તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Information Brochure And List Of Documents For The Exam Released, Online Registration Will Start From September 11

JEE Advanced 2021:પરીક્ષા માટે ઈન્ફોર્મેશન બ્રોશર અને ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ જાહેર થયું, 11 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • JEE એડવાન્સ્ડ 2020 પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે એલિજિબલ ગણાશે
  • 16 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે

IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી) ખડગપુરે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન એડવાન્સ્ડ 2021 માટે નવું ઈન્ફોર્મેશન બ્રોશર જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ jeeadv.ac.in/ પર અપડેટેડ વિગતો જોઈ શકે છે. આ બ્રોશર પ્રમાણે જે વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ્ડ 2020 માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ પેપર 1 અને પેપર 2માં ગેરહાજર હતાં તેઓ JEE એડવાન્સ્ડ 2021 પરીક્ષા આપવા માટે એલિજિબલ છે. આવા ઉમેદવારોને JEE એડવાન્સ્ડ 2021નો એલિજિબિલિટી ક્રાઈટેરિયા પૂરો કરવો જરૂરી નથી.

રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી
2020ની પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે ફી પણ ભરવી પડશે. આ વિદ્યાર્થીઓને JEE મેઈન્સ 2021માં ક્વોલિફાય થનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ભાગ નહિ ગણવામાં આવે. તેમને એડિશનલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે.

આ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડશે

JEE એડવાન્સ્ડ 2020માં ગેરહાજર વિદ્યાર્થીઓએ તેમનું JEE એડવાન્સ્ડ 2020નું લોગઈન આઈડી, રોલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ સહિતની વિગતો ફોર્મમાં ભરવી પડશે. પ્રથમ વખત આ પરીક્ષા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓએ 10મા અને 12મા ધોરણની માર્કશીટ, જાતિ પ્રમાણ પત્ર, શારીરિક વિકલાંગતા પ્રમાણ પત્ર (જો આ કેટેગરી માટે એલિજિબલ હોય તો) સહિતના તમામ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડશે.

11 સપ્ટેમ્બરથી રજિસ્ટ્રેશન વિન્ડો ખુલશે
JEE એડવાન્સ્ડ 2021 માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન વિન્ડો 11 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યાથી શરૂ થશે. 16 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે. આ પરીક્ષાની અપડેટ્સ માટે વિદ્યાર્થીઓએ ઓફિશિયલ વેબસાઈટ વારંવાર વિઝિટ કરવી જોઈએ.