:ઈન્સ્ટિટ્યુટે જૂનમાં યોજાનારી પરીક્ષા માટે એપ્લિકેશન વિન્ડો રી-ઓપન કરી, 22 મે સુધી કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પરીક્ષાઓ 1 જૂનથી 10 જૂન સુધી લેવાવાની હતી
  • હજુ સુધી પરીક્ષાની નવી તારીખ વિશે કોઈ જાણકારી આપી નથી

ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI)એ CS એક્ઝામ ફોર્મ ભરવા માટે એપ્લિકેશન વિન્ડો ફરીથી ઓપન કરી છે. પરીક્ષામાં સામેલ થવા ઇચ્છનારા કેન્ડિડેટ્સ CS ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ, પ્રોફેશનલ પ્રોગ્રામ માટે 22 મે સુધી અપ્લાય કરી શકે છે. ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ icsi.edu પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

CS જૂન પરીક્ષાઓ સ્થગિત
કોરોનાને લીધે ICSIએ જૂન 2021માં યોજાનારી CS ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ, પ્રોફેશનલ પરીક્ષાઓ હાલ માટે મોકૂફ રાખી છે. આ પરીક્ષાઓ 1 જૂનથી 10 જૂન સુધી લેવાવાની હતી. જો કે, હજુ સુધી પરીક્ષાની નવી તારીખ વિશે કોઈ જાણકારી આપી નથી. ઈન્સ્ટિટ્યુટ ટૂંક સમયમાં રિવાઈઝ્ડ ટાઈમ-ટેબલ જાહેર કરશે.

આ રીતે અપ્લાય કરો

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ icsi.edu પર જાઓ.
  • હોમ પેજ પર ઓનલાઈન હેલ્પ લિંક પર ક્લિક કરો.
  • હવે નવું વેબ પેજ ખુલે ત્યારે રજીસ્ટ્રેશન IDથી અકાઉન્ટ ઓપન કરો.
  • હવે એપ્લિકેશન ફોમ ભરીને સબમિટ કરો.