રેલવે / ઈન્ડિયન રેલવેએ 46 નવાં સ્ટેશનો પર ફ્રી Wi-Fi સેવા શરૂ કરી, દુર્ગમ વિસ્તારના સ્ટેશનો પર પણ સુવિધા મળશે

Indian Railways launches free Wi-Fi service at 46 new stations

  • દેશભરમાં અત્યાર સુધી 4,262 રેલવે સ્ટેશન ફ્રી Wi-Fi ઈન્ટરનેટથી જોડાઈ ચૂક્યાં છે
  • રેલવે ફ્રી Wi-Fi ઈન્ટરનેટ સુવિધા આપવા માટે ગૂગલ પાસેથી પણ મદદ માગી રહી છે

Divyabhaskar.com

Sep 07, 2019, 12:54 PM IST

યુટિલિટી ડેસ્કઃ ઈન્ડિયન રેલવેએ દેશના 46 રેલવે સ્ટેશનો પર ફ્રી Wi-Fi સુવિધા શરૂ કરી છે. ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર, દેશભરમાં અત્યાર સુધીમાં 4,262 રેલ્વે સ્ટેશનોને મફત વાઇ-ફાઇ ઇન્ટરનેટથી કનેક્ટ કરવામાં આવ્યા છે. આમાં ઘણાં એવાં રેલવે સ્ટેશન છે, જે દુર્ગમ વિસ્તારોમાં છે અને ત્યાં પૂરતી ઇન્ટરનેટ સુવિધા પણ નથી. ભારતીય રેલવે સ્ટેશનો પર ફ્રી Wi-Fi ઇન્ટરનેટ સુવિધા આપવા માટે તે ગૂગલની પણ મદદ લઈ રહી છે.

આ રાજ્યોના સ્ટેશન પર સુવિધા મળી
રેલવે દ્વારા જે 46 સ્ટેશનોને ફ્રી ઈન્ટરનેટ સુવિધાઓથી ગુરુવારે જોડવામાં આવ્યાં છે, આ રેલવે સ્ટેશન બિહાર, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, આસામ છત્તીસગ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિળનાડુ અને પશ્ચિમ બંગાળમાં આવેલાં છે.

આ રીતે ડિવાઇસ કનેક્ટ કરો

  • આ માટે તમારે તમારાં ડિવાઇસનું Wi-Fi ઓન કરીને ફ્રી Wi-Fi નેટવર્ક સર્ચ કરવાનું રહેશે. જેમાં Railwire Network જોવા મળશે. તેને સિલેક્ટ કરો.
  • તે કનેક્ટ થઈ જાય એટલે તમારાં ડિવાઇસ પર Railwireનું હોમ પેજ ઓપન થઈ જશે. અહીં તમારે મોબાઇલ નંબર નાખવાનો રહેશે અને ત્યારે તમને એક વન ટાઇમ પાસ વર્ડ (OTP) મળશે.
  • હવે OTP નાખતા તમારું ડિવાઇસ એ રેલવે સ્ટેશનની ફ્રી Wi-Fi સુવિધા સાથે જોડાઈ જશે.
X
Indian Railways launches free Wi-Fi service at 46 new stations
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી