ફાયદો / બેંક ડિપોઝિટ કરતાં NBFCમાં વધુ રિટર્ન મળે છે, સિનીયર સિટિઝનને પણ વધુ વ્યાજ દર આપવામાં આવે છે

Instead of bank deposit you will get more return in NBFC

Divyabhaskar.com

Jun 11, 2019, 04:35 PM IST

યુટિલિટી ડેસ્કઃ ફુગાવાના આ સમયગાળામાં બાળકોથી લઇને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ પૈસાને લઇને ચિંતિત રહે છે. એવામાં લોકો પોતાના પૈસા બેંકમાં જમા કરી તેની પર મળી રહેલાં રિટર્નનો ફાયદો ઉઠાવતા હોય છે. FD દ્વારા લોકોના પૈસા સુરક્ષિત પણ રહે છે અને તેમને રિટર્ન પણ મળે છે. પરંતુ જો તમે બેંક ડિપોઝિટ કરતાં પણ વધુ રિટર્ન મેળવવા માગતા હો તો નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC)માં રોકાણ તમારા માટે એક સારું માધ્યમ બની શકે છે.


NBFC અને ઉત્પાદક કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ કંપની ડિપોઝિટમાં પૈસા જમા કરવા તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. બેંક ડિપોઝિટની તુલનામાં તમને કંપની ડિપોઝિટ પર વધુ વ્યાજ મળી શકે છે. ડિપોઝિટ દ્વારા તેઓ પૈસા ભેગા કરીને પોતાનો વ્યવસાય વધારે છે. કંપનીઓ માટે એક રીતે આ અનસિક્યોર્ડ લોન હોય છે. એટલે કે નાદારીની સ્થિતિમાં રોકારણકારોને કોઈ ગેરંટી નથી મળતી. કંપની ડિપોઝિટ પર ભારતીય રિઝર્વ બેંકના નિયમો લાગુ થાય છે.


કંપની ડિપોઝિટમાં FDની તુલનામાં વધુ જોખમ હોય છે. પરંતુ વધુ વ્યાજથી તે વધુ ગ્રાહકોને આકર્ષિત કરવામાં સફળ થઈ જાય છે. આ ડિપોઝિટ એ લોકો માટે ફાયદાકારક છે જેમને નિયમિત આવક જોઇએ છે. FD અને કંપની ડિપોઝિટ બંને જ 10 વર્ષ માટે કરાવી શકાય છે.


ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણીએ કંપની ડિપોઝિટ પર તમને 50થી 100 BPS (બેઝિઝ પોઇન્ટ) વધુ મળે છે. આટલું જ નહીં, સિનીયર સિટિઝનને સામાન્ય રેટ્સથઈ 25થી 40 BPS વધુ મળે છે. ભારતીય સ્ટેટ બેંક એક વર્ષથી 10 વર્ષના સમયગાળા પર 6.4%થી લઇને 6.75% સુધીનું વ્યાજ આપે છે. જ્યારે સિનીયર સિઝન માટે આ દર 6.9%થી લઇને 7.25% વચ્ચે છે. જ્યારે NBFC પોતાની કોર્પોરેટ ડિપોઝિટ પર 7.7%થી 8% સુધીનું વ્યાજ આપે છે. પરંતુ સિનીયર સિટિઝન માટે આ દર 7.95%થી લઇને 8.25% વચ્ચે છે.

X
Instead of bank deposit you will get more return in NBFC
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી