તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Indira Gandhi Center For Atomic Research Has Released 337 Vacancies, From Standard 10 Pass To PhD Holder Apply Before 14th May

સરકારી નોકરી:ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર ઍટૉમિક રિસર્ચે 337 વેકન્સી બહાર પાડી, ધોરણ 10 પાસથી લઇને PhD હોલ્ડર 14 મે પહેલાં અપ્લાય કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલગ-અલગ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે
  • અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 27-28 વર્ષ હોવી જોઈએ.

ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર ઍટૉમિક રિસર્ચ (IGCAR)માં 337 જગ્યા પર ભરતી માટે અપ્લાય પ્રોસેસ કાલે એટલે કે 14 મેના રોજ પૂરી થઈ જશે. મહત્ત્વની વાત તો છે કે, આ જગ્યા માટે હાઈસ્કૂલથી લઇને PhD ડિગ્રી હોલ્ડર અપ્લાય કરી શકે છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

અલગ-અલગ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે.

લાયકાત
આ જગ્યા માટે ધોરણ 10 પાસથી લઇને PhD હોલ્ડર અપ્લાય કરી શકે છે. દરેક જગ્યા માટે લાયકાત પણ અલગ છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 27-28 વર્ષ હોવી જોઈએ.

એપ્લિકેશન ફી

સાયન્ટિફિક ઓફિસર, ટેક્નિકલ ઓફિસર300 રૂપિયા
સ્ટાઇપેન્ડીયરી ટ્રેની200 રૂપિયા
અન્ય પોસ્ટ100 રૂપિયા
SC,ST, દિવ્યાંગ અને મહિલાઓકોઈ ફી નથી

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 15 એપ્રિલ 2021
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 14 મે 2021
ફી ભરવાની છેલ્લી તારીખ: 14 મે 2021

આ રીતે અપ્લાય કરો
આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ www.igcar.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

અહીં ઓફિશિયલ નોટિફિકેશન જુઓ