તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • IndusInd Bank Offers Interest Rate Of 7% On Fixed Deposit Of Preference, Find Out The New Interest Rate

બેંકના ગ્રાહકો માટે રાહતના સમાચાર:ઇન્ડસઇન્ડ બેંક પસંદગીની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7%ના દરે વ્યાજ આપે છે, જાણો નવા વ્યાજ દર

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 270 દિવસથી એક વર્ષથી ઓછા સમયગાળા માટે 6.15% ના દરે વ્યાજ મળી રહ્યું છે

દેશની અગ્રણી બેંકોમાંની એક ઇન્ડસઇન્ડ બેંકમાં રેગ્યુલર ડિપોઝિટ્સ પર 7%ના દરે વ્યાજ મળી રહ્યું છે. બેંક તેના ગ્રાહકો માટે શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પ્રદાન કરે છે. તે ગ્રાહકોની જરૂરિયાત પર નિર્ભર કરે છે કે તેઓ લોન્ગ ટર્મનો વિકલ્પ પસંદ કરે છે કે શોર્ટ ટર્મનો. બેંકે 13 જુલાઈથી નવા વ્યજ દરમાં સુધારો કર્યો છે. તે ઉપરાંત બેંકમાં જુદા-જુદા સમયગાળા માટે વ્યાજ દર અલગ અલગ નક્કી કરવામાં આવ્યા છે.

વિવિધ સમયગાળા માટે વ્યાજ દર

સમયગાળોવ્યાજ દર
7-30 દિવસ3.25%
30-45 દિવસ3.75%
45-60 દિવસ4.10%
61-90 દિવસ4.30%
91-120 દિવસ4.50%
121-180 દિવસ5%
181-210 દિવસ5.40%
211-269 દિવસ5.60%

અન્ય બેંકો કરતાં વધારે વ્યાજ દર
270 દિવસથી એક વર્ષથી ઓછા સમયગાળા માટે 6.15% વ્યાજ મળી રહ્યું છે. કોરોના મહામારીની વચ્ચે ઈન્ડસઈન્ડ બેંકની FD પર મળતા વ્યાજ દર અન્ય મુખ્ય બેંકો કરતા વધારે છે. તેમાં દેશની સૌથી મોટી બેંક SBI સહિત એક્સિસ બેંક, ICICI બેંક અને HDFC બેંક સામેલ છે.

વરિષ્ઠ નાગરિકો માટે વધારે વ્યાજ દર
ખાસ વાત એ છે કે, ઈન્ડસઈન્ડ બેંક વરિષ્ઠ નાગકો માટે સામાન્ય લોકોની સરખામણીમાં વધારે વ્યાજ ઓફર કરે છે. તેમના માટે બેંક 0.50% વધારે વ્યાજ આપી રહી છે. આ રીતે વરિષ્ઠ નાગરિકો માટે ઈન્ડસઈન્ડ બેંક 3.75%થી 7.50% સુધી FD દર આપી રહી છે. જો કે, અન્ય બેંક પણ સામાન્ય લોકોને મળતા વ્યાજની તુલનામાં વધારે વ્યાજ દર ઓફર કરે છે.