• Gujarati News
  • Utility
  • Institute Extends Registration Date For CA Foundation Exam, Candidates Can Now Apply Till 16th August

ICAI CA 2021:ઈન્સ્ટિટ્યૂટએ CA ફાઉન્ડેશન એક્ઝામ માટે રજિસ્ટ્રેશનની તારીખ લંબાવી, ઉમેદવારો હવે 16 ઓગસ્ટ સુધી અપ્લાય કરી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા (ICAI)એ ડિસેમ્બર 2021માં યોજાનારી CA પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવી દેવામાં આવી છે. હવે CA ફાઉન્ડેશન એક્ઝામ માટે ઉમેદવારો 16 ઓગસ્ટ સુધી icaiexam.icai.org દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

કોરોનાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે
ઈન્સ્ટિટ્યૂટે દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લીધો છે. આ વિશે ICAIએ સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા જાણકારી આપતા જણાવ્યું કે, ફાઉન્ડેશન કોર્સમાં એડમિશન માટે ડિસેમ્બર 2021માં યોજાનારી ફાઉન્ડેશન પરીક્ષા માટે અરજીની તારીખ લંબાવી દીધી છે, જેથી ઉમેદવારોને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

તે સિવાય ઈન્સ્ટિટ્યૂટએ એ પણ જણાવ્યું કે, ઉમેદવારો પોતાની પરીક્ષાની માર્કશીટ અધિક સચિવ, પરીક્ષા વિભાગ, 2021ને મોકલવાની છે, તે 10 ડિસેમ્બર 2021 સુધી આવું કરી શકે છે.