તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Indian Post Recruitment 2021: 2428 Vacancies For GDS Posts, Indian Post Service Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ઈન્ડિયન પોસ્ટ સર્વિસ GDSની 2428 જગ્યા પર ભરતી કરશે, ધોરણ 10 પાસ કેન્ડિડેટ્સ 26 મે સુધી અપ્લાય કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપ્લાય કરનારા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • ઉમેદવારને દર મહીને 10 હજાર રૂપિયાથી લઈને 14,500 રૂપિયાનો પગાર મળશે

ઈન્ડિયન પોસ્ટ સર્વિસે ધોરણ 10 પાસ કેન્ડિડેટ્સ માટે બંપર ભરતી બહાર પાડી છે. ઈન્ડિયા પોસ્ટના મહારાષ્ટ્ર સર્કલના ગ્રામીણ ડાક સેવક (GDS)ની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 2428 જગ્યા પર ભરતી કરવામાં આવશે. એપ્લિકેશન પ્રોસેસ 27 એપ્રિલથી શરુ થઇ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ appost.in દ્વારા 26 મે સુધી અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે કોઈ પણ માન્ય બોર્ડમાં મેથ્સ, સ્થાનિક ભાષા અને અંગ્રેજી વિષયો સાથે ધોરણ 10 પાસ હોવા જોઈએ.

પદની સંખ્યા- 2428

પદસંખ્યા
UR1105
EWS246
OBS565
PWD-A10
PWD-B23
PWD-C29
PWD-DE15
SC191
ST244

ઉંમર
આ જગ્યા માટે અપ્લાય કરનારા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન મેરિટ લિસ્ટને આધારે કરવામાં આવશે.

સેલરી
ઉમેદવારને દર મહીને 10 હજાર રૂપિયાથી લઈને 14,500 રૂપિયાનો પગાર મળશે.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 27 એપ્રિલ
અપ્લાય કરવાની છેલ્લી તરીખ: 26 મે

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 26 મે સુધી https://indiapost.gov.in કે https://appost.in/gdsonline દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: