• Gujarati News
  • Utility
  • Infections Spread Rapidly From Children Under Three Years Of Age To Family Members, Mainly Due To High Viral Load In The Nose And Throat Of Children.

ઘરમાં નાના બાળકો હોય તો અલર્ટ રહો:ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોથી પરિવારના સભ્યોમાં ઝડપથી સંક્રમણ ફેલાય છે, તેનું મુખ્ય કારણ બાળકોના નાક અને ગળામાં વાઈરલ લોડ વધારે હોય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાઈરસની ત્રીજી લહેરના જોખમની વચ્ચે એક ચોંકાવનારું રિસર્ચ સામે આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જો કોરોના સંક્રમિત હોય છે તો તે ઘરના મોટો લોકોમાં સંક્રમણ ફેલાવવાનું જોખમ વધારે છે. કેનેડાની સ્વાસ્થ્ય એજન્સી પબ્લિક હેલ્થ, ઓન્ટારિયોના સંશોધકોએ આ દાવો કર્યો છે.

જામા નેટવર્ક ઓપનમાં પબ્લિશ આ રિસર્ચના અનુસાર, 14થી 17 વર્ષના ટીનેજર્સની તુલનામાં ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોથી ઘરના સભ્યોને સંક્રમિત થવાનું જોખમ 1.4 ગણું વધારે છે. તે સિવાય નાના બાળકોથી 20થી 40 વર્ષની ઉંમરના લોકોમાં સંક્રમણનું જોખમ વધારે રહે છે. જ્યારે મોટા બાળકોથી 40થી 60 વર્ષની ઉંમરના લોકોમાં સંક્રમણનું જોખમ વધારે હોય છે.

સંશોધકોનું માનવું છે કે નાના બાળકોમાં સંક્રમણનું જોખમ એટલે પણ વધારે હોય છે કેમ કે ઘરના બાકીના સભ્યોની સાથે તેમનો ફિઝિકલ કોન્ટેક્ટ વધારે હોય છે. સાથે નાના બાળકોને આઈસોલેટ કરવા પણ મુશ્કેલ હોય છે તેથી તેમનું ધ્યાન રાખનાર લોકોમાં સંક્રમણનું જોખમ વધી જાય છે.

6,280 એવા ઘરોમાં રિસર્ચ થયું જ્યાં બાળકો સંક્રમિત હતા

  • બાળકોથી મોટા લોકોમાં સંક્રમણનું જોખમ કેટલું છે, તેને સમજવા માટે રિસર્ચ શરૂ થયું. સંશોધકોની ટીમે 1 જૂન 2020થી 21 ડિસેમ્બર 2020ની વચ્ચે 6,200 ઘરોની મુલાકાત લીધી જ્યાં બાળકો સંક્રમિત હતા.
  • રિસર્ચમાં 4 પ્રકારની વયજૂથના બાળકો સામેલ હતા. પહેલા-0થી 3 વર્ષ, બીજા 4થી 8 વર્ષ, ત્રીજા 9થી 13 વર્ષ, ચોથા 14થી 17.
  • રિઝલ્ટમાં સામે આવ્યું કે 0થી 3 વર્ષના 766 સંક્રમિત બાળકોથી 234 ઘરોના બીજા સભ્યો સુધી સંક્રમણ ફેલાયું. તેમજ 14થી 17 વર્ષની ઉંમરના 17,636 બાળકોથી 2,376 ફેમિલી મેમ્બર્સમાં કોવિડ ફેલાયો.
  • સંશોધકોના અનુસાર, દર 1 લાખ સંક્રમિત નાના બાળકોથી 30,548 ફેમિલી મેમ્બર્સને સંક્રમિત થવાનું જોખમ રહે છે. બીજી તરફ ટીનેજર્સથી સંક્રમણનું જોખમ એના કરતાં ઓછું રહે છે.

નાના બાળકોમાં સંક્રમણના બે કારણો

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, મોટા બાળકોની તુલનામાં નાના બાળકોથી ફેમિલી મેમ્બર્સને સંક્રમણનું જોખમ વધારે હોવાના બે કારણ છે.

પહેલું કારણ- નાના બાળકોના નાક અને ગળામાં વાઈરસની સંખ્યા મોટા બાળકોની તુલનામાં વધારે રહે છે.

બીજું કારણ- સંક્રમણ બાદ પણ બાળકોમાં લક્ષણ નથી દેખાતા. મોટાભાગના બાળકો એસિમ્ટોમેટિક હોય છે, તેથી તપાસ નથી થઈ શકતી. પરિણામે સંક્રમણ ઘરના બીજા સભ્યોમાં ફેલાય છે.

ઘરે મોટા લોકોએ માસ્ક પહેરવો
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, બાળકો દ્વારા મોટા લોકોમાં સંક્રમણ ઝડપથી નથી ફેલાતું, પરંતુ અલર્ટ રહેવાની જરૂર છે. જો ઘરમાં બાળકો સંક્રમિત થઈ ગયા છે તો પેરેન્ટ્સ અને બીજા મોટા લોકોએ તેનું ધ્યાન રાખતા સમયે માસ્ક જરૂરથી પહેરવો જોઈએ.