• Gujarati News
  • Utility
  • Indigo Airlines Is Offering 10% Discount To Vaccinated Passengers, Find Out What Is On Offer Here

ઓફર:ઈન્ડિગો એરલાઈન વેક્સિન લીધેલા મુસાફરોને 10%નું ડિસ્કાઉન્ટ આપી રહી છે, અહીં જાણો શું છે ઓફર

4 મહિનો પહેલા
  • એરલાઈને ‘વેક્સી ફેર’ સ્કિમની શરૂઆત કરી
  • સ્કિમનો ફાયદો લેવા માટે તમારે ટિકિટનું બુકિંગ ઈન્ડિગોની વેબસાઈટ પરથી કરાવવું પડશે

દેશમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટે ઈન્ડિગો એરલાઈને વેક્સી ફેર (Vaxi Fare) સ્કિમની શરૂઆત કરી છે. તેના અંતર્ગત જો કોઈ મુસાફર વેક્સિનેટેડ છે તો તેને ભાડામાં 10% સુધી છૂટ મળશે. આ સ્કિમનો ફાયદો લેવા માટે તમારે ટિકિટનું બુકિંગ ઈન્ડિગોની વેબસાઈટ પરથી કરાવવું પડશે.

શું છે ઓફર?
આ ઓફરનો ફાયદો માત્ર તે મુસાફરોને મળશે જેમને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે. તે સિવાય બુકિંગના સમયે પેસેન્જર ભારતમાં હોવો જરૂરી છે. એરપોર્ટના ચેક-ઈન કાઉન્ટર પર આવા મુસાફરોને કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું પડશે અથવા આરોગ્ય સેતુ મોબાઈલ એપની મદદથી વેક્સિનેશનને લઈને તમારું સ્ટેટસ બતાવવું પડશે.

કેવી રીતે ઓફરનો ફાયદો લઈ શકાય છે?
ટિકિટ બુકિંગના સમયે ઈન્ડિગોની વેબસાઈટ પર ‘Vaccinated’નો ઓપ્શન આપવામાં આવ્યો છે, તેના પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ વેક્સિનેશન સ્ટેટસનું પેજ ખુલી જશે. ત્યાં 3 ઓપ્શન આપવામાં આવ્યા છે. પહેલો ડોઝ લેનાર મુસાફરો માટે 10% સુધીનું ડિસ્કાઉન્ટ, બીજો ડોઝ લેનાર મુસાફરો માટે પણ 10% સુધીનું ડિસ્કાઉન્ટ અને વેક્સિનેટેડ નહીં હોવા પર કોઈ ડિસ્કાઉન્ટ મળશે નહીં. તમે તમારા અનુસાર વિકલ્પ પસંદ કરીને ટિકિટ બુક કરી શકો છો.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પણ વેક્સિન લીધેલા લોકોને વધારે વ્યાજ આપી રહી છે
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કિમ લોન્ચ કરી છે. તેનું નામ ઈમ્યુન ઈન્ડિયા ડિપોઝિટ છે. તેના અંતર્ગત ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવવા પર વર્તમાન રેટ કરતાં 0.25% વધારે લાભ મળશે. આ સ્કિમ તે લોકો લઈ શકે છે, જેમને કોવિડ વેક્સિન લીધી હોય. આવા સિનિયર સિટીઝનને 0.50% વ્યાજ આપવામાં આવશે. જે લોકોએ વેક્સિન નથી લીધી, તેઓ આ સ્કિમનો ફાયદો લઈ શકશે નહીં.

સ્કિમનો મેચ્યોરિટી પિરિઅડ 1111 દિવસનો છે. તેને મર્યાદિત સમયગાળા માટે લોન્ચ કરવામાં આવી છે. આ સ્કિમ અંતર્ગત વેક્સિન લેનાર સિનિયર સિટીઝનને ડિપોઝિટ પર 0.50% વધારે વ્યાજ મળશે.