રાહત / ભારતીયોને હવે સરળતાથી અમેરિકાનું ગ્રીન કાર્ડ મળશે, નવો કાયદો પસાર થયો

Indians will now easily get the green card of the US, the new law passed

Divyabhaskar.com

Jul 11, 2019, 04:56 PM IST

યુટિલિટી ડેસ્કઃ અમેરિકન સંસદમાં ગ્રીન કાર્ડ આપવાને લઇને નવું બિલ પાસ થઈ ગયું છે. ત્યારબાદ હવે ગ્રીન કાર્ડની વર્તમાન 7%ની સીમા વધારીને 15% કરવામાં આવશે. તેનાથી ભારતના હજારો કુશળ IT વ્યાવસાયિકોને મોટો ફાયદો થશે. ગ્રીન કાર્ડ કોઈ વ્યક્તિને કાયમી રૂપે રહેવા અને અમેરિકામાં કામ કરવાની પરવાનગી આપે છે. ફેરનેસ ઓફ હાઈ સ્કિલ્ડ ઈમિગ્રન્ટ્સ એક્સ, 2019 અથવા HR 1044 નામનું આ બિલ 435-સભ્ય સભામાં 65ની સામે 365 મત સાથે પસાર થઈ ગયું છે.


દર વર્ષે સૌથી વધુ ભારતીયો H-1B અને L વીઝા પર અમેરિકા જાય છે. હવે ભારતીયોને ગ્રીન કાર્ડની સાથે H-1B વીઝા પણ વધુ સંખ્યામાં મળશે. આંકડા પ્રમાણે, એપ્રિલ 2018 સુધી જ અમેરિકાના ટેક્નોલોજી ક્ષેત્રમાં 3 લાખ ભારતીયો એવા છે, જે ગ્રીન કાર્ડ આવવાની રાહ જોઈ રહ્યાં છે.


નવો કાયદો શું છે?
અમેરિકન સંસદમાં દર વર્ષે તમામ દેશોને 7% ગ્રીન કાર્ડ આપવાની મર્યાદા બંધ કરી દીધી છે. હવે વધુ લોકોને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી શકશે. આ કાયદાનો સૌથી વધુ ફાયદો હજારો ભારતીયોને થશે, જેઓ કાયદાકીય રૂતે અમેરિકામાં રહેવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.


ગ્રીન કાર્ડ શું છે?
ગ્રીન કાર્ડ (કાયમી નિવાસી કાર્ડ) એ એક કાર્ડ છે. જે દર્શાવે છે કે તમે યુનાઇટેડ સ્ટેટ્સના કાયદેસરના કાયમી નિવાસી છો. હાલમાં અમેરિકા દર વર્ષે લગભગ 1,40,000 લોકોને ગ્રીન કાર્ડ આપે છે. આ પ્રમાણે, 9800 ગ્રીન કાર્ડ ભારતના ખાતામાં આવે છે.

X
Indians will now easily get the green card of the US, the new law passed
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી