મુસાફરોને રાહત:ઈન્ડિગો 10 નવેમ્બરથી અમદાવાદ-રાંચી રૂટ પર ફ્લાઈટ શરૂ કરશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવે ઝારખંડની રાજધાની રાંચીથી ગુજરાતના અમદાવાદ સુધીની સફર સરળ થઈ જશે. દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપની ઈન્ડિગો 10 નવેમ્બરથી અમદાવાદ-રાંચી રૂટ પર ફ્લાઈટ્સનું સંચાલન શરૂ કરશે. કંપનીએ શનિવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, અમદાવાદ-રાંચી રૂટ પર તેમની ફ્લાઇટ્સ અઠવાડિયામાં ચાર દિવસ ઉડાન ભરશે.

1 નવેમ્બરથી અમદાવાદ-જોધપુરની વચ્ચે તેની ફ્લાઈટ્સ શરૂ થઈ ગઈ છે. તે ઉપરાંત ઈન્ડિગોએ 2 નવેમ્બરથી બેંગલુરુ-રાજકોટ, કોલકાતા-કોઈમ્બતુર, દિલ્હી-ત્રિવેન્દ્રમ અને ડિબ્રુગઢ-દીમાપુર રૂટ પર પણ પોતાની ફ્લાઈટ્સ શરૂ કરી દીધી છે.

માર્કેટમાં 57.5 ટકા ભાગીદારી
ઘરેલુ વિમાન માર્કેટમાં 57.5 ટકા હિસ્સો ધરાવતી ઈન્ડિગોએ ગયા સપ્ટેમ્બરમાં 22.66 લાખ મુસાફરો સાથે સંચાલન શરૂ કર્યું હતું.

આ રીતે ટિકિટ બુક કરાવી શકો છો
પેસેન્જર ઈન્ડિગોની ફ્લાઈટ માટે એરલાઈનની ઓફિશિયલ વેબસાઈટ https://www.goindigo.in/ પર જઈને ટિકિટ બુક કરી શકે છે.

ઈન્ડિગોની નવી સર્વિસિ માત્ર 325 રૂપિયામાં એરપોર્ટથી ઘર સુધી તમારો સામાન પહોંચાડશે
તાજેતરમાં ઈન્ડિગોએ એક ખાસ સર્વિસ 6ઈબેગપોર્ટ શરૂ કરી છે. આ સર્વિસ અંતર્ગત તમારો સામાન તમારા ઘરેથી તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં સુધી પહોંચાડવામાં આવશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તે ડોર-ટૂ-ડોર બેગેજ ટ્રાન્સફર સર્વિસ શરૂ કરી રહી છે. જ્યાંથી મુસાફરી શરૂ થઈ રહી છે, ત્યાંથી સામાન સુરક્ષિત રીતે પિક-અપ કરીને તમારા ગંતવ્ય સ્થાન પર પહોંચાડવામાં આવશે. આ ખાસ સર્વિસ અત્યારે બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ, અને મુંબઈ માટે શરૂ કરવામાં આવી છે. મુસાફરોને આ સુવિધા માટે માત્ર 325 રૂપિયા આપવા પડશે.