• Gujarati News
  • Utility
  • Institute Announces Admit Card For CS Foundation Exams, Exams To Be Held On August 13 And 14

ICSI CS 2021:CS ફાઉન્ડેશનની પરીક્ષા માટે ઈન્સ્ટિટ્યુટે એડમિટ કાર્ડ જાહેર કર્યું, 13 અને 14 ઓગસ્ટે એક્ઝામ લેવાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 61 શહેરમાં એક્ઝામ સેન્ટર બનશે
  • આ એક્ઝામ રીમોટ પ્રોક્ટેડ મોડ કે કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ દ્વારા લેવામાં આવશે

ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરિઝ ઓફ ઇન્ડિયા (ICSI)એ CS ફાઉન્ડેશનની એક્ઝામ માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. આ પરીક્ષામાં સામેલ કેન્ડિડેટ્સ ઇન્સ્ટિટ્યુટની ઓફિશિયલ વેબસાઈટ icsi.edu દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ પરીક્ષા આખા દેશમાં 13 અને 14 ઓગસ્ટ, 2021ના રોજ લેવામાં આવશે.

પરીક્ષા કેન્દ્રો માટે બે ઓપ્શન મળશે
આ એક્ઝામ રીમોટ પ્રોક્ટેડ મોડ કે કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ દ્વારા લેવામાં આવશે. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર માટે બે ઓપ્શન રીમોટ પ્રોક્ટેડ મોડ કે CBIમાંથી કોઈ એક સિલેક્ટ કરી શકે છે. આ વિશે દરેક જાણકારી વિદ્યાર્થીઓને ઈમેલ અને SMSથી મોકલવામાં આવશે.

61 શહેરમાં એક્ઝામ સેન્ટર બનશે
જે કેન્ડિડેટ્સ પાસે લેપટોપ કે ડેસ્કટોપની સુવિધા નથી તો દેશભરમાં બનાવેલા એક્ઝામ સેન્ટરમાં પરીક્ષા આપી શકે છે. આ માટે દેશભરમાં કુલ 61 શહેરમાં પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવશે.

એડમિટ કાર્ડ આ રીતે ડાઉનલોડ કરો

  • સૌપ્રથમ ICSIની ઓફિશિયલ વેબસાઈટ icsi.edu પર જાઓ.
  • હોમ પેજ પર ICSI CS ફાઉન્ડેશન એડમિટ કાર્ડ 2021ની લિંક પર ક્લિક કરો.
  • હવે માગેલી જાણકારી ભરીને લોગિન કરો.
  • એ પછી એડમિટ કાર્ડ ડિસ્પ્લે થઈ જશે.
  • ચેક કરો અને ડાઉનલોડ કરીને હાર્ડ કોપી કાઢી લો.