તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ICSI CSEET 2021:ઈન્સ્ટિટ્યૂટે એડમિટ પ્રવેશ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા, 8 મેના રોજ રિમોટ પ્રોક્ટર્ડ મોડમાં લેવામાં આવશે

2 મહિનો પહેલા

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા (ICSI)એ ICSI CSEET માટે એડમિટ કાર્ડ જારી કરી દીધા છે. જે ઉમેદવારોએ પરીક્ષામાં સામેલ થવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓ ઈન્સ્ટિટ્યૂટની ઓફિશિયલ વેબસાઈટ icsi.edu/home દ્વારા પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

08 મેના રોજ પરીક્ષા યોજાશે
આ વર્ષે CSEET પરીક્ષા 8 મેના રોજ લેવામાં આવશે. કોરોના મહામારીને કારણે આ પરીક્ષા રિમોટ પ્રોક્ટર્ડ મોડમાં આયોજીત થશે. ઉમેદવારો ઘરેથી જ પોતાના લેપટોપ અને ડેસ્કટોપ દ્વારા આ પરીક્ષા આપી શકે છે.

આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ icsi.edu/home પર જવું.
  • અહીં હોમપેજ પર જ તમારા એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો.
  • નવું પેજ ઓપન થતાં જ તમારી માહિતી ભરો.
  • હવે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ કાઢી લો.