બેંકિંગ:ઇન્ડસઇન્ડ બેંકે તેનું પહેલું મેટલ ક્રેડિટ કાર્ડ 'પાયોનિયર હેરિટેજ' લોન્ચ કર્યું, તેમાં ઘણી ખાસ સુવિધાઓ મળશે
- ઈન્ડસઈન્ડ બેંકે માસ્ટરકાર્ડની સાથે ભાગીદારીમાં 'પાયોનિયર હેરિટેજ' લોન્ચ કરવાની જાહેરાત કરી છે
- લેટ પેમેન્ટ ફી, કેશ એડવાન્સ ફીની સાથે ઓવર લિમિટ ફી લાઈફ ટાઈમ માટે માફ રહેશે
ઈન્ડસઇન્ડ બેંકે માસ્ટરકાર્ડની સાથે ભાગીદારીમાં પોતાનું પહેલું મેટલ ક્રેડિટ કાર્ડ 'પાયોનિયર હેરિટેજ' ને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. બેંકના જણાવ્યા પ્રમાણે, કાર્ડ શાનદાર સુવિધાઓથી સજ્જ છે. તેને મુસાફરી, વેલનેસ અને લાઈફ સ્ટાઈલ સહિત અન્ય સુવિધાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. 'પાયોનિયર હેરિટેજ' ક્રેડિટ કાર્ડના લોન્ચની સાથે ઈન્ડસઈન્ડ બેંક દુનિયાની કેટલીક ખાસ બેંકોમાં સામેલ થઈ ગઈ છે જે મેટલના ક્રેડિટ કાર્ડ ઓફર કરે છે.
કાર્ડના ખાસ ફીચર
ટ્રાવેલ
- આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિર એરપોર્ટ પર લાઉન્જમાં અનલિમિટેડ ફ્રી એન્ટ્રી.
ફાઈનાન્શિયલ
- જો કાર્ડ હોલ્ડર 10 લાખ અથવા તેનાથી વધારે ખર્ચ કાર્ડ દ્વારા કરે છે તો તેને કોઈ પણ વાર્ષિક ફી ચૂકવવી પડશે નહીં.
- લેટ પેમેન્ટ ફી, કેશ એડવાન્સ ફીની સાથે ઓવર લિમિટ ફી લાઈફ ટાઈમ માટે માફ રહેશે.
લાઈફ સ્ટાઈલ
- ભારતમાં પસંદગીના ગોલ્ફ કોર્સમાં અમર્યાદિત ફ્રી ગોલ્ફ રમવા અને શીખવા મળશે.
- દર 3 મહિનામાં 4 ફ્રી મૂવી ટિકિટની સાથે bookmyshow.comથી બુકિંગ કરવા પર 20 ટકાનું ડિસ્કાઉન્ટ.
- કાર્ડધારક અને તેના લાઈફ પાર્ટનરને ક્લબ આઈટીસી ક્લિનાયરની ફ્રી મેમ્બરશિપ મળશે.
ઈન્શ્યોરન્સ
- 2.5 કરોડ રૂપિયાનો વ્યક્તિગત હવાઈ દુર્ઘટના વીમો મળશે.
- કાર્ડ પર ક્રેડિટ મર્યાદા સુધીનું એક વીમા કવર.
- વસ્તુનું 1 લાખ રૂપિયાનું વીમા કવર.
- મુસાફરી દરમિયાન દસ્તાવેજ ખોવાઈ જવા પર 75 હજાર રૂપિયાનો વીમા કવર