તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Indira Gandhi National Open University Launches Certificate Course In Sanskrit, Apply By July 15

IGNOU:ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ સંસ્કૃતમાં સર્ટિફિકેટ કોર્સની શરુઆત કરી, 15 જુલાઈ સુધીમાં અપ્લાય કરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સર્ટિફિકેટ કોર્સનો સમય 6 મહિનાથી 1 વર્ષ સુધીનો છે
  • ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ આ કોર્સ માટે અપ્લાય કરી શકે છે

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ સંસ્કૃતમાં સર્ટિફિકેટ કોર્સની શરુઆત કરી છે. યુનિવર્સિટીએ જુલાઈ સેશન માટે ઓપન એન્ડ ડિસ્ટન્સ મોડમાં કમ્યુનિકેટિવ સંસ્કૃત (SSB)માં સર્ટિફિકેટ કોર્સ લોન્ચ કર્યો છે. આ કોર્સમાં એડમિશન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ એડમિશન પોર્ટલ ignou.samarth.edu.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. આ સર્ટિફિકેટ કોર્સનો સમય 6 મહિના અને મેક્સિમમ 1 વર્ષનો છે.

15 જુલાઈ છેલ્લી તારીખ
આ કોર્સ શરુ કરવાનો હેતુ વિદ્યાર્થીઓની લેન્ગવેજ સ્કિલ સુધારવાનો અને તેમને સંસ્કૃતમાં વાતચીત કરવા યોગ્ય બનાવવાનો છે. કોર્સ માટે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ છે. અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 12 કે સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. કોર્સ માટે વિદ્યાર્થીઓને 1500 રૂપિયા ફી જમા કરાવવાની રહેશે. 200 રૂપિયાની રજીસ્ટ્રેશન ફી સબમિટ કરવાની રહેશે.

ઉર્દૂ અને એસ્ટ્રોલોજી કોર્સની પણ શરુઆત કરી
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી(IGNOU)એ ઉર્દૂમાં માસ્ટર્સ પ્રોગ્રામની પણ શરુઆત કરી છે. ઇગ્નુએ સ્કૂલ ઓફ હ્યુમિનિટિઝના ડિસ્ટન્ટ લર્નિંગ હેઠળ આ કોર્સ શરુ કર્યો છે. આ અભ્યાસમાં ઉર્દૂ સાહિત્ય અને ભાષા શીખવાડવામાં આવશે. તેમાં એડમિશન માટે ઈચ્છુક કેન્ડિડેટ્સ કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ.

ઉર્દૂ સાહિત્યની જાણકારી મળશે
નવા કોર્સ વિશે ઇગ્નુએ જણાવ્યું કે, આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓ ઉર્દૂ સાહિત્યની સારી જાણકારી મેળવી અરેબિક, પર્શિયન, ઇંગ્લિશ, હિન્દી અને અન્ય સાહિત્યને સમજવામાં મદદ મળશે. આની પહેલાં ઇગ્નુએ એસ્ટ્રોલોજીમાં માસ્ટર પ્રોગ્રામની શરુઆત કરી હતી.

આ વિશે ઇગ્નુએ ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું કે, જ્યોતિષની અલગ-અલગ બ્રાંચ વિશે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ આપવાના હેતુથી આ કોર્સની શરુઆત કરવામાં આવી છે. બે વર્ષનો આ કોર્સ હિન્દીમાં ભણાવવામાં આવશે. આ કોર્સ માટે કોઈ પણ માન્ય યુનિવર્સિટીનાં વિષયમાં ગ્રેજ્યુએશન કરી ચૂકેલા કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...